નાગરિક તરીકે શરૂઆત કેવી રીતે કરવી? – ભાગ – ૨

નાગરિક તરીકે આપણને પડતી સમસ્યાઓમાં કુલ ચાર પ્રકારની છે.
૧. પ્રાથમિક સમસ્યા
૨. માધ્યમિક સમસ્યા
૩. ઉચ્ચતર માધ્યમિક સમસ્યા
૪. સ્નાતક-અનુસ્નાતક સમસ્યા
જેમાંથી, ૧ જાન્યુઆરી ૨૦૧૮ના અંકમાં આપણે પ્રથમ બે પ્રકારની નાગરિક સમસ્યાઓ ઉપર વાત કરી. આ અંકમાં ૩ અને ૪ નંબરની સમસ્યાઓ ઉપર વાત કરીશું. પણ, આશા છે કે તમે નંબર ૧ પ્રાથમિક સમસ્યાઓ ઉપર કામ શરુ કર્યું હશે.
૩. ઉચ્ચતર માધ્યમિક સમસ્યા
આ પ્રકારની સમસ્યામાં કલેકટર, સચિવ, મુખ્યમંત્રી, ACB, વિગેરે સંસ્થાઓ સાથે પાનો પડતો હોય છે. જેમ કે દારૂબંધી. કોઈ એક કાયદો કે વ્યવસ્થા બનેલ હોય પણ તેનું પાલન ના થતું હોય, તેને ત્રીજા પ્રકારની “ઉચ્ચતર માધ્યમિક” સમસ્યા કહેવાય છે. ૨ અને ૩ નંબરની સમસ્યાઓમાં આટલો જ ફર્ક છે કે ૨ નંબરની સમસ્યા નાગરિક જાગૃતિથી હલ થઇ જાય છે, માહિતી આપવાથી અને યોગ્ય રજૂઆત કરવાથી હલ થઇ જાય છે જયારે ૩ નંબરની સમસ્યા નાગરિક જાગૃતિની સાથે સાથે પોલીસ, કોર્ટ, પ્રશાસન, વિગેરેની મદદથી કાયદો/વ્યવસ્થા લાગુ કરાવવાની વાત છે.
માધ્યમિક સમસ્યા જનતાની નિંદ્રા(અજાગૃતિ)ને લીધે સર્જાય છે. વળી, એક વખત દારૂ બંધ કરાવ્યા બાદ દારૂના અડ્ડા ફરીથી શરુ ના થાય, તે માટે સતત ધ્યાન પણ રાખવું પડે છે. RTE નો કાયદો લાગું કરાવવા દર વખતે RTE એક્તીવીસ્ટો અને વાલીઓએ લડવું પડતું હોય છે. આ ત્રીજા પ્રકારની સમસ્યા નિવારણ અને ફરીથી સમસ્યા ઉભી ના થાય તે માટે જનજાગૃતિ જ એકમાત્ર ઉપાય છે.
૪. સ્નાતક-અનુસ્નાતક સમસ્યા
આ પ્રકારની સમસ્યાઓ પોલીસી મેકિંગ, પોલીસી ચેન્ચિંગ સમસ્યાઓ છે. સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનવાના દરવાજા પણ અહીંથી જ ખુલે છે. જેમ કે ફીક્ષ પે-કોન્ટ્રેક્ટપ્રથા-આઉટસોર્સ નાબુદી, નર્મદાનું પાણી આપવું, ટેકાના સારા ભાવો મેળવવા, સરકારમાં ખાલી પદો પર ભરતી કરાવવી, વિગેરે જે સરકાર પોલીસી બનાવી છે અને પ્રજાને તેમાં અન્યાય લાગતો હોય, તે સમસ્યાઓ આ ચોથા પ્રકારમાં આવે. આવી સમસ્યાઓના નિવારણમાં શક્તિપ્રદર્શન, વિરોધ પ્રદર્શન, આવેદન પત્ર, વેગેરે અનિવાર્ય થઇ પડે છે, પણ તેમ છતાં સરકાર જોડે વાટાઘાટો જ અંતિમ ઉપાય છે. સરકાર ક્યારેય ૧૦૦% માંગણી સંતોષતી નથી એટલે આપણે પણ પ્રજા તરીકે થોડી બાંધ-છોડની તૈયારી રાખવી પડે છે. વળી, આ પ્રકારની સમસ્યાની શરૂઆતમાં પ્રજા તેને સમસ્યા તરીકે જોતી પણ નથી. ફીક્ષ પે શરુ થયું ત્યારે બધા હોંશે હોંશે ફીક્ષ પેમાં નોકરી કરતાં હતા, વિરોધ કે અન્યાયની લાગણી તો ખુબ મોડેથી થઇ. માટે, આવી સમસ્યાઓ ઉકેલવા માંગતા વ્યક્તિમાં નેતૃત્વનો ગુણ હોવો ખુબ જરરી છે. સાથે સાથે લોકોને તેમની પીડાનો એહસાસ કરાવી, તેમનામાં બળવાની ભાવના ઉત્પન્ન કરે તે પણ જરરી છે. પણ, ખરો આધાર તો આવા આંદોલનોના નેતૃત્વ કરનાર લોકો પર રહેલો છે. તેમણે પ્રજાનો ફક્ત ઉપયોગ જ કરવો છે કે ખરેખર ન્યાય અપાવવો છે? છેલ્લા ૩ વર્ષમાં થયેલાં કેટલાંય આંદોલનો, નેતાઓની અવળચંડાઇનો ભોગ બનેલા આપણે જોયા છે. જો કે મેં પહેલા કહ્યું તેમ, આ ચોથા પ્રકારની સમસ્યાઓ, સામાજિક કાર્યકર્તામાંથી રાજકારણી બનાવે છે એટલે તેમની અવળચંડાઇ સ્વાભાવિક છે. પણ, પ્રજાએ હવે આવા નેતાઓથી સચેત રહેવાની જરૂર છે. કારણ, પૈસો, પરસેવો, બધું જ પ્રજાનું ખર્ચાય છે, તો સામે વળતર પણ મળવું જોઈએ ને!(સમસ્યા હલ થવી જોઈએ ને!)
ગુજરાતના બધાં જ યુવાનો, જે કોઈને ને કોઈને નેતા, હીરો, આદર્શ માને છે એ પોતાના દિલમાં એકવાર ઝાંકીને જુએ. તમારો અસલી નેતા, અસલી હીરો તમારી અંદર જ છે. બહાર જે દેખાય છે તે તો ફક્ત પ્રતિબિંબ છે. તમારામાં એ બધી જ આવડત છે, જે તમે તમારા નેતા, હીરો, આદર્શમાં જોઈ રહ્યા છો. કદાચ એથીય વધારે આવડત છે. એટલે જ હું વારંવાર કહું છું કે, પોતાને ઓળખો. પોતાની નાની-નાની સમસ્યાઓ જાતે સોલ્વ કરો. નાગરિક તરીકે વિચારો. દેશ તરીકે વિચારો.
જય ભારત યુવા ભારત
યુવાશક્તિ ઝીંદાબાદ
Demographic disaster is killing India
Let’s work on Non scalpel vasectomy after 1 child grows 8-10 age.
Mission to have limited population so every one can have food shelter and Clothing
For any pregnancy 100% man is respnsible and not women
જાતિવાદ મુક્ત ગુજરાતની ઝંખના
I know how this will happen.
Each superiority feeling person must have a best friend from So called lower or Backward community.
I am shah and my best friend is Makwana so I know why reservation was legitimate and must