આજની યુવા પેઢી ક્યાં છે?

Wjatsapp
Telegram

માનવી જીવનનો યુવાનકાળ કોને ન ગમે ! જેમાં ધસમસતી શક્તિ હોય, કંઈક કરી નાખવાની સાહસવૃતિ હોય, હરીફાઈમાં ઉતારવાની હિંમત હોય, પોતે કંઈક છે તે બતાવવાની તમન્ના હોય !

આજના વહેતા ટેકનોલોજીના યુગમાં યુવાનો સાવચેતી પૂર્વક ચાલે તો ઘણી ખોટી બાબતો માંથી બચી શકે છે. આજે જ્યારે અલગતાવાદી, ત્રાસવાદ, જાતિવાદી-જ્ઞાતિવાદ, વગેરે જેવા પરિબળો ઉભાં થઈ યુવાનોના પ્રગતિનો રસ્તો રોકી રહ્યાં છે, ત્યારે યુવાનોએ રસ્તો વધારે તેજ કરવાનો સમય છે. આજનો યુવાને પ્રચંડ યુવાશક્તિનો સર્જનાત્મક ઉપયોગ કરવા કરવા નિષ્ક્રિયતાનું કોચલું દુર કરી કંઈક રચનાત્મક પ્રવૃત્તિ કરવા યુવાનોએ તૈયાર થવું પડશે.

આજે એમ કહી શકાય કે આજનો સમય એ સોસીયલ મીડિયા, ઈન્ફરમેશન ટેકનોલોજીનો સમય ચાલી રહયો છે. આજના આ વાતવરણની અસર વિકાસની દ્રષ્ટિએ ઓછી અને નુકસાનની દ્રષ્ટિએ વધુ જોવા મળે છે. અને રોજેરોજના આ પરિવર્તનની સૌથી વધુ અસર યુવાનો પર પડે છે. અને સૌથી વધુ નુકસાની યુવા પેઢી ભોગવી રહી છે.

જીવન અને વિકાસ વચ્ચે અટવાઈ ગયેલો યુવાન આજે  મોંઘવારી, બેરોજગારી, શિક્ષણ, આરોગ્ય, કૌટુંબિક સંબંધો, હતાશા નિરાશા, વગેરે બાબતોના પ્રશ્નોને ગળે વળગાડીને રહ્યા છે. આજના યુવાનોના મનમાં જે વાતો છે તે નિરર્થક અને નિરાશાથી ભરેલી છે. આજના સમયમાં યુવાનોમાં જે આવડત છે તેને દાબી દેવાઈ છે કે પછી યોગ્ય વ્યવસ્થાના અભાવે તેને બહાર લાવી શકતા નથી આવી પરિસ્થિતિમાં યુવાનોએ સ્વયં સંઘર્ષ કરીને તેમાંથી બહાર આવવાનું છે નહી તો  નિરાશા એવી રીતે ધેરી વળશે કે જુવાની દુઃખ અને હતાશામાં વહી જશે. આજના આધુનિક ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટ સૌથી મોટું ભયંકર અને નુકસાનકર્તા પરિબળ ગણી શકાય, ઈન્ટરનેટનો દુરુપયોગ યુવાનોની શક્તિ અને મનોબળ નબળા બનાવી દેવાનું કામ કરે છે. આજના સમયે ઈન્ટરનેટ પરથી યોગ્ય માહિતી અને જ્ઞાન મેળવવાને બદલે તેનો દુરુપયોગ વધારે થાય છે, અને તેમાં પણ વોહટસેપ, ફેસબુક, ટ્વિટર જેવા સોસીયલ મીડિયાના કારણે યુવાનો પર ઘણી નકારાત્મક અસર પડી છે. મિત્રો કે પરીવાર સાથે હળીમળીને  વિચારોનું આદાનપ્રદાન કરવાને બદલે આજે તો ફેસબુક, વોહટસેપ જેવા માધ્યમોથી જોડાયેલા હોય છે, જે કેટલીકવાર માનસિક વિકૃતિ પેદા કરે છે. એવું લાગે છે ધીરેધીરે સોસીયલ મીડિયા શારીરિક તેમજ માનસિક શક્તિને ક્ષીણ કરી રહ્યાં છે. આજના યુવાનને યોગ્ય શિક્ષણના અભાવે અને મળેલ શિક્ષણનો અવ્યવહારુ ઉપયોગના કારણે યુવાનોને નિષ્ફળતા મળી રહી છે, ચારે બાજુથી યુવાનો દારૂ ગુટખાનું વ્યસન, મોબાઈલ, ઈન્ટરનેટ અને ભ્રષ્ટાચારથી ઘેરાયેલા રહે છે, જીવનમાં કોઈ ધ્યેય નકકી કરવામાં નિષ્ફળતા સાંપડે છે જેથી આખરે હતાશામાં સરી જાય છે ને ક્યારેક ન ભરવાનું પગલું પણ ભરી બેસે છે. આપણાં સમાજમાં મોટાભાગના લોકો યુવાનોને ઉચ્ચશિક્ષણ તેમજ વ્યવસાયલક્ષી માર્ગદર્શન આપવામાં નિષ્ફળ ગયા છે. વાંચતા લખતા આવડે એટલે યુવાનને શિક્ષિત ન જ ગણી શકાય. સ્કુલ, કોલેજ, યુનિવર્સિટીના રીઝલ્ટ કે ડિગ્રી મેળવી લેવાથી સાચી કેળવણી નથી મળતી. તેમાંથી જો સંસ્કાર અને આવડત ન મેળવવીએ તો તેનું મૂલ્ય કાગળના ટુકડાથી વધારે કંઈ જ નથી. ઘણાં યુવાનો આજે ઉચ્ચ ડિગ્રી મેળવીને પણ નોકરીની શોધમાં ભટકી રહ્યાં છે. ગમે તેટલી ઉચ્ચ ડીગ્રી મેળવ્યા છતા નોકરી મળશે કે નહી તે પ્રશ્ન યુવાનોને સતાવી રહ્યો હોય છે.

એવા ઘણા યુવાનો છે જે કાંઈક કરવા માંગે છે.  પણ આપણાથી એવું ન થાય, આપણે તે ન કરી શકીએ,  આપણું કામ નહી જેવા નકારાત્મક વિચારોથી યુવાનોના મન ભરાયેલા છે. એક જાતની લધુતાગ્રંથિમાં બંધાયેલા છે.તેમને પોતાની જાત પર વિશ્વાસ નથી હોતો કે તેઓ કરી શકશે આથી આવા વિચારોને કારણે યુવાનોમાં કામ કરવાનો ઉત્સાહ, મહેનત, રસ, ઓછો થઈ જાય છે. યુવાનો પાસે ચોકકસ આયોજનના અભાવે સમયનો દુરુપયોગ થાય છે અને સાહસવૃતિ ખીલતી નથી અને સંઘર્ષ ભર્યા જીવનમાં હારી જાય છે. આજે કેટલાય યુવક યુવતીઓ પ્રેમની પાછળ પાગલ થાય છે. આકર્ષણને પ્રેમ સમજી આવેશમાં આવી ક્ષણિક ઉત્તેજનાનો ભોગ બને છે. તેની અસર પોતના અભ્યાસ પર ને પોતના જીવન પર પડે છે. ક્યારેક તો એવા પણ કિસ્સા સાંભળવા મળે છે પ્રેમમાં આત્મહત્યા કરી લીધી. ખબર નહી આજનો યુવાન કંઈ દિશામાં આગળ વધી રહ્યો છે. નાની ઉંમરમાં વ્યસનના રવાડે ચડી જાય છે. ને પોતના જીવનની બરબાદી તે ખુદ કરી બેસે છે. આજનો યુવાન આધુનિકતા પાછળ દિશા ભટકી રહ્યો છે. પોતની જવાબદારીઓથી દુર ભાગી રહ્યો છે. દેશની સાચી સંપતિ યુવાધન  આજના આઝાદ ભારતમાં ફરી પાછું ગુલામ બની રહ્યો છે,  ઈન્ટરનેટનો ગુલામ, કેફી દ્રવ્યનો ગુલામ ખરેખર આપણા સહુ માટે આ ચિંતાનો વિષય છે. દુનિયાના દેશો સાથે કદમ મિલાવી દેશના વિકાસ માટેની જવાબદારી આ યુવા વર્ગને નિભાવાની છે. પરંતુ કોઈક ને કોઈક વ્યસનમાં ફસાયેલો યુવાન  જવાબદારી નિભાવ શકશે ખરો ?

આજની પરિસ્થિતિ જોતા કહેવું પડે કે યુવાનોએ જાગૃત થવાની ખુબ જરૂર છે. દેશના તેમજ સમાજના વિકાસમાં સહભાગી બની સાચી દિશામાં આગળ વધવાની જરૂર છે.
આજના આ ફેસબુક ને વોહટસેપના સમયમાં  યુવાનોને ઈન્ટરનેટ પર હજારો મિત્રો હશે પણ ઈન્ટરનેટની બહાર કોઈકને રૂબરૂ મળવાનું પણ ગમતું નહી હોય, એમને એવું લાગતુ હશે કે બધું જ કામ સોસીયલ નેટવર્ક પર થતુ હશે. પણ ખરેખર તે તેમની ભુલ ભરેલી માન્યતા છે

જેના કારણે આજે સંબંધોનું તો કોઈ મુલ્ય જ નથી રહ્યું, રોજના હજારો મેસેજની આપ-લે હોવા છતા પણ એકબીજા સાથે આત્મનિયતા જોવા મળતી નથી બસ એક ફોર્માલીટી સમજી દરરોજ વાતચીત કરતા હોય છે. આત્મનિયતા જેવું કશું લાગતું નથી. બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, સ્કુલ – કોલેજ, રોડ રસ્તા કોઈપણ જગ્યાએ બસ યુવાનો મોબાઈલમાં ડુબેલા જોવા મળે છે. એટલે આજે ઈન્ટરનેટના વધુ ઉપયોગના કારણે યુવાનો તણાવ અનુભવી રહ્યાં છે. એટલે એવું લાગે છે કે સોસીયલ સાઈટનો સદઉપયોગ કરતા દુરઉપયોગ વધારે થાય છે અને જેના કારણે કેટલાય જીવનો અંધકારમય બની ગયા અને હજું કેટલાક બની રહ્યાં છે. હકીકતમાં તો આ સોસીયલ સાઈટો એકબીજાથી નજીક નહી પણ એકબીજાથી દુર લઈ જઈ રહી છે. આજે દેશની બદલાતી પરિસ્થિતિમાં જાતિવાદી-જ્ઞાતિવાદએ માથું ઉંચકી રહી છે ત્યારે યુવાનોએ તેની ઉપર જઈ  એક આગવી ઓળખ ઉભી કરવાની છે. રાજકારણમાં યુવાનોએ આવી દેશના વિકાસને સાચી દિશા બતાવવાની જરૂર છે. આપણી શિક્ષણ વ્યવસ્થા શિક્ષિત બેરોજગાર કે પાચ, દસ કે પંદર હજારના પગારદાર  પેદા કરતી ફેક્ટરી છે. આજના યુવાનને એવા શિક્ષણની જરૂર છે જે વ્યાવહારિક શિક્ષણ આપી શકે,  પરિસ્થિતિમાં સામનો કરતા શિખવે, માનવતાના પાઠ શિખવી શકે, માનવી જીવનનું મહત્વ સમજાવી શકે અને  જો એમ નહી થાય તો માણસો એકબીજાના અંદર અંદર દુશ્મન બનીને સમગ્ર દેશને નુકસાનકર્તા થઈ શકે છે. જાગૃત નાગરિકો તરીકે આપણાં સહુની જવાબદારી છે કે યુવા શક્તિને યોગ્ય માર્ગ અને યોગ્ય દિશા તરફ વાળીએ નહી તો ભવિષ્યમાં આવનાર પેઢીને નુકસાનીથી કોઈ નહી બચાવી શકે અને તેના જવાબદાર આપણે હોઈશું.નેલ્સન પરમાર

Nelson Parmar 1“નવચેતન”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

૭૮૭૪૪૪૯૧૪૯

વિધાર્થી ટી.વાય.બી.એ. (હીસ્ટ્રી) એ.એસ.પટેલ આર્ટસ કોલેજ, બોરીયાવી (આણંદ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.