આપણાંથી શું વિસરાઈ ગયુ?

ભારત નો સેંકડો વર્ષો નો ઇતિહાસ ગવાહ છે કે આપણા બુજુર્ગો અને આપણી ખાનકાહો મા બધા જ ધર્મ ના લોકો હાજરી આપી ને પોતાની આસ્થા અને લાગણી ને દર્શાવતા રહયા છે.સૂફી-સંતો પાસે આવી ને પોતાના દુખ અને તકલીફો ને જણાવી ને પોતાને સમર્પિત કરતા આવ્યા છે. ભલે પોતે બીજા ધર્મ ના હોવા છતા પણ અે મુસ્લિમ સંતો ની સેવા,વ્યવહાર અને નિખાલસતા જોઈ ને ઈસ્લામ અને સૂફી-સંતો થી આકર્ષિત થતા હતા.
સૂફી-સંતો પણ એમના સાથે ભેદભાવ રાખ્યા વગર જરૂરી એવી મદદ કરતા અને અલ્લાહ ને મનાવતા અને જ્યારે લોકો ને ફાયદો થઈ જતો તો લોકો નુ ઈસ્લામ અને સંતો પ્રત્યે વધુ યકીન મજબૂત થતુ.
કૂફ્ર ના અંધારા મા હોવા છતા પણ એ લોકો કેમ ઈમાન ની રોશની ને પસંદ કરતા હતા?કેમ આપણા સૂફી-સંતો થી નજીક રહેતા હતા?કેમ પોતાના પ્રશ્નો ને ખાનકાહો મા લાવતા હતા?
અને ઘણા લોકો સત્ય ને સ્વીકારી ને તૌહીદ નો પ્યાલો પીય ને દુનિયા અને આખિરત નો ફાયદો લેતા હતા. વિચારવાનો વિષય તો છે જ ને કે આપણા બૂજૂર્ગો પાસે શુ હતુ અને આપણે શુ છોડી દીધુ? અને આજે આપણો હાલ જુઓ કે આજ ના સમય મા મુસલમાન થી બીજા ધર્મ ના લોકો ને કેટલી નફરત અને કેવા ષડયંત્રો થાય છે?
કેમ આજે કોઈ ગૈર મુસ્લિમ આપણી વાતો સમજવા કે આપણા મસ્જિદ ના ઇમામ કે ધાર્મિક સજ્જન સાથે બેસવા કે પોતાના પ્રશ્નો કેહવા પણ તૈયાર નથી?
પહેલા જ્યારે નાના છોકરા બિમાર પડતા તો એની માઁ મસ્જિદ ની બહાર ઊભી રેહ્તી છોકરા ઓ ને લઈ ને કે કોઈ અલ્લાહ નો નેક બંદો હાથ ફેરવી આપે કે પાણી આપે તો એ સાજો થઈ જાય.આપણી મસ્જિદો ની બહાર લાઇન લગતી હતી બીજા ધર્મ ના લોકોની. કેવી અડગ શ્રધ્ધા અને આસ્થા આપણા બૂજૂર્ગોથી?
અને આજે આપણે જો કોઈ ને સારૂ જમવાનુ પણ આપીયે તો એને લોકો શંકા થી જુવે છે અને આપણા પર વિશ્વાસ ન કરી ને સ્વીકૃત નથી કરતા. એવુ કેમ? છૂટી શુ ગયુ આપણાથી? એ તફાવત શુ છે? આપણે ભૂલી શુ ગયા?કાલ સુધી આપણી મસ્જિદો અને ખાનકાહોથી આકર્ષીત રેહનાર ગૈર મુસ્લિમ આજે દૂર કેમ ભાગે છે?આપણા ધાર્મિક વિધ્વાનો થી નફરત કેમ કરે છે?
શુ ભૂલાઈ ગયુ અને શુ ત્યજીત થય ગયુ?
મારા મત મુજબ એ તફાવત સેવા અને પવિત્ર વ્યવહાર નો છે, નિષ્ઠા અને નિખાલસતા થી કરેલ કાર્યો નો છે. ભેદભાવ વિના કરેલ આચરણ નો છે. એ તફાવત સાચા અર્થ મા કરેલ ખુદાની બંદગી અને આત્મ જ્ઞાનનો છે. અને તફાવત સાચા અર્થમા મુસલમાન હોવાનો છે. એ તફાવત ત્યાગ, કષ્ટ અને નમ્રતાનો છે. એ તફાવત સૂફીવાદની તાલીમનો છે. અને સહુ થી મોટો તફાવત રુહાની ભૂમિકા અને રુહાની સિદ્ધીઓ નો છે જે આજે ભૂલાઈ ગઈ છે.
એ સૂફી સંતો સાચા અર્થ મા મુસલમાન હતા કે જેઓ ખાલી શબ્દો ની રમત મા રમી ને હવાલા ની આડ મા પોતાને મોટા બતાવા ના આગ્રહી ના હતા. ગૈર મુસ્લિમો પાસે જઈ ને પ્રેમ, સેવા અને સારા વ્યવહારથી ભેદભાવ વિના આચરણ કરતા જેથી સત્ય માર્ગ બતાવવાની જરૂર પડે એ પહેલા જ લોકો સત પુરુષને જોઈને જ સત્ય ઓલખી જતા. નહી તો પહેલા કરતા આજે મસ્જિદો પણ વધુ છે અને પ્રચારના માધ્યમો પણ ઘણા છે.
પહેલા તો આજના સમય જેટલી ના મસ્જિદો હતી કે ના આરામદાયી સંસાધનો કે ના આજના સમય જેટલી ઇસ્લામી મિલકત હતી.
કેટલે દૂર દૂર સુધી જવુ પડતુ હતુ ધાર્મિક જ્ઞાન લેવા માટે કેટલાય દિવસો ની મુસાફરી કરવી પડતી હતી.
તે છતા પણ તેઓ ચોટી પર હતા અને આજે આપણા પાસે તમામ માધ્યમો અને સગવડો સાથે હોવા છતા પણ કેમ ઇજ્જત સાથે સમ્રુદ્ધી ના શિખર પર નથી?આ જ બધુ તો વિચારવાની જરૂર છે આજે.જે પ્રાપ્ત થયુ એ કેમ થયુ અને જે છીનવાઈ ગયુ એ કેમ છીનવાઈ ગયુ એ બાબત પર વિચાર કરી ને જો ઉપાય શોધવામાં આવે તો કયારેય ઇતિહાસ ઉંધો ના થાય.
તૌહીદ એ ખાલી મુખથી બોલવાનો વિષય નથી પણ અનુભવવાનો વિષય છે. જેનુ ઊંડાણ મા વર્ણન તસવ્વૂફ ના પુસ્તકો મા થયેલ છે.
એ જ તફાવત ના લીધે તો ભારત મા ગરીબ નવાજ ર અ એ લખો લોકો ને તૌહીદ નો પ્યાલો પિવાડ્યો પણ કોઈ રમખાણો ના થયા હતા. એ જ પવિત્ર ભૂમિકા અને આચરણ ના તફાવત ના લીધે એલાન એ નબૂવ્વત ના પહેલા પણ લોકો હજરત પયગમ્બર (સલ્લ્લાહો અલયહિ વસલ્લમ-)સાહેબને સાચા અને અમાનતદાર કહેતા હતા.એટલે જ તો ત્યાર બાદ 23 વર્ષ ના ટૂંકા પવિત્ર જાહીરી જીવન ના સમય મા જ ઈસ્લામ નો પ્રસાર અને પ્રચાર સમગ્ર વિશ્વમા થઈ ગયો.
જયા સુધી ઇસ્લામ ની અસ્લ એવુ તસવ્વૂફ, સૂફીવાદનુ ફરીથી શિક્ષણ આપીને અનુસરણ નહી કરવામા આવે ત્યા સુધી શાંતિ અને સત્યનો માર્ગ મોકળો નહી થાય. આજે પણ પહેલા જેવી એકતા અને ગૈર મુસ્લિમની મુસ્લિમ સંતો પ્રત્યે ભાવના જોવા મળે છે. ખાનકાહો અને પીરો પ્રત્યે. એનુ એક જ કારણ છે કે બૂજૂર્ગોના સૂપૂત્રો એ સૂફીવાદની પરમ્પરાને જાળવી રાખી છે અને એમના પૂર્વજો એ બતાવેલ રસ્તા પર પોતાના અડગ પગલા મૂકી રાખ્યા છે.
નહી તો એવી એકતા અને ગૈર મુસ્લિમની ભાવના ખાનકાહો, પીરો અને ખાનકાહી લોકો પ્રત્યે જે જોવામા આવે છે એ બીજે ક્યાય જોવામા ખાસ નથી આવતી. સત્ય અને શાંતિ નો માર્ગ એ જ ઇસ્લામ.અને આ માર્ગ ખૂબ જ તપસ્યા,ભૂખ,તરસ અને જંગલો મા રાત દિવસ મહેનત કરી ને ફેલાયો છે તો આપણને કોઈ હક નથી કે a/c ના રૂમ મા રહી એ ઉત્તમ ખોરાક ખાઈને એને સંકુચિત કરવાનો. હજરત પીર ડો.મતાઉદ્દીન ચિસ્તી પીરઝાદા સાહેબ કહે છે,
21 મી સદીમા વાસ્તવિકતાથી વિખૂટા પડેલા માનવીને પુનઃ વાસ્તવિકતાથી જોડવાનો સેતુ એટલે જ સૂફીવાદ.
વધુ મા કહે છે કે,
સૂફીવાદ કોઈ વ્યવસાય કે વ્યાપાર નહી, પરંતુ પવિત્ર વ્યવહાર છે.
પ્રેમ અને ભેદભાવ વિનાના સૂફીવાદના પવિત્ર વ્યવહારનો મર્મ સમજાવતા મહાન સૂફી સંત હજરત ખ્વાજા મોઇનુદ્દીન ચિસ્તી ર અ કહે છે કે,
*સૂફીવાદ એ ખૂબ જ ચીવટ થી કંડારેલ નૈતિક મૂલ્ય પર આધારિત એક આધ્યાત્મિક વિચારધારા છે કે,જેને ખુદા એ બનાવેલ દરેક જીવ ને અનુલક્ષીને મનુષ્ય ના સુખ અને શાંતિ માટે અનુકૂલન કેળવીને અનુસરણ કરવુ જ રહ્યુ.
અલ્લાહ આપણા બધા ને સાચા મુસલમાન બનાવે અને દરેક સાથે પ્રેમ અને શાંતિ થી રહેવાની તૌફિક આપે.
ક્યારેય પણ બુરાઈ અને નફરત નો બદલો નફરત અને બુરાઈ થી ના આપશો એ જ ઇસ્લામિક તાલીમ છે કેમ કે સૂફી એ છે,કે જ્યારે એનો વ્યવહાર ખુદા સાથે હોય તો મખ્લૂક વચ્ચે ના આવે અને જ્યારે એનો વ્યવહાર મખ્લૂક સાથે હોય તો નફ્શ વચ્ચે ના આવે.
માલિક બધા ને ખુશ રાખે અને સત્ય ના માર્ગ પર કાયમ રાખે એ જ દુઆ.
સિરહાન કડીવાલા
ગુલામે ચિશ્તી
8200859848
sirhankadiwala@yahoo.com