જાણો, શું હોય છે નિપાહ વાઇરસ, અને તેનાથી બચવા માટે શું કરવું ?

Wjatsapp
Telegram

Dr. Hitendra

9054632069

➥ આજથી લગભગ ૨૦ વર્ષ પહેલા મલેશિયામાં જોવા મળેલા નિપાહ વાઇરસના કેસ બાદ તાજેતરમાં આ વાઇરસ દક્ષિણી રાજ્ય કેરળમાં પણ ખુબ ઝડપી આગળ વધતો જોવા મળી રહ્યો છે. કેરલના કોઝીકોડમાં નિપાહ વાયરસથી ૧૦ વ્યક્તિના મોત નીપજ્યા છે.

➥ કેરળમાં ઝડપથી આગળ વધી રહેલા નિપાહ વાઇરસને જોતાં કેરલ સરકાર દ્વારા આ મામલે કેન્દ્ર સરકાર પાસે તત્કાલ મદદ પૂરી પાડવા માટેની અપીલ કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી, નડ્ડાએ એનસીડીસીની ટીમને તાત્કાલિક કેરલ પહોંચવા માટેનો આદેશ કર્યો છે.

➥ વિશ્વની સ્વાસ્થ્ય અંગેની અગ્રણી સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)ના જણાવ્યા અનુસાર, આ વાઇરસ ચામાચિડિયાના મારફત ફળોમાં અને ફળોમાંથી માણસ અને જાનવરોમાં ફેલાય છે.

➥ આ પહેલા નિપાહ વાઇરસનો સૌપ્રથમ મામલો ૧૯૯૮માં મલેશિયાના કાપુંગ સુન્ગઈ નિપાહમાં જોવા મળ્યો હતો, તેથી જ તેને નિપાહ વાઈરસ તરીકે ઓળખવામાં આવે છે. જો કે ત્યારબાદ ૨૦૦૪માં બાંગ્લાદેશમાં આ વાઇરસ હોવાની પૃષ્ટિ થઇ હતી.

શું છે નિપાહ વાઇરસ?

➥ નિપાહ એ લોકો અને જાનવરોમાં ફેલાવવા વાળો એક ગંભીર વાઇરસ છે. આ ઇન્ફેકશન અન્સેફલાઈટિસનું કારણ હોય છે, જેથી તેને “નિપાહ વાઈરસ અન્સેફલાઈટિસ”નામથી જાણવામાં આવે છે.

➥ નિપાહ વાઇરસ હેન્ડ્રા વાઈરસ સાથે સબંધિત છે, જે ફ્રૂટ દ્વારા ફેલાતો હોય છે.

➥ પ્રારંભિક તપાસ મુજબ, આ વાઇરસ ખજૂર ખેતી સાથે જોડાયેલા લોકોને આ ઇન્ફેકશન ખૂબ ઝડપથી પોતાની ચપેટમાં લેતા હોય છે. આ વાઇરસના કારણે ૨૦૦૪માં બાંગ્લાદેશમાં લોકો ખુબ પ્રભાવિત થયા હતા.

શું હોય છે આ વાઇરસના લક્ષણો?

➥ આ વાયરસથી પ્રભાવિત શખ્સને શ્વાસ લેવામાં મુશ્કેલીઓ પડે છે પછી મગજમાં જલન (ગરમી) મહેસૂસ થાય છે. જો સમયસર સારવાર ન મળે તો મૃત્યુ પણ નીપજી શકે છે.

➥ વ્યક્તિઓમાં નિપાહ વાઇરસ એ અન્સેફલાઈટિસ સાથે જોડાયેલો છે, જેના કારણે બ્રેનમાં સોજો આવે છે. તાવ, માથામાં દુઃખાવો, આવવો એ આ વાઇરસના લક્ષણો છે.

➥ ડોકટરો દ્વારા જણાવ્યા મુજબ, આ વાઈરસના કેટલાક મામલાઓમાં ૨૪ થી ૨૮ કલાક કલાકની અંદર જ લક્ષણો વધારવા પર દર્દી કોમામાં પણ જઈ શકે છે.

આ વાઇરસથી બચવા માટે શું કરવું?

➥ તાજેતરમાં અચાનક જ સામે આવેલા આ વાઈરસના ૨૫ જેટલા કેસો બાદ હજી સુધી કોઈ વેક્સીન (દવા) આવી નથી, પરંતુ આ વાઇરસથી બચાવ માટે ફળો અને ખાસ કરીને ખજૂર ખાવા જોઈએ.

➥ તમને જણાવી દઈએ કે આ વાઈરસ એક વ્યક્તિમાંથી બીજા વ્યક્તિમાં ફેલાય છે. આ વાઇરસને રોકવા માટે સંક્રમિત દર્દીથી અંતર બનાવવાની જરૂરિયાત છે. આ ઉપરાંત સંક્રમિત જાનવરથી પણ હંમેશા અંતર રાખવું જોઈએ.

➥ આ ઉપરાંત વાઇરસથી બચવા માટે ઝાડ પરથી નીચે પડેલા ફળોને ખાવા ન જોઈએ તેમજ બીમાર ભૂંડ અને બીજા જાનવરોથી પણ દૂર રહેવું જોઈએ.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.