દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

Wjatsapp
Telegram

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન હેઠળના ભજપુરા ગામે 6 માર્ચ 2021 ના રોજ દલિત સમાજના દુર્લભ સુતરિયાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો; તેનો પોલીસ બંદોબસ્ત ગજબનો હતો : 1 DySP; 1 PI; 7 PSI; અને 60 પોલીસ કોન્સ્ટેબલ્સના બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો નીકળ્યો હતો ! કેટલાંક કહે છે કે વરઘોડો કાઢવો/સાફો બાંઘવો/મૂછો રાખવી વગેરે સામંતશાહીની નિશાનીઓ છે; એને છોડી દેવી જોઈએ. આવી દલીલ કરીને છટકી શકાય નહીં. સમાજનો ઉપલો વર્ણ દલિતો સાથે અપમાનજનક વર્તન કરી શકે નહીં. ઘોડી ઉપર બેસવું/સાફો બાંધવો એ માત્ર ઉપલા વર્ણના લોકોનો રિવાજ છે; જેનું અનુકરણ દલિતો કરી શકે નહીં; એવી દલીલ કરી શકાય નહીં. આ સમય ભારતીય બંધારણના માનવીય ગૌરવનો છે; મનુસ્મૃતિનો નથી; આટલી સમજ આપણામાં કેમ ઊગતી નથી? 60 પોલીસ કર્મચારીઓ અને 9 પોલીસ અધિકારીઓ એક વરધઘોડા પાછળ રોકાય તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય. ક્યાં સુધી પોલીસ બંદોબસ્ત હેઠળ દલિતોના વરઘોડા કાઢશો? પટેલો/ઠાકોર/કોળી વગેરે સમાજના લોકો પણ દલિત વરઘોડાનો વિરોધ કરે છે; તેમણે મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ. તેઓ ઉપલા ત્રણ વર્ણમાં આવતા નથી; છતાં શામાટે દલિતોનો વિરોધ કરતા હશે?

મોરારીબાપૂ/પાંડુરોગ શાસ્ત્રી/શ્રી શ્રી રવિશંકર/જગ્ગી વાસુદેવ વગેરેની મોટિવેશનલ વાતોથી સમાજ સુધરતો નથી; જો કંઈક પણ ફરક પડતો હોય તો દલિત વરઘોડા વખતે તોતિંગ પોલીસ બંદોબસ્ત રાખવાની જરુર જ ન રહે ! આ પ્રકારના અન્યાય બંધ ન થઈ શકે? શું માનવીય ગૌરવને હાનિ ન પહોંચે તે માટે કોઈ ઉપાય નથી? ઉપાય તો છે; પણ નિષ્ઠાનો અભાવ છે. એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટમાં સામૂહિક દંડ વસૂલ કરવાની પરફેક્ટ જોગવાઈ છે ! મારી દ્રષ્ટિએ જે ગામમાં/કસબામાં દલિત વરઘોડાનો વિરોધ કરવામાં આવે અને એ વરઘોડો જો પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવે તો; પોલીસ બંદોબસ્તનો સઘળો ખર્ચ ગામના બિનદલિતો પાસેથી વસૂલ કરવો જોઈએ; તો જ બિનદલિતોની માનસિકતામાં સુધારો થશે !

  • રમેશ સવાણી

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.