ડૉ. બાબાસાહેબ આંબેડકર અનુસુચિત જાતિ (બાજ) એન્જીનીયર્સ એસોશીએશન ભાવનગરની રચના

bharat dabhi eng asso
Wjatsapp
Telegram

 

ભારતીય સંવિધાનની કલમ ૧૯૫૦ હેઠળ ગુજરાત રાજ્યમાં અનુસુચિત જાતિ તરીકે માન્ય કરેલ તમામ જાતિઓને સંગઠિત કરવા અને બૌધ્ધિક, નૈતિક, શારીરીક, આધ્યાત્મિક, શૈક્ષણીક, સામાજીક, સાંસ્કૄતિક હેતુઓ સિધ્ધ કરી એક સુરાજ્ય રાષ્ટ્ર નિર્માણ કરવાના ધ્યેયથી ૨૦૦૯ થી કાર્યરત ડૉ. બાબાસાહેબ આંબેડકર અનુસુચિત જાતિ (બાજ) એન્જીનીયર્સ એસોશીએશનના અમદાવાદ, રાજકોટ, જુનાગઢ બાદ ભાવનગર જીલ્લા યુનિટની રચના હેતુ ૨૮-૦૪-૨૦૧૮ના રોજ ભાવનગર શહેરના પાનવાડિ ખાતેના ડૉ. આંબેડકર ભવનમાં એક બેઠક યોજાઇ ગઇ,bharat dabhi eng asso

જ્યાં ભાવનગર જીલ્લામાં કાર્યરત ૫૦ જેટલા એન્જીનીયર્સ ઉપસ્થિત હતા. જેમાં બાજ એન્જીનીયર્સ એસોશીએશન – ભાવનગરની કારોબારી સમિતિમાં એન્જીનીયરશ્રી નટવરભાઇ જોગડિયા (પ્રમુખ), એન્જીનીયરશ્રી અરવિંદભાઇ યાદવ (ઉપપ્રમુખ), એન્જીનીયરશ્રી રવિન્દ્રભાઇ મકવાણા, એન્જીનીયરશ્રી જયેશભાઇ ચુડાસમા (ખજાનચી) અને કારોબારી સભ્યો તરીકે એન્જીનીયરશ્રી ઉપેશ પ્રસાદ, એન્જીનીયરશ્રી પ્રવિણભાઇ મારુ, એન્જીનીયરશ્રી રવિ ખુમાણ, એન્જીનીયરશ્રી કૌશીક મકવાણા, એન્જીનીયરશ્રી અજય મકવાણા, એન્જીનીયરશ્રી દેવેન્દ્ર મકવાણા અને સલાહકાર સમિતિમાં ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જીનીયરશ્રી એમ.વી.રાઠોડ, પશ્ચિમ ગુજરાત વિજ કંપની – ભાવનગરના એન્જીનીયરશ્રી વિ.કે.બોરીચા અને એન્જીનીયરશ્રી જે.એમ.રાઠોડની સર્વાનુમતે નિમણુંક થયેલ હતી.
સમાચાર સૌજન્યઃ એન્જીનીયરશ્રી હિમ્મત પડાયા, ભાવનગર (ફોનઃ +૯૧૯૯૨૫૨૦૪૫૦૮)

ભરત ડાભી

bpdabhi@gmail.com

+૯૧૮૯૮૦૪૬૬૪૭૮

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.