આધુનિક સમય, મહિલા અને સમાજ

Alpesh Parmar
Wjatsapp
Telegram

અલ્પેશ પરમાર

alpeshpaemar.512@gmail.com

કલમ કાગળ અને કર્મ

એજ છે મંચ જીવનનો મર્મ”

ભારતીય સમાજમાં ઈતિહાસથી જ આપણે જોતાં આવીએ છીએ ,સમાજમાં સમયાંતરે બદલાવ આવતા રહયા છે, એ પછી રૂઢિગત રિવાજના હોય ,જાતિ અને રંગના ભેદભાવ ના હોય કે પછી ટેકનોલોજી અને શિક્ષણ વિભાગમાં આધુનિકરણ ની વાત હોય, વહેતા સમયની સાથે ,માનસિક વિચારમાં પણ બદલાવ લાવવો એટલો જ જરૂરી છે જેટલો ખેતરમાં ખેડ પછી પાકની વાવણી કરીને જતન કરવુ પડે એમ !!

મિત્રો આપણે સો સારી રીતે જાણીએ છીએ કે દેશ અને સમાજમાં બદલાવ આવવાની પાછળ અનેક ક્રાંતિ જવાબદારી છે, પછી એ ભલે કોઈ પણ વિભાગમાં કેમ ના હોય!!
દેશ અને સમાજમાં આવેલા વિકાસની સાથે બદલાવમાં પુરુષો ઉપરાંત મહિલાઓ નો પણ એટલો જ ફાળો રહ્યો છે, દિકરીને અનદેખી કરીને એને દબાવી ના શકાય, એનામાં હજારો શક્તિઓ પડેલી હોય છે બસ જરૂર છે!તો માત્ર, યોગ્ય તકની, યોગ્ય સમય અને સંજોગોની, અને આ બધું દિકરીના મા-બાપ દિકરીને પુરુ પાડી શકે છે!!!

આજના સમયમાં દિકરીઓને જ્યાં જ્યાં તક મળી છે ત્યાં તેમને સમાજ, કુટુંબ અને પોતાનું નામ રોશન કર્યું જ છે, બસ એમને જરુર છે તો માત્ર હુંફ,તક, સ્વમાન, સમય,અને પુરુષ સમકક્ષ સમાનતાની !!બસ આટલું જ જરૂરી છે એક કૂમળા ફુલ ને ખીલવા માટે, એને એકવાર તમે સારા સંસ્કાર અને શિક્ષણનુ સંચાર કરી જોવો એ પંખી ની જેમ જાતે ઉડતાં શિખિ જશે, એ પછી કોઈની ગુલામ નહિ રહે, ચાહે એ પતિ, કુટુંબ, રૂઢિચુસ્ત સમાજ, કે પછી બદલાતો સમય કેમના હોય!!

એકવીસમી સદીમાં પણ શિક્ષણ માટે પ્રોત્સાહન પેટે દિકરી, દિકરાના સમાનતા ની વાત કરવી પડે, એ એક શરમજનક કહેવાય કારણ! આજે વિશ્વ કયાં નિકળી ગયું, દેશ કયાં નિકળી ગયો અરે સમાજમાં દિકરી પર જાતજાતના નિયમો થોપી દેનાર લોકોના સમુહ ની દિકરીઓ પણ કયાં પહોંચી એ વિચારો, એ લોકો એ કયારેય પાછળ વળી ને નજર નાખી નથી, હા આપણે નજર પાછળ નાખવાની છે પણ પરિસ્થિતિ ઓનો ખ્યાલ નિકાળવા માટે અને સમાજ બંધુઓ ને ઉજાગર કરવા ,નહીં કે ફરીથી એજ પરિસ્થિતિમાં આળોટવા માટે!! બસ જરૂર છે તો એ સદીઓ સુની માનસિક ગુલામી અને આળસને ખંખેરવાની, પછી લાગી જાઓ દિકરી અને દિકરામાં સંસ્કાર અને શિક્ષણનુ સિંચન કરવામાં, અમે વેકેશનમાં શિક્ષણ જાગૃતિ ના ભાગરૂપે સમાજમાં મુલાકાતે જઈએ ત્યારે ઘણાં લોકોને કહીએ ભાઈ અને બહેન ભણે છે??? તો હસતાં હસતાં કહે હા દિકરો શહેરમાં ભણે છે અને દિકરી 12 પછી હવે ઘરે જ છે, સાહેબ સમય બદલાયો ને એટલે શહેરમાં ના મૂકી!! બસ કહેવાનું એજ છે કે સમય તો બદલાતો જ રહેશે પણ બદલાતા, વહેતા સમયની સાથે આપણે વિચારો બદલવા પડશે, અને એ પણ પેલી વહેતી નદી જેમ પાણી બદલે એમ, સમય બદલાય એજ તો ક્રાંતિ ની ચાવી છે, તમે પાયા માં સારા સંસ્કાર આપો પછી એને ખુલ્લી રીતે ખિલવા દો પછી જુઓ એની સફળતાની સુવાસ ક્યાં સુધી પહોંચે છે એ!!!!

અત્યારે સમાજમાં એવા દ્રષ્ટાંત છે કે જેમને સમાજ શું કહેશે, લોકો શું કહેશે, એ વિચાર્યા સિવાય દિકરીઓમાં સંસ્કાર અને શિક્ષણ નુ સિંચન કરયુ, what people say it’s doesn’t matter એ ભાવના હોય ,ટીકા અને બોઝ ઝિલવા ની શક્તિ હોય એ જ કરી શકે છે બદલાવ અને એટલે જ આજે એમની સફળતાથી ઘરમાં રોશની ઝળહળે છે, એની વાત કરુ તો મારા એક  મિત્ર  રાજશ્રી દસમાં ધોરણમાં 89%, 12 માં 80% B.sc maths 71% અને હમણાં બી.એડમાં 90% , હા તમે સાચું જ સાભળ્યુ 90% લાવ્યાં.

બીજું એક ઉદાહરણ નિતાબેન કે જે  એગ્રીકલ્ચરના એમ.એસ.સી ના અભ્યાસ ની સાથે GPSCનું વિચારે ને અને એમાં પ્રથમ પ્રયત્નમાં પાસ પણ થાય, કૂમારી વિમલ શાહ કે જે ફાર્મસીના અભ્યાસની સાથે UPSCની તૈયારી કરે અને પછી એ  IRSમાં સિલેક્શન થાય, આ ઉપરાંત પણ સમાજમાં અનેક ડોકટર, વકીલ, એન્જિનિયર, વૈજ્ઞાનિક સંશોધન જેવા વિભાગમાં પણ નામ ઉજાગર કરયુ છે , અને ડૉ.બાબાસાહેબનુ સપનું સાર્થક કરવાનાં પુરતા પ્રયત્નો કરે છે !!

મિત્રો કહેવાનો મારો અહીં મર્મ એજ છે કે આપણે દિકરી, દિકરા માં ભેદભાવ ના રાખતા, સમાન શિક્ષણ આપી, સમાન તક, સમાન સ્વમાન, સમાન સમય અને સમાન હૂંફ આપીને દિકરીને પણ ગુલાબ ની પાખડીની જેમ ખિલવા દઇએ, વિકસવા દઇએ, સાથે સંસ્કાર થી સુસંસ્કૃત કરીએ પરિણામે દિકરી એક નહિ બે ધર ઉજાગર કરશે, બસ એને ખિલવા દો,સાથે એની શક્તિને જાગવા દો.

“થાક્યા પિતા પણ યુવાન થઈ જાય છે સાહેબ,
જયારે કાનમાં પપ્પા અવો શબ્દ અથડાય છે!!!”

-એ.પી.પાલનપુરી!

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. Francis says:

  समाज माटे “ंशरुआत” सरस छे आपका. धन्यवाद.
  भणतर ५८ वरस नाेकरी आपे. नाेकर बनावी रांखे,
  मालिक बनी अेनटरपिनयाेर तरफ ँसमाज ने समज मणी रहे अे दिशा तरफ कई करी सकाय?

 2. jitu dinguja says:

  સરસ આર્ટિકલ … દીકરીઓ ને મજબૂત બનવામાં મહિલાઓ વધુ સહકાર આપે એ સરાહનીય છે. જે કોઈ ઘરમાં બહેન દીકરીઓ સવાયા દીકરા જેવી હશે એ ઘર માં મહિલાઓ નું ખુબ મોટું યોગ દાન હશે. જ્યાં ઘરની મહિલાઓ જ દીકરીઓ માટે કડક નિયમો બિહામણી સલાહો આપી ને સલામતી ની આડમાં દીકરીઓ ના વિકાસ ને અટકાવશે ત્યાં કોઈ સફળ કન્યા ના કદમ ઘર માંજ રૂંધાઇ જશે.
  જીતુ ડીંગુજા

Leave a Reply

Your email address will not be published.