તાંત્યા ભીલ અથવા મામા

તાંત્યા ભીલ 1840-42 માં જન્મ્યા હતા. જન્મની ચોક્કસ સાલ નથી મળતી. જે મામા અને તાંત્યા ભીલ તરીકે પણ ઓળખાય છે. તેઓ આદિવાસી ક્રાંતિકારી હતા. તેમણે પોતાની આર્મી બનાવી અંગ્રેજોના નાકમાં દમ કરી દીધો હતો. તે અમીરો પાસેથી ઝુંટવી ગરીબોમાં વહેંચી દેતા. તેમની એટલી ખ્યાતિ હતી કે અંગ્રેજો તેમને “ઇન્ડિયન રોબિનહુડ” તરીકે પણ ઓળખતા. તાત્યા મામા, ડિસેમ્બર 1890માં તેમને ફાંસી આપવામાં આવી.
આપણે બધા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ વિશે કેટલું બધું જાણીએ છીએ. તેમના જીવન વિષે કેટલાય પુસ્તકો લખાયા છે. કેટલીય ફિલ્મો અને કેટલીયે સિરિયલો બની ગઈ. પણ, લક્ષ્મીબાઈને બચાવનાર ઝલકારીબાઈ કોરી વિષે કેટલા લોકો જાણે છે? તેવો જ અન્યાય તાંત્યા મામા સાથે પણ થયો છે. લેખકોએ દલિત, આદિવાસી, OBC મહાનાયકો સાથે કેવી ધરાર અવગણના કરી છે! તે તમે આજના પક્ષપાતી મીડિયાના વલણ પરથી સ્પષ્ટ રીતે સમજી શકશો.
દરેક આદિવાસી ભાઈ-બહેનોએ પોતાનો ગૌરાંવીત ઇતિહાસ જાણવો જોઈએ. અને તેને દોહરાવવો જોઈએ.
જય તાંત્યા મામા
કૌશિક શરૂઆત