ધર્મનિરપેક્ષ ભારતમાં શિક્ષણ

અમીન ઉમેશ
૯૭૧૪૪૪૯૫૪૪
Member of AISF
આજકાલ ભારતમાં ૨ શબ્દો પર ખૂબ જ ચર્ચાઓ ચાલે છે. રાષ્ટ્રવાદ અને ધર્મનિરપેક્ષ. આ મુદ્દાની પૂર્વભૂમિકામાં જઈએ તો શિક્ષણમાં ધર્મનિરપેક્ષતા કેમ? અને જો ના હોઈ તો આનું શું નુકસાન થાય એ જાણવું જરૂરી છે. ભારતની આઝાદીની લડાઈ પૂર્વ એક માન્યતા સમાજમાં વ્યાપકપણે પ્રસરેલી હતી કે એક સમાજ અને એક ધર્મના લોકો જો કોઈ એક જૂથ બનીને અમુક વિસ્તારમાં રહે તો તેમના હિતો વધારે સારી રીતે પોષાય શકે. ભારતની આઝાદીની લડાઈમાં એક વ્યક્તિ આ માન્યતાનો પક્ષધર હતો, એનું નામ હતું વિનાયક દામોદર સાવરકર. તે સમયના સાવરકરના લખાણો અને હિન્દૂ મહાસભાના લેખો વાંચીએ તો સાફ થાય છે કે સાવરકરની વિચારધારામાં ધાર્મિક રીતે બે રાષ્ટ્ર બને અને એની બીજી બાજુ મોહંમદ અલી જિન્ના પણ આ જ વસ્તુ ઇચ્છતા હતા. જ્યારે બીજી તરફ બે રાષ્ટ્રો અને તે પણ ધર્મના આધારે વહેચાય, તેની વિરુદ્ધમાં એક વ્યક્તિ ઉભો હતો એમનું નામ હતું મોહનદાસ કરમચંદ ગાંધી. આઝાદીની લડાઈના પરિણામ સ્વરૂપે બે રાષ્ટ્રોની રચના થઈ.
પાકિસ્તાનની રચનાનો આધાર, પાકિસ્તાનને નવી દિશાનો આધાર ઇસ્લામ ધર્મને રાખવામાં આવ્યો. અને એ સમયે જ્યારે પાકિસ્તાન એક ધર્મ ને મહત્વ આપી દેશની રચના કરતો હતો ત્યારે ભારતમાં પ્રજાને કહેવામાં આવ્યું કે નવું ભારત બનવાનો આધાર કોઈ ધર્મ વિશેષ નહીં હોય. અહીં ભલે હિન્દૂ ધર્મ બહુમતીમાં હોય છતાં પણ ભારત કોઈ ધર્મ આધારિત રાષ્ટ્ર નહીં બને. ત્યાર બાદ લોકો ને ભરોસો આપવામાં આવ્યો કે ભારત બનવાનો આધાર સંવિધાન હશે. છતાં પણ ઘણા બધા મુસ્લિમો ભારતમાંથી પાકિસ્તાન ગયા અને ઘણા બધા હિંદુઓ પાકિસ્તાનથી ભારત આવ્યા. તેમ છતાં બહુ મોટી સંખ્યામાં મુસ્લિમોએ ભારતમાં રહેવાનો નિર્ણય કર્યો.
હવે શિક્ષા પર આવીએ તો ભારતમાં સંવિધાનની રચના થઈ અને એક નવા ભારતને બનવાના સપના જોવામાં આવ્યા અને નવું ભારત કેવું બનશે? એના મૂળભૂત આધારો ભારતના સંવિધાનમાં જણાવવામાં આવ્યા છે. અને એના મૂળભૂત આધારોમાં એક ખૂબ જ મહત્વપૂર્ણ અને કાર્યશીલ આધાર તરીકે શિક્ષણને રાખવામાં આવ્યુ. શિક્ષણનો મતલબ થાય છે કે એક નવા ઢંગના સમાજનું નિર્માણ કરવું અને સમાજ કેવો બનશે? તેનો આધાર સંવિધાનમાં લખેલ છે. એ સમાજ ધર્મનિરપેક્ષ હોવો જોઈએ. ભલે ભારત દેશ જાતી, ધર્મ, લિંગ, ભાષા વગેરે બાબતોમાં વહેંચાયેલો હોય. તો સ્વાભાવિક છે કે ભારતમાં સાર્વજનિક શાળાઓ અને કોલેજોમાં જે શિક્ષા આપવામાં આવે છે એ ધર્મનિરપેક્ષ હોય. એવું નથી કે ભારતમાં ધાર્મિક શિક્ષણ ના આપી શકાય. ભારતમાં કોઈ પણ ધાર્મિક શિક્ષણ આપી શકે પરંતુ એના માટે અલગ મદરસા છે અલગ વેદ શાળાઓ છે અને અન્ય ધર્મો માટેની અલગ વ્યવસ્થાઓ છે.
પરંતુ જે સાર્વજનિક શાળાઓ છે ત્યાં કોઈ પણ ધર્મના લોકોને ગેરબરાબરીનો એહસાસ ન થવો જોઈએ. એક શૈક્ષણિક પરિસરમાં શિક્ષકો, પાઠયક્રમો, અધિકારીઓ તદુપરાંત જે અભ્યાસક્રમો નક્કી કરવામાં આવે છે તે ઉપરાંત ત્યાં બીજી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે? એના પર ધ્યાન રાખવામાં આવે તો કોઈ પણ શૈક્ષણિક પરિસરમાં પ્રવેશ કરીયે તો સૌથી પહેલા આપણી નજર ત્યાં ની દીવાલો પર પડે છે. ત્યાં ઓડિટોરિયમનું નામ શું આપવામાં આવ્યું છે? સવારમાં જે પ્રાર્થના ગાવડવામાં આવે છે, આ બધા કર્યો પરથી નક્કી થાય છે કે ત્યાંની શિક્ષા ધર્મનિરપેક્ષ છે કે નહીં. વર્ગખંડની સિવાય શાળાઓમાં બીજી કઈ કઈ પ્રવૃત્તિ થાય છે? શું એમ અનૌપચારિક રીતે સરસ્વતી પૂજા થાય છે? ભારતની ઘણી બધી શાળામાં સરસ્વતીમાતાની પૂજા થાય છે. પણ જ્યારે આપણે કહીએ છે કે એક સાર્વજનિક શાળામાં સરસ્વતીમાતાની પૂજા નો શું અર્થ તો આપણને ખોટું લાગે છે. તે ઉપરાંત શું શાળામાં દિવાળી ઉજવવામાં આવે છે? શાળામાં કયા કયા તહેવારો ઉજવવામાં આવે, તો એના વિશે ચર્ચા કરવામાં આવે છે અને ક્યા તહેવારો આવે તો ચર્ચા નથી થતી. શું શાળાઓમાં નવરોજ આવે છે ત્યારે એની ચર્ચા થાય છે? મહોરમ આવે ત્યારે ચર્ચા થાય છે? વૈશાખી આવે ત્યારે ચર્ચા થાય છે? પરંતુ દિવાળી કે દુર્ગાપૂજાનો તહેવાર આવે તો એની ચર્ચાઓ પુર જોર થી થાય છે. એનું શું કારણ? જયારે કહેવામાં આવે છે કે શાળાઓમાં સરસ્વતી પૂજા કરવાનો કોઈ અર્થ નથી. ત્યારે કહેવામાં આવે છે કે આતો અમારી સંસ્કૃતિ છે. તો પછી શાળાઓમાં મહોરમ પણ ઉજવવી જોઈએ. તો તર્ક આપવામાં આવે છે કે શાળામાં મહોરમની ઉજવણી માટેના ફક્ત ૫ જ વિધાર્થીઓ છે અને સરસ્વતી પૂજાના ૪૫ છે. ખરેખર તો ધર્મનિરપેક્ષનો ખરો અર્થ તો એ જ થાય છે કે બહુસંખ્યકવાદ નો વિરોધ. જયારે કહેવામાં આવે છે કે સરસ્વતીવંદના એક અલગ ધર્મમાં યોગ્ય હોઈ શકે, એક અલગ ધર્મમાં વિદ્યાની દેવી હશે, પરંતુ બીજા ધર્મમાં આવી કોઈ કલ્પના નથી. ત્યારે કહેવામાં આવે છે કે તમે સંસ્કૃતિનું સન્માન નથી કરતા. તો પછી બીજા ધર્મની સંસ્કૃતિનું પણ ધ્યાન રાખવામાં આવે.
ત્યાર બાદ ભારતની સાર્વજનિક શાળાઓમાં જે પુસ્તકો ભણાવવામાં આવે છે એનું વિશ્લેષણ કરીયે તો ખબર પડે અને વિશ્લેષણ થયું છે અને ઘણું બધા સંશોધનો પ્રકાશિત થયા છે? તે પ્રમાણે પુસ્તકોમાં જે પાત્રોના નામ પર ધ્યાન આપવામાં આવે તો લાગે કે ભારતમાં કોઈ ઈસાઈ તો રહેતુ જ નહીં હોય, કોઈ મુસ્લિમ તો રહેતું જ નહીં હોય, કે અન્ય કોઈ ધર્મના લોકો નહીં રહેતા હોય એવું લાગે છે. એ પાત્રો રામ, શ્યામ, ગીતા, મીના વગેરે થી જ ભરેલા છે. આજ થી ૧૦ વરસ પહેલાંની પુસ્તકોને જુવો તો ખબર પડે કે કોઈ મેદાનમાં રમતા બાળકના ફોટામાં છોકરો જ જોવા મળશે છોકરી નહીં, વધારે કોઈ ઘર નું કામ કરતું જોવા મળશે. તો એ છોકરી જ હશે છોકરો નહીં તો એવું લાગશે કે ભારતમાં છોકરીઓની સંખ્યા તો બહુ જ ઓછી છે. ભારતમાં એક બીજી સુવિધા કરેલી છે મોટા ભાગની શાળાઓમાં વર્ગખંડ ના અલગ અલગ નામ રાખી દેવામાં આવે છે. એ નામ પણ વાંચો તો ખબર પડે કે આ લોકોને ના કોઈ મહાન સ્ત્રીનું નામ નથી ખબર, કોઈ બીજા ધર્મના મહાન વ્યક્તિનું નામ નથી ખબર.
થોડા સમય પહેલા મધ્યપ્રદેશ અને હરિયાણામાં એક ઘટના સામે આવે હતી કે ત્યાં શાળાઓમાં મધ્યહન ભોજન આપવામાં આવે છે ત્યાં બે લાઈનોમાં બેસાડે છે. દલિત વિદ્યાર્થીઓ માટે અલગ લાઇન બનવવામાં આવે છે. અને એક ઘટના તો એવી સામે આવે હતી શાળામાં ભોજન બનાવવામાં માટે જે સ્ત્રી રાખવામાં આવી હતી તે દલિત હતી ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ જમવા માટે મનાઈ કરતા હતા. બની શકે એ એમનો વ્યક્તિગત આઝાદીનો સવાલ છે પણ એક ધર્મનિરપેક્ષ દેશમાં આવા ભેદભાવ માટે કોઈ જગ્યા ના હોવી જોઈએ. શાળાઓમાં જે સંસ્કૃતિક ઉદાહરણ આપવામાં આવે છે, ભૂતકાળમાં તે હંમેશા એક ધર્મ વિશેષના જ હોય છે. જ્યારે એક શાળામાં અલગ અલગ સંસ્કૃતિના વિધાર્થીઓ ભણે છે. જયારે શિક્ષક કહે કે કહે છે કે આપણી સંસ્કૃતિમાં કહેવામાં આવ્યું છે…. ત્યારે એ ધ્યાન રાખવાનું છે કે એ જ વર્ગમાં આદિવાસી વિદ્યાર્થીઓ પણ ભણે છે. એમની પોતાની અલગ સંસ્કૃતિ છે, એ જ વર્ગમાં ઈસાઈ પણ ભણે છે, એની અલગ સંસ્કૃતિ છે… તો શિક્ષક એ પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. જેએનયુના એક પ્રોફેસર મિલ્કી પાંડાનું એક સંશોધન જાહેર થયું હતું તે પ્રમાણે ભારતમાં જે ગણિતનો અભ્યાસક્રમ લખાય છે, એ પ્રમાણે જોવા જઈએ તો આદિવાસી વિસ્તારના વિધાર્થીઓમાં નાપાસ થવાનો દર વધી જશે. એનો એ મતલબ નથી કે આદિવાસી પાસે ગાણિતિક મગજ નથી, પરંતુ ગણિતની પણ એક ભાષા હોય છે અને એ ભાષા આદિવાસી વિદ્યાર્થીઓ, જે હાર્મોનીમાં જીવે છે એની સાથે સમજી ન શકે. તેથી, ભારતમાં જે અભ્યાસક્રમો લખાય છે એનું વધારેમાં વધારે વિકેન્દ્રિકરણ થવું જોઈએ.
છેલ્લે, ભારતના વર્ગો ધર્મનિરપેક્ષ છે કે નહીં તે પહેલાં એ જાણવું જોઈએ કે ભારતના વર્ગોમાં ભારત છે? વર્ગ ખંડોમાં જે શિક્ષકો ભણાવે છે, શું એ ખરેખર એ ભારત ને ભણાવે છે જે ભારત ની કલ્પના સંવિધાન માં કરવામાં આવી છે.
ખુબ સરસ રજૂઆત મુદ્દાસર વિગતો વર્ણવેલી છે. પાકિસ્તાન ની અલગ રચના થઇ ત્યારે ભારત નું અસ્તિવ તો હતુજ હતું. ભારત બધાજ ધર્મો સાથે સંકળાયેલ હતો. પાકિસ્તાને એની રાચના ના પેહલા દિવસેજ મુસ્લિમરાષ્ટ્ર તરીકે પાયા ને મજબૂત કર્યો.જયારે ભારત માં તમે કહ્યું એ મુજબ મોહનદાસ ગાંધી ના વડપણ માં બીજા વિરોધી સુર અથવા વિરોધી ના કહીયે તો પાકિસ્તાન ના મુસ્લિમ રાષ્ટ્ર ની જેમ ભારત ને પણ હિન્દૂ રાષ્ટ્ર તરીકે ની વિચારધારા ને માન્ય રાખવામાં ના આવી અને ધર્મનિરપેક્ષ તરીકે ફરજીયાત સંવિધાન અપનાવવું રહ્યું…
આના થી થોડો હટકે વિષય છે પણ લખીશ કે મને તો હજુ આ પ્રાર્થનાઓ થીજ વાંધો છે. કેમ બાળકો એ પ્રાર્થનાઓ કરવી? બાળક ને ધાર્મિક કે કોઈ પણ ધર્મ થી મુક્ત બનવાની સમજ આવ્યા પહેલાજ એને માં બાપ ના લીચે ચાલવાની આ રીત બાળકો ઉપર અવાસ્તવિક પરંપરા ને થોપવામાંજ આવે છે. પ્રાર્થના ના ફાયદા અને ભ્રમ એ અલગ વિષય છે પણ એ બાબતે બાળકો વિચારતા થાય એ પેહલા બાળક ને એક વિચારધારા ને રેડીમેડ અપનાવતા કરીદેવામાં આવે છે.
જીતુ ડીંગુજા
એ પૂર્વ ભૂમિકા હતી..સાહેબ…પણ આ મુદ્દો ખૂબ અગત્ય નો છે…હા..જે કક્ષા માં તમે વિજ્ઞાન ભનો છો….તે જ કક્ષા માં તમે અવૈજ્ઞાનિક વાત શીખવડો છો…