આજે પ્રિન્સ ચાર્લ્સ-મેગનના શાહી લગ્ન: મુંબઈના પરિવારને આમંત્રણ
લંડન: બ્રિટનના શાહી પરિવારના પ્રિન્સ હેરી અને મેગન માર્કલનાં લગ્ન શનિવારે થશે. શાહી પરિવાર દ્વારા જણાવ્યાનુસાર આ શાહી લગ્નમાં મેગનના પિતા થોમસ માર્કલ હાર્ટ સર્જરીના કારણે હાજર નહીં રહી શકે. તેથી હેરીના પિતા પ્રિન્સ ચાર્લ્સ મેગનના પિતા તરીકેની તમામ વિધિઓ કરાવશે. બીજી તરફ પ્રિન્સ વિલિયમ નાના ભાઇ પ્રિન્સ હેરીના બેસ્ટ ફ્રેન્ડની ભૂમિકામાં રહેશે. લગ્નમાં 1 હજારથી વધુ મહેમાનો હાજરી આપશે. દુનિયાભરના 40 રાજાઓને આમંત્રિત કરાયા છે. ચર્ચની અંદર મુખ્યત્વે 10 જ રાજાઓ રહેશે, જેમાં એલિઝાબેથના ફાધર હેનરી આઠમા અને જ્યોર્જ છઠ્ઠા પણ હશે.
37 વર્ષ બાદ ઇતિહાસનું પુનરાવર્તન, મુંબઇનો પરિવાર પહોંચ્યો
શાહી લગ્ન માટે મુંબઇના એક પરિવારને વિશેષ આમંત્રણ મળ્યું છે. 38 વર્ષની બિયંકા લૌજદો, એલન માટે આ કોઇ સપનું સાકાર થવા બરાબર છે. બંને 10 વર્ષના પુત્ર સાથે લંડન પહોંચી ગયાં છે. 1981માં એલન 2 વર્ષના હતા ત્યારે પિતાને પ્રિન્સ ચાર્લ્સ અને ડાયેનાનાં લગ્નમાં હાજર રહેવાની તક મળી હતી. મેકઅપ આર્ટિસ્ટ બિયંકાએ જણાવ્યું કે 2011માં તે પ્રિન્સ વિલિયમનાં લગ્ન પ્રોફેશનલ કમિટમેન્ટ્સના કારણે એટેન્ડ કરી શકી નહોતી પણ આ વખતે શાહી લગ્ન કોઇ પણ સંજોગોમાં મિસ કરવા નથી ઇચ્છતી. હું આશા રાખું છું કે અમારી જેમ દીકરા હેડનને ભવિષ્યમાં પ્રિન્સ જ્યોર્જનાં લગ્નમાં મહાલવાની તક મળશે.