કૉંગ્રેસની કબર કોણે ખોદી?

Wjatsapp
Telegram

કોગ્રેસનો ઢંઢેરો પીટતા અને ખુદને દેશની સર્વોપરી દૂધથી ધોયેલી પાર્ટી કહેવાવાળા આદરણીય કોગ્રેસીઓને કહેવા માંગુ છું કે મે જે અભ્યાસ અને વાંચન કર્યું છે એ પ્રમાણે, મને વ્યક્તિગત રીતે ૧૯૮૦ પછી કોગ્રેસમાં એવું કઈ વિશેષ જોવા નથી મળ્યું. પગ પર કુહાડી મારવાની અને પારંપરિક રાજનીતિનો દૌર ત્યાંથી શરુ થયો ને સ્વાર્થ, લાલચ અને અહંકારપણારુપી ગંદી રાજનીતિએ સમય આવતાં કોંગ્રેસને એની મહત્વતા બતાવી દીધી. કારણ કર્મનો સિદ્ધાંત ચુક્યા..

જે નેતા પોતાના દેશ પ્રત્યેની ભાવના,લાગણી ભૂલી જ્યારે અંગત વિકાસમાં રાચવની ઝંખના કરે છે સમજી લેવું એનું પતન નિશ્ચિત છે મારો નહીં કુદરતનો નિયમ છે.. માફ કરશો શ્રધ્ધા દરેકનો વ્યક્તિગત વિષય છે પરંતું જ્યારે મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં જઈએ એ દરમિયાન જ કેમ ધાર્મિક અને ભલા માણસ થઇ જઈએ છીએ. થોડી મિનીટો માટે અને બહાર નિકળી, એના એ જ. એ મંદિર, મસ્જિદ,ગુરુદ્વારા કે ચર્ચમાં બેઠેલો ભગવાન,અલ્લાહ,જીસસ આપણા પર હસતો નહી હોય કે અયે આવી ગયા મને મૂર્ખ બનાવવા.. થોડી વાર મને મૂર્ખ બનાવશે ને બહાર જઈને દુનિયાવાળોને.. તો ધર્મની વાત જ ક્યાં રહી આ તો પોતાને સર્ટિફિકેટ અપાવવા ડોળ કરીને ખુદ જ પ્રમાણિકતા પુરવાર કરી લોકોનો ઉપયોગ કરી નિજી સ્વાર્થ ખાતર બધુ નેવે મૂકી દેવામાં આવે છે. નાગરિક ધર્મ માનવતાનો સાચો ધર્મ નહી બજાવવામાં આવે ત્યાં સુધી ખાલી પ્રાર્થના, નમાઝથી કશું નહી થાય. માનવી માનવ બને તોય ઘણું.

મુળ વાત અટકી ગઈ હતી. ૧૯૮૦ પછી જે જે કોગ્રેસીઓ આવ્યા, એમાં સારા અને નેક પણ હશે. પણ, એમનું પ્રમાણ નહિવત. એના કારણે જે વોટબેંક ખાતર ખેલ કોગ્રેસની નેતાગીરીએ ખેલ્યો એનાથી એ જ કર્મનું કાળ ચક્ર ફરવાનું શરુ થયુ ને ૨૦૧૪ માં એમની ઔકાત શુ છે એ બતાવી દીધી.. અને સમય દરેકને તક આપે છે. એ પ્રમાણે ૨૦૧૪માં ભાજપને એ તક આપી. લોકોને વિકાસનું મોડલ બતાવી ભ્રમમાં નાખી અત્યારે શિક્ષા, સ્વાસ્થ્ય, ખેતી દરેક જગ્યાએ એમના જ સરકારી આંકડા પ્રમાણે નિષ્ફળતા દર્શાવી રહી છે. ગમે તેટલા ધમપછાડા કરો, પૈસા ખર્ચો, તાયફા કરો, પણ કાળ ચક્ર અને કર્મનો સિદ્ધાંત બહુ જ મજબુતાઈથી એનુ કામ કરતું આવ્યું છે. કેટલાય અચ્છા અચ્છા ગયા અને નવા આવ્યા. કુદરત કોઈનું પણ સગાવાદ, લાગવગ, લાગણી, ગાંડપણ ચલાવતી નથી.. એને તો સત્યતા પર ઉણા ઉતરેલા પર ન્યાય કરતાં જ આવડે છે.. ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધી એ યુવાનોની મોટી મોટી વાતો જ્યાં જાય ત્યાં કરે છે, ક્યા યુવાનો તમે હાથ બત્તી લઈ ને શોધવા નિકળ્યા? એ જ જુના અને ખુરશીઓ પર ચોટી ગયેલા, બીજાઓને આગળ ન આવવાની વૃત્તિમાંથી બર આવવું પડે અને રાજાશાહી, જાહોજહાલી અને દેખાવો છોડી દેવા પડે. દરેક ગામડે નાનામાં નાના માણસ જોડે મળી એમને મળીને સાથે મળી દેશના વિકાસ માટે સહિયારા પ્રયાસનો વિશ્વાસ જગાડવો પડે. આ તો જીલ્લામાં કોઈ નેતા આવશે તો ગણાગાંઠ્યા ચાર પાંચ ભમરાઓ આજુબાજુ કોર્ડન કરી લેશે ને વીઆઈપી વાતાવરણ બનાવી લેશે.. અરે તમે કઈ લખાઈને નથી આવ્યા જનતાની સેવા કરવાની છે. આ કલ્ચર ખતમ થવું જોઈએ. કયો એમપી કે એએલએ જીત્યા પછી તમારા વિસ્તારની મુલાકાતે આવ્યો કે તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવ્યા. આ તો બધા મોટા પંડાલો અને સત્તાના નશાના આદિ થઇ ગયેલા છે. શેરી, મહોલ્લા, ગામડે-ગામડે, શહેરે શહેરે એવા લોકોની શોધ શરુ કરી દો અને એમને ચુંટણીઓ લડવા માટે દબાણ, મહેનત કરો..

સાચો નાગરિક ધર્મ નિભાવવાનો સમય પાકી ગયો છે.. છોડો આ સ્વાર્થી લાલચુ અહંકારી નેતાગીરી અને નેતાઓને, ક્યાં સુધી એમના પર નિર્ભર રહેશો? પોતાની નેતાગીરી પોતાનો ભરોસો પોતાનું ગૌરવ ઉભુ કરો જાતિ, ધર્મ, વર્ગ ઉપર માત્ર રાષ્ટ્ર અને રાષ્ટ્રભાવના ખાતર..

જય હિંદ..
જય જય ગરવી ગુજરાત..
આભાર.. 💐 🙏

Hidayat Khanહિદાયત ખાન (કુંભાસણ)
૯૮૯૮૬૭૮૩૭૮

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Jitu says:

    બહું સરસ

Leave a Reply

Your email address will not be published.