કોરેગાવ નો ઇતિહાસ

Bhima-Koregaon-2
Wjatsapp
Telegram

પુણે ના કોરેગાવ માં જે ઘટના બની જેમાં દલિતો દ્વારા જે શૌર્ય દિવસ મનાવવામાં આવ્યો હતો ત્યાં કેટલાક બીજા સંગઠનો અને દલિતો વચ્ચે ઘર્ષણ થયું. તેમાં એક વ્યક્તિ નું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. કોરેગાવમાં માનાવવામાં આવેલ શૌર્ય દિવસ નો ઇતિહાસ આ પ્રમાણે છે..

દક્ષિણ ભારત માં એક સમયે “બ્રાહ્મણ વાદ” તેની ચરમ સીમા પર હતો. ત્યારે દક્ષિણ માં ચાર વર્ણો ની જગ્યા એ ફક્ત “બ્રાહ્મણ” અને “બ્રહ્મણેતર” બે જ જાતિઓ ને સવર્ણ માનવામાં આવતી હતી. જે બ્રાહ્મણ ન હોય તે બધા ને શુદ્ર માનવામાં આવતા હતા. આ બ્રહ્મણવાદ એટલે સુધી આગળ વધી ગયો હતો કે વિજયી મુસલમાનો સામે ટક્કર જીલનારા મરાઠા રાજ્ય ના સંસ્થાપક છત્રપતિ શિવાજી રાવ ભોંસલે ને પણ “શુદ્ર” કહી ને પુના ના બ્રાહ્મણોએ તેમનો રાજ્યભિષેક કરવા માટે ઇનકાર કર્યો હતો. ત્યાર બાદ શિવાજી રાવ ના બનાવેલ પેશ્વા પ્રધાનો એ જયારે છળકપટ થી બ્રહ્મણીયા રાજ્ય ની સ્થાપના કરી ત્યારે શુદ્ર શોષણ અને અત્યાચારો ની કોઈ સીમા રહી નહીં. ઇતિહાસ માં આ કિસ્સો પણ પ્રચલિત છે.

બાબા સાહેબે પોતાના એક ભાસણ માં કહેલું કે,’પેશ્વા ઓ ના શાસન માં મહારાષ્ટ્ર માં જો કોઈ સુવર્ણ હિન્દૂ સડક પર ચાલી ને જઈ રહ્યો હોય તો તે સડક પર કોઈ અછૂત ને ચાલવાનો અધિકાર ન હતો. જેથી તેણી છાયા થી કોઈ હિન્દૂ અપવિત્ર ના થઇ જાય. અછૂત ને પોતાના કાંડા માં એક કાળો ધાગો બાંધવાની આજ્ઞા હતી જેથી તેને કોઈ ભૂલ થી પણ સ્પર્શ ના કરે. પેશ્વાઓ ની રાજધાની પુના માં એવી આજ્ઞા હતી કે અછૂતો કમરે જાડું બાંધી ને ચાલે. આનો આશય એ હતો કે તેના ચાલવાથી ભૂમિ પર તેના પગલાં ની જે છાપ પડે છે તે ભૂંસાઈ જાય. તેથી કોઈ સુવર્ણ ના પગલાં તેના પર ના પડે. પુના માં અછૂતો ને ગળા માં માટી ની કુલડી લટકાવી ને ચાલવું પડતું હતું. જેથી જયારે તેમને થુકવું હોય તો તેમાં થુકે. મલબાર માં બ્રહ્મણવાદ ની એ અસર હતી કે ત્યાં કોઈ અછૂટ પોતાનું ઘર પણ ઊંચું ના બનાવી શકે. તેઓની સ્ત્રી ઓ ને ફક્ત કમર સુધી જ કપડાં લપેટી ને ચાલવા માટે બંધાયેલી હતી. છાંતી અને જાંગ તેઓ ને ખુલ્લી રાખવી પડતી હતી કારણ કે બ્રાહ્મણો તેઓ ને પશુતુલ્ય સમજતા હતા. અને આ બધા વિસ્તારો માં “મહાર” જાતિ ના અછૂતો રહેતા હતા.

Bhima-Koregaon-3કોરેગાવ માં 1818 માં બાજીરાવ પેશ્વા અને ઇસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે યુદ્ધ થયું હતું. જેમાં પેશ્વા ઓ નો પરાજય થયો હતો.( એક વાત અહીંયા ઉમેરી દઈએ તો જ્યારે બ્રહ્મણવાદ તેની ચરમસીમા પર હતો તે પહેલાં ત્યાંની રાજ્ય સેનાની મહાર બટાલિયન માં અછૂતો ની પણ ભરતી કરવામાં આવતી પણ ત્યાર બાદ તે બંદ કરી દેવામાં આવી. તે સમયે અંગ્રેજો ભારત માં આવ્યા અને તેઓ એ મહાર બટાલિયન બનાવી અને તેઓ ની ભરતી કરી. અછૂતો ની ભરતી પેશ્વા દ્વારા બંદ કરી દેવાથી મહાર પ્રજાતિ ના લોકો ભૂખે મારવા લાગ્યા તેથી તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપની માં ભરતી થયા. આ પણ એક કારણ હોય શકે.)  તે વખતે પેશ્વા ની સેના માં 28000 સૈનિકો હતા,જેમાં 20 હજાર ઘોડેસવારો અને 8 હજાર ચાલતા સૈનિકો હતા. જયારે ઇસ્ટ ઇન્ડિયા કંપની પાસે ફક્ત 834 સૈનિકો જ હતા. પેશ્વા ના સૈનિકો માં આરબ,ગૌસાઇ અને મરાઠા જાતિ ના સૈનિકો હતા. જયારે કંપની માં મુખ્યત્વે મુંબઇ ઈંન્ફ્રેટી રેજીમેન્ટ  ના કમ સે કમ 500 સૈનિકો “મહાર” જાતી ના હતા. 31,ડિસેમ્બર 1817 માં લડાઈ ચાલુ થઈ  જેમાં પેશ્વા સેના નો પરાજય થયો અને બાજીરાવ પેશ્વા એ આત્મ સમર્પણ કર્યું. આ અંગ્રેજો નો મોટો વિજય હતો. તેની યાદ માં કોરેગાવ માં વિજય સ્તંભ બનાવામાં આવ્યો  અને 275 વીર સૈનિકો માંથી પસંદગી પામેલા 49 ના નામ કોતરવામાં આવ્યા જેમાં 22 મહાર જાતિ ના હતા.
આ સંદર્ભ માં એક બીજી પણ ઘટના પ્રચલિત છે. સાંભાજી મહારાજ નામ ના એક વ્યક્તિ મહાર જાતિ ના લોકો માં દેવતુલ્ય હતા. તેઓ ની પેશ્વાઓ એ હત્યા કરી હતી અને ત્યાર બાદ અછૂતો પર અત્યાચારો ખૂબ વધી ગયા હતા. તે સમયે અંગ્રેજો ભારત આવ્યા હતા. તે સમયે પેશ્વાઓ એ અછૂતો પર માર્શલ લો( સેનામાંથી લડવાની મનાય) લગાડવામાં આવ્યો હતો. મહાર જાતિ ના લોકો આ અત્યાચાર વિરુદ્ધ આંદોલન કરવાનું વિચારી રહ્યા હતા. ત્યારે મહાર જાતિ નો એક યુવક સિદ્ધનાક(નાગ) પેશ્વા પાસે જઈ ને માગણી કરી કે તેઓ અંગ્રેજો ની વિરુદ્ધ માં લડવા માંગે છે પણ જો તેમને તેમનું સન્માન અને હકો પાછા આપવામાં આવે. પરંતુ ત્યાં તેમનું અપમાન કરી ને કાઢી મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેઓ અંગ્રેજો ને મડ્યા અને તેમની સામે પણ આજ શરતો રાખી અને અંગ્રેજો માની ગયા. ત્યાંર બાદ તેઓ અંગ્રેજો તરફ થી પેશ્વા ની વિરુદ્ધ માં લડ્યા. અને અંગ્રેજો નો વિજય થયો.
તો કેટલાક ઈતિહાસકારોની આ લડાઈ અંગે જુદો મત છે. તેમનું માનવું છે કે, મહારોએ મરાઠાઓને નહિ, પરંતુ બ્રાહ્મણોને હરાવ્યા હતા. બ્રાહ્મણોએ છૂઆછૂટ દલિતો પર થોપી દીધી હતી. જેનાથી તેઓ નારાજ હતા. જ્યારે મહારોએ અવાજ ઉઠાવી તો બ્રાહ્મણો નારાજ થઈ ગયા હતા. આ કારણે મહાર બ્રિટિશ ફોજ સાથે મળી ગયા હતા. ઈતિહાસ પર નજર નાખીએ તો મહારો અને મરાઠાઓની વચ્ચે પહેલા ક્યારેય મતભેદો નથી થયા. મરાઠાઓનું નામ તેમાં લાવવામા આવે છે. કેમ કે, બ્રાહ્મણોને મરાઠાઓ પાસેથી પેશ્વાઈ છીનવી હતી. જેનાથી મરાઠા નારાજ હતા. જો બ્રાહ્મણ છૂતઅછૂત ખત્મ કરી દેતો તો કદાચ આ લડાઈ ન થાત.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. babubhai says:

    Aapne sahu maline yevi school ni sathapna kariye jema Keval teacher nej pagar aapvo pade ane aapne malipan jase yeva loko karnke paisa na aapisakta hovathi govt ma na lagisakiya hoy Pan yeloko thi pan saru bhanavi sakta hoy to aapne aava loko ne goti new school chalu karye sahuthi pahela hu aavvamate tyarchhu aa ladatmate I am Student of jawahar navodaya vidhyalaya surendranagar

Leave a Reply

Your email address will not be published.