રાફેલ ડીલ : પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી – ચોકીદાર છે કે ભાગીદાર છે?

Wjatsapp
Telegram

હમણાનાં દિવસોમાં આપણે એક શબ્દ સાંભળીયે છીએ ‘રફાલ ડીલ’ જે મુદ્દો અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન ઉભરીને બહાર આવ્યો. રફાલ એક લડાકુ વિમાન છે જે ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપની બનાવે છે. એનું બેકગ્રાઉન્ડ જોઈએ તો સને ૨૦૦૮માં યુપીએની સરકાર હતી એ વખતે કોન્ફીડન્સીયાલીટી ક્લોઝ અગ્રીમેન્ટ (ગોપનીયતા કરાર) પર હસ્તક્ષ થયેલ. જેમાં એવું નક્કી થયેલ કે જે માહિતી આ કરારમાં છે, એને ગુપ્ત રાખવામાં આવશે અને એનો ખુલાસો નહી કરવામાં આવે, આ બાબતને લઈને રાહુલ ગાંધીએ હમણાં થોડી ભૂલ જરૂર કરી છે એમણે કહ્યું કે આવો કરાર થયો જ ન હતો, ખરેખર થયેલ હતો. પરંતુ એ કરારમાં ક્યાંય એવો ઉલ્લેખ નહતો કર્યો કે ભાવનો ખુલાસો નહી કરવામાં આવે, એ કરારમાં માત્ર એવું લખેલ છે કે વિમાનમાં હથિયાર કયા હશે?, એમાં રડાર શું હશે? આવા સુરક્ષાને લઈને જે માહિતી છે જેને કારણે સુરક્ષામાં બાધા બની શકે એવી બાબતોને ગુપ્ત રાખવામાં આવશે. બાકી તમામ બાબતોને લઈને ફ્રાન્સના જ રાષ્ટ્રપતિએ કહ્યું છે કે ભારત સરકારને છૂટ છે જે માહિતી આપવી હોય આપી શકે છે.

સને ૨૦૧૨માં જયારે યુપીએની સરકાર હતી ત્યારે એરફોર્સે કહ્યું કે આપણા લડાકુ હવાઈ જહાજ જુના થઇ ગયા છે. નવા ફાઈટર વિમાન જોઇશે. એરફોર્સે  લગભગ ૧૨૬ લડાકુ વિમાનોની જરૂરીયાતની વાત કરી. તો એ સમયે યુપીએ સરકારે એનું ટેન્ડર બહાર પાડ્યું. ઘણી કંપનીઓએ ટેન્ડર ભર્યા અને છેલ્લે એવું માલુમ પડ્યું કે ફ્રાંસની ડસોલ્ટ એવિએશન કંપનીનો ભાવ સહુથી ઓછો છે. ઘણા દિવસો સુધી એનું નેગોશિએશન ચાલ્યું અને છેલ્લે ૨૦૧૪માં જયારે યુપીએની સરકાર સમજો કે જવાની અણી પર હતી એ વખતે નેગોશિએશન લગભગ પૂરું થઇ ગયેલ હતું અને નક્કી પણ થઇ ગયેલ હતું કે ૧૨૬ વિમાન રફાલ આપશે. ૬૦૦ કરોડથી ઓછી કિંમતનું એક વિમાન હશે. પૂરો સોદો ૬૦,૦૦૦ કરોડ આસપાસનો હતો. ૧૨૬માંથી ૧૭ વિમાન ફ્રાન્સથી આવશે અને બાકીના વિમાન હિન્દુસ્તાન એરોનોટીક્સ જે એક પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ કંપની છે, જે શરૂથી ભારતમાં એરફોર્સ માટે વિમાન બનાવે છે એ ફેકટરીમાં બાકીના વિમાન બનશે અને તેને રફાલ કંપની એની ટેકનોલોજી ટ્રાન્સફર પણ કરશે. ખાસ વાત એ છે કે આ ડસોલ્ટ એવિએશન કંપનીને ફ્રાંસની બીજી કંપની થેલીસ નામની જે સબમરીન પણ બનાવે છે, એને ખરીદી લીધી હતી અને વચમાં એને બ્લેકલિસ્ટેડ પણ કરી દીધી હતી, તો કાયદેસર રીતે રફાલને પણ બ્લેકલીસ્ટ થઇ જવું જોઈતું હતું. પણ ખૈર એના પછી ૨૦૧૪ પછી નવી સરકાર સત્તા પર આવી. ૨૫ માર્ચ ૨૦૧૫ના દિવસે રફાલ મતલબ ડસોલ્ટ કંપનીના સીઈઓ ભારત આવ્યા અને હિન્દુસ્તાન એરોનોટીક્સની ઓફીસમાં એક પ્રેસ કોન્ફરન્સ કરી કહ્યું કે જે પેહલી ડીલ છે ૧૨૬ વિમાનવાળી, એ લગભગ પૂરી થઇ ગયી છે અને તેઓ એના પર આગળ વધી રહ્યા છે. એ જ દિવસે બે નવી કંપની રજીસ્ટર કરવામાં આવે છે. એક અદાણી ડીફેન્સ એન્ડ ટેકનોલોજીસ અને બીજી રિલાયન્સ ડીફેન્સ લીમીટેડ. બિલકુલ નવી અનુભવ વગરની કંપનીઓ.. ૩ અપ્રિલે વખતે  મનોહર પરિકર રક્ષામંત્રી હતા. જેમણે પ્રધાનમંત્રીએ બોલાવ્યા અને કેહવાય છે કે એવું કહ્યું કે પીએમ ફ્રાંસ જઈ રહ્યા છે અને ત્યાં એક નવા વિમાનો માટેનો સોદો કરવાવાના છે. ત્યાં સુધી ના તો એરફોર્સને કઈ ખબર હતી કે ના તો રક્ષામંત્રીને. ૮ એપ્રિલે ફોરેન સેક્રેટરી જયશંકરે મોદીજીના ફ્રાન્સના પ્રવાસ  પેહલાં એક પ્રેસ કોન્ફરન્સ કરી અને એમણે પણ એ જ કહ્યું કે જુનો રફાલનો સોદો છે, એ આગળ વધી રહ્યો છે. પરંતુ ૧૦ એપ્રિલે બે જ દિવસ પછી મોદીજી ફ્રાન્સના પ્રધાનમંત્રી હોલેન્ડેને ગળે મળે છે અને ત્યાં નવા ૧૭ એમઓયુ સાઈન કરી દે છે. જેમાંનો એક સોદો રફાલનો કરે છે. જેમાં કરાર એવો થાય છે કે ભારત માત્ર ૩૬ વિમાન જ ખરીદશે. એ જ ૧૦ એપ્રિલ ૨૦૧૫ની રાત્રીએ ફ્રાન્સના પ્રધાનમંત્રીને ત્યાં એક ડીનર થાય છે. જેમાં સાથે અનીલ અંબાણી અને ગૌતમ અદાણી બંને હાજર હોય છે. મતલબ બંને મોદીજી સાથે એમના જ વિમાનમાં ગયા હશે. જેને લઈને વારંવાર પૂછવામાં પણ આવેલ છે કે પ્રધાનમંત્રી વિદેશભ્રમણમાં એમના વિમાનમાં સાથે કોને કોને લઇ જાય છે? અને જાણવા પણ મળ્યું છે કે અલગ અલગ બિજનેસમેન, ઉદ્યોગપતિઓને લઇ જાય છે અને એમની સાથે કોઈને કોઈ ડીલ સાઈન કરી દે છે યા કરાવી દે છે. શાયદ આ બંને પણ એમની સાથે જ ગયા હોઈ શકે. આ સોદો છેલ્લે ઓક્ટોબર ૨૦૧૬માં તૈય્યાર કરવામાં આવ્યો અને પછી અલગ અલગ અખબારો થકી માલુમ પડ્યું કે ૩૬ વિમાનો ૫૮૦૦૦ કરોડમાં ખરીદવામાં આવશે. મતલબ ૧૬૦૦ કરોડનું એક વિમાન!!  એ પણ કોઈ પણ પ્રકારના ટેન્ડર વગર, એરફોર્સને પણ પૂછવામાં નથી આવ્યું કે ૧૨૬ની જગ્યાએ ૩૬ વિમાન બરાબર છે ? ના એરફોર્સને ખબર,ના રક્ષામંત્રીને ખબર.એના બે જ અઠવાડિયા પછી ડસોલ્ટ એવિએશન કંપની એવું સ્ટેટમેંટ આપે છે કે આ સોદાના અડધા પૈસા અનીલ અંબાણીની રિલાયન્સ ડિફેન્સને ભારતમાં આ વિમાનના પાર્ટસ બનાવવા માટે આપવામાં આવશે.

આમ, જે કંપનીને લડાકુ  વિમાન બનાવવા માટે મહારત હાસિલ છે તે હિન્દુસ્તાન એરોનોટીક્સ પબ્લિક સેક્ટર કંપની છે, એને તો  બહાર જ કરી દીધી. અને જેને ક્યારેય કોઈ વિમાન નથી બનાવ્યું એવી અનીલ અંબાણીની કંપની કે જેણે કોઈ ડીફેન્સનું કામ પણ નથી કર્યું, એને કામ અપાવી દીધું. જેનું રજીસ્ટ્રેશન હમણાં એક વર્ષ પેહલા જ થયું છે!!! જયારે આ બધી બાબતોને  લઈને પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યાં સુધી મનોહર પરિકર સાહેબ તો જતા રહ્યા હતા, નવા રક્ષામંત્રી નિર્મલા સીતારામન બન્યા. તેઓ શરૂઆતમાં તો મોટી મોટી વાતો કરતા હતા કે અમારે કશું છુપાવવું નથી. બધું લોકો સમક્ષ કહી દઈશું. પાર્લામેન્ટમાં ખુલ્લું મૂકી દઈશું, વગેરે, વગેરે. પરંતુ બાદમાં તે પોતે જ એવું કહે છે કે અમે કશું કહી નહી શકીએ. કેમકે અમારો ફ્રાંસની સરકાર સાથે એક સીક્રેસી એગ્રીમેન્ટ છે. હમણાં અવિશ્વાસ પ્રસ્તાવ દરમિયાન જે ચર્ચા થઇ એ દરમિયાન રાહુલ ગાંધીએ એમના ભાષણમાં એમ કહ્યું કે નિર્મલા સીતારમ બીલકુલ જૂઠ બોલ્યા છે કેમકે એમની ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે વાત થઇ છે ને એમણે જ કહ્યું કે એવું કોઈ બંધન નથી. ભારત સરકાર ઈચ્છે તો સોદાની માહિતી આપી શકે છે.

કોઈ સરકાર જો પબ્લિકના ૫૮૦૦૦ કરોડ રૂપિયા ફ્રાંસની એક કંપનીને વિમાન ખરીદવા આપી શકે છે, તો એ પૈસાનો હિસાબ જનતાને ન આપી શકે? એ કેવી વાત છે! પછી સરકાર એમની મીડિયાને એવી દલીલ બતાવવાની કોશિશમાં પણ લગાવી દીધું કે નહી નહી સોદો તો ૬૦૦ કરોડનો જ છે પરંતુ ૧૦૦૦ કરોડ વધારે સ્પેસેફિક અપગ્રેડ માટે વિશેષ સુવિધાઓ માટે આપવામાં આવ્યા છે. જેમ કે સાથે એક હેલ્મેટ આપશે જેમાં પાછળનું પણ દેખાશે. એમાં વેપન ડીલિવરી સીસ્ટમ આપશે. જેમાં મિસાઈલ રાખવાની સુવિધા આપશે, વગેરે, વગેરે.. અજીબ વાત છે!! એ જ સમયે રફાલે યુનાઈટેડ અરબ અમીરાત સાથે પણ સોદો કરેલ જેમાં ૬૦૦ થી ૭૦૦ કરોડમાં વિમાન આપવાનો સોદો કરેલ. સવાલ એ છે કે વિમાન ૬૦૦ કરોડનું ને એમાં હેલ્મેટ, વેપન તે હજાર કરોડનું અને તમે એ બતાવવા માટે તૈયાર નથી કે તમારો સોદો શું છે? અને કેવો છે? એવી તે કેવી વસ્તુઓ છે. આ હેલ્મેટ કે વેપન જેના હજાર કરોડ આપો છો? આ તો એવી વાત થઇ કે કાર દસ લાખની છે પણ સીટબેલ્ટ ૨૦ લાખનું છે. અમિતશાહને આ જ પ્રશ્ન પૂછવામાં આવે છે તો એ જ કઈ ના હોય એટલે કોંગ્રેસ પર આક્ષેપ બોફોર્સ પર આવી જાય. હા! ભ્રષ્ટાચાર એ ભ્રષ્ટાચાર જ છે પણ બોફોર્સમાં તો ૬૪ કરોડ રૂપિયા કમીશનની વાત હતી અને આ તો ૩૫૦૦૦ કરોડ છે અને અમિત શાહ કહે છે કે બોફોર્સમાં ક્વોત્રોકી એજન્ટ હતા. હા ભાઈ સાચું, પણ રાફેલમાં કોણ છે વચેટીયો? એ તો કહો. અનીલ અંબાણી અને ગૌતમ અદાણી તો નથી ને!!! અનીલ અંબાણીની કંપનીને ભારતની બેન્કોને ૭૫૦૦૦ કરોડ આપવાના બાકી છે. જેની ટેલીકોમ કંપનીને ટુજી સ્કેમમાં ચાર્જશીટ કરવામાં આવી છે, એમની કંપનીને રફાલનો સોદો અપાવવામાં આવી રહ્યો છે.આનાથી મોટો ભારતના ઈતિહાસમાં આજસુધી સ્કેમ નથી થયો. બોફોર્સ તો એના સામે બચ્ચું છે. એરફોર્સ ૧૦ વર્ષ પેહલા વિમાનોની જરૂરીયાતોની રજૂઆત કરે છે અને અહી સરકારો પોતપોતાના નીજી સ્વાર્થ માટે સોદાઓ પર સોદા કરી ઉદ્યોગપતિઓના હાથની કઠપૂતળી બની દેશની સુરક્ષા સાથે રમત રમી રહ્યા છે. ફરી સોદો કરવો મતલબ ફરી ટ્રાયલ, દરેક કંપની પોતપોતાના વિમાનો માટે ફરીથી રજુઆતો તો કરવાના જ એટલે આ ટ્રાયલોમાં ફરી ચારથી પાંચ વર્ષ નીકળી જશે. બસ! આ જ ચાલે છે આપણા દેશમાં. દેશને ફૂટબોલ સમજી લીધો છે રાજકારણીઓએ.. દુ:ખદ ..

સાભાર : પ્રશાંત ભૂષણ (સુપ્રીમકોર્ટના પ્રખ્યાત ધારાશાસ્ત્રી)

અનુવાદક : હિદાયત ખાન (કુંભાસણ)

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Dhiraj says:

    Right information sir
    Thankas

Leave a Reply

Your email address will not be published.