અસમાનતા ઈશ્વરદત્ત નથી, મનુષ્ય સર્જિત છે
હેમંતકુમાર શાહ
જેમને ભયંકર આર્થિક અસમાનતાની સામે વાંધો નથી તેઓ જ, એક ક્રિકેટરને એક છગ્ગાના કે એક સદીના કરોડ રૂપિયા મળે એનું સમર્થન કરી શકે!!
બાકી તો ફેંચ ભાષામાં એક કહેવત આ મુજબ છે:
Those who live differently, think differently, and those who think differently, act differently.
અસમાનતા એ કુદરતની કે ઈશ્વરની દેન નથી પણ એ સામાજિક, આર્થિક, રાજકીય અને સાંસ્કૃતિક વ્યવસ્થાનું પરિણામ છે એ સમજવાની આવશ્યકતા છે.
જો મનુષ્યના કર્તૃત્વ ને લીધે જ અસમાનતા પેદા થતી હોય તો તે દૂર કરવાના તો ઠીક, પણ શક્ય તેટલી ઓછી કરવાના પ્રયાસો કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. દુનિયાભરમાં આ કામ સરકારોએ કરવાનું છે એમ તાત્ત્વિક રીતે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી સતત સ્વીકારાયું છે. સરકારો એમાં મોટેભાગે નિષ્ફળ ગઈ છે એ એક જુદો જ મુદ્દો છે. પણ એ કામ સરકારનું છે એમ સ્વીકારવામાં આવ્યું એટલા માટે જ સમાજના બધા લોકોને માટે સામાજિક સલામતીની વ્યવસ્થા સરકારોએ કરવાનું શરૂ કર્યું છે.
આશરે ચાલીસ વર્ષ પહેલાં એક હિન્દી કવિતા વાંચેલી તેની એક પંક્તિ આ મુજબ હતી:
राजकुमारी झुला झूले,
दासी उसे झुलाए।
मूरख जाने फल कर्मों का,
मैं जानूं अन्याय;
मुझसे सहा ना जाय।
તા. ૨૦-૦૨-૨૦૨૧.