પરીક્ષા પરિણામ અને કુમળું બાળક

Wjatsapp
Telegram

જીતુ ડીંગુજા

VP Operation

Motivation Engineers & Infrastructure Pvt Ltd – 9924110761

બાળકો ના અપરિપક્વ મન ઉપર સુપરકિડ્સ હોવાનો ગુમાન અને એબનોર્મલ હોવાની લગુતા ગ્રંથિ આપવા નો સિલસિલો એટલે આજ ની પરીક્ષાઓ ના પરિણામો.

પરીક્ષાના પરિણામ એ વિદ્યાર્થી નું માપ બતાવે છે માણસ નું નહીં. કોઈ વિદ્યાર્થી તરીકે નબળો હોઈ શકે કોઈ કામદાર તરીકે નબળો હોઈ શકે. કોઈ માં નેતૃત્વ શક્તિ નો અભાવ હોય અને કોઈ સંચાલન બાબતે નાકામ સાબિત થઇ શકે છે. આની સામે દરેક વ્યક્તિ ની તાકાત અલગ અલગ બાબતે અલગ અલગ પ્રભાવ પાડી શકે એમ હોય. એટલે પરીક્ષા નું પરિણામ પણ આ બધા પરિબળો માનું એકજ છે. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષા અને પુસ્તકો ને એ હદે પચાવી શકે છે કે એક એક એક ગુણ ના તફાવત થી બધા વિષયને  સરખું  માન આપી શકે છે. ગણિત હોય કે ગુજરાતી હોય એ પરીક્ષાના કોઈ પણ કોઠા ને ભેદી શકવા સક્ષમ  હોય છે એ જેતે વિદ્યાર્થી ની પોતાની માણસ માં રહેલ અનેક સ્પેશિયાલિટી માં ની એક છે. કોઈ એક બાબત ની નબળાઈ એ વિદ્યાર્થી નું માણસ તરીકે નબળા હોવાનું સર્ટિફિકેટ નથી એમ કોઈ એક બાબતે તેજ હોવું એ માણસ બધીજ બાબતે સુપરમેન હોવાનું સર્ટિફિકેટ પણ નથી જ.

કોઈ બાળક ને  કોઈ એક બાબત પાર કરવાની ક્ષમતા ઉપર આપણે એનું સંપૂણ મૂલ્યાંકન ના કરી શકીયે. પરીક્ષા તો હજારો જરૂરી પડાવો માં નો એક છે.જો બાળક વિદ્યાર્થી તરીકે ની એની જવાબદારી માંથી સરસ રીતે પસાર થતો હશે તો એના માટે વિદ્યાર્થી જીવન થી જ આગળ ના ભવિષ્ય માટે ના પ્લાંનિંગ ના રસ્તા નજર સામે આવી જશે. પણ સાથે સાથે આટલી નાની ઉમરમાં માં બાપ અને સાગા સબંધી ની અપેક્ષાઓ નો ભાર જાણે અજાણે ખભા ઉપર  સવાર થઇ ને બેસી જ જાય છે. અને જવાબદારીઓ માણસ ને જેતે નક્કી થયેલ રસ્તા ઉપર તેજ દોડાવે છે એ વાત સાચીજ છે પણ બાળકો તો ઉભરતી અવસ્થા માં હોય છે એમને આપણે કોઈ એક બાબતે એટલા જવાબદાર કે એક બાબતેજ સુપર કિડ્સ હોવાની હવા આપી ને પરીક્ષા ના ગુણ શિવાય એનામાં  રહેલી કદાચ પરીક્ષાના પરિણામ કરતા પણ કોઈ  વિષેશ શક્તિ ને બહાર આવતા પેહલા રોકી નાખીયે છીએ.

એક નાનું ઉદાહરણ હું મારા ઘર થીજ આપું મારો દીકરો સિવિલ એન્જીનીઅર ગોલ્ડ મેડાલીસ્ટ છે.  પોતાનું બાળક જે સમયે જે કરવાનું છે એમાં સારો દેખાવ કરે તો દરેક માં બાપ ને ગૌરવ થાય. મને પણ થાય. હવે આ દીકરા ને માટે નોકરી કરવી કે આગળ અભ્યાસ કરી એક બે બીજી ડિગ્રીઓ લેવી એના માટે માટે સરળ છે. પણ એને ખુદ ને હવે એનામાં રહેલા બીજા ગુણ ચકસવાની  કે જાણવાની જરૂર નહિ લાગે કારણ કે એનામાટે એની રફ્તાર એને મળી ગઈ. મને થાય કે આ ભણવા ની  ઉમર હતી એને ભણવાનુંજ હતું અને પરિણામ પણ જે ભણ્યો એનું મળ્યું. બીજું શું હોઈ શકે એ સારો વેપારી  બની શક્યો પણ હોતો  એ સારો મેનેજમેન્ટ  કે મોટિવેશન  સ્પીકર  પણ બની શક્યો  હોતો . સારો નેતા  પણ બની શક્યો  હોતો . પણ એની પરીક્ષા ના સારા  ગુણ એના માટે એની લાઈન વધુ મજબૂત કરી આપી. જે બાળક પરીક્ષામાં નાપાસ  થાય કે ઓછા  ગુણ મેળવે  છે એના માટે પરીક્ષા અને ગુણ એ એક બાબત શિવાય બીજા અનેક રસ્તાઓ છે. એક નાપાસ વિદ્યાર્થી કેટલાયે ટોપર ને નોકરી રાખી શકે એવો બિઝનેસમેન પણ બની શકે છે. અને એવા અનેક દાખલ ઓ આપણી સામે છેજ. એમ.એસ ધોની. ધીરુભાઈ અંબાણી , અમિતાભ બચ્ચન , બિલ ગેટ્સ.સ્ટીવ જોબ્સ, અબ્રાહમ લિંકન,સચિન તેંડુલકર, નવાજુદ્દીન સિદ્દીકી. આવા તો અનેક ઉદાહરણન મળી આવશે જે ટોપર બનવાને લાયક નહોતા છતાં એમના ત્યાં ટોપેરો ની લાઈન લાગેલી હશે. એનો મતલબ કે એમને પરીક્ષા શિવાય ના અનેક રસ્તા હોય છે એમને એમનો રસ્તો શોધતા આવડ્યું અને પોતે જેના માટે સંપૂર્ણ છે એ માં દિલ લગાવીને આગળ વધી શક્યાં.

એટલે બાળકો ને અને પેરેન્ટ્સ એ એવાત સમજવી જરૂરી છે કે પરીક્ષા એ જીવન ના અનેક પડાવો માં નો એક પડાવ માત્ર છે. પરીક્ષાનું પરિણામ એ આખી  જિંદગી નું પરિણામ તો નથીજ. પરીક્ષાઓ પાસ કરવી એ આખી જિંદગી જીવી લેવાની જડીબુટ્ટી નથીજ હા કોઈ એ નક્કી થયેલ રસ્તા માં આગળ જવાનું પગથિયું જરૂર છે.

પરીક્ષાના પરિણામ ની અસર વિષે વિચારીયે તો કુટુંબ માં  કાકા મામા ભાઈ બહેન ના સમાન ઉમરના બાળકો માં જયારે કોઈ એક ટોપ ઉપર હોય અને બાકીના એના થી નીચેના દાયરામાં આવે ત્યારે એક બાળક ને સૌથી વિશેષ હોવાનું ગુમાન આપીયે છીએ એની સાથે બીજા કેટલાયે બાળકો ને લગુતા ગ્રંથિ ની ભેટ આપીયે છીએ. બાળકો કરતા પણ આજ ના ટ્રેન્ડ મુજબ તો માં બાપ વધુ હરખાયેલાં હોય છે અથવા વધુ નાસીપાસ હોય છે. આ બધાની બાળકો ના મગજ ઉપર અસરો થાયજ છે એના આગળના ઘડતર માં આ ની અસરો ડગલે ને પગલે એને ભોગવવાની આવે છે.

આજે સવારે એસ એસ સી નું પરિણામ જાહેર થયું. મને ઘરેથી સબંધીઓ ના કેટલા બાળકો એસ એસ સી માં હતા એનું લિસ્ટ ફોન કરી પૂછવા માટે ગણાવવા માં આવ્યું. . મેં કડક સૂચના આપી આમાંથી કોઈ ને પણ પરિણામ પૂછવા ફોન કરવાનો  નથી. આમાં થી કોઈ એક બાળક પણ સમજો નાપાસ થયેલ હશે અને એના ઘરમાં જાણે માં બાપ પણ માતમ માનવતા હશે ખરીખોટી સુનાવતા હશે. એવા સમયે ફોન કરી બળતામાં ઘી હોમવાનું કામ નથી કરવું. આપણે બધા પરીક્ષાના હોઉં ને મોટો બનાવતા ગયા છે પેન ગિફ્ટ કરી ને ભણવાની સલાહો આપીને પછી નાપાસ થવાના ગેરફાયદા બતાવી ને પરીક્ષાઓ ની બીક થી  હસતા ખેલાતા બાળક ને જવાબદારીઓ ના પીંજરામાં પુરી નાખીયે છીએ.

આ બધી વાતો નો અર્થ એવો પણ નથી કે છોકરાઓ એ ભણવાનું  મહત્વનું નથી. જેમ રમવાના સમયે સંપૂર્ણ એકાગ્રતા થી રમતા હોય છે એમ દરેક બાળક એનું વિદ્યાર્થી જીવન વિદ્યાર્થીતરીકે બેસ્ટ રાખે એ જરૂરી છે કારણ કે વિદ્યાર્થીકાળ  એ  દરેક ના  જીવન ના અનેક પગથિયાં માં નું એક છે જ છે. પરંતુ એવું પણ નથીજ કે વિદ્યાર્થી તરીકે પરીક્ષા ને ન્યાય આપવામાં નિષ્ફળ રહ્યા એટલે જિંદગી જ નિષ્ફળ બની જાય. હું વારે વારે કહું છું જિંદગી ના અનેક પડાવો માં નો આ એક પડાવ માત્ર જ છે. જિંદગી ને આગળ લઇ જવાની હજારો પગદંડીઓ  માની આ એક છે. વિદ્યાર્થી નાપાસ થયો તો એના કુમળા માનસ ને લગુતા નો શિકાર ના થવા દઈએ .આપણા લગતા વળગતા કે પડોસીઓ આગળ આપણું  બાળક સુપરકિડ્સ સાબિત કરતા બીજાઓ ના બાળક ને એની અસર તળે લઘુતા ની ભેટ ક્યારેય ના આપો. પાસ થયેલા બાળકો ને બિરદાવી ને ભલે આગળ ના મુકામ ના નક્કી થયેલા રસ્તા ઉપર દોડવાની પ્રેરણા આપો પણ નાપાસ થયેલા વિદ્યાર્થી ને બીજા હજારો રસ્તાઓ બંધ નથી થઇ ગયા એવી સમાજ આપો. આવતા વર્ષો આ નાપાસ થયેલા માંથી કોઈ કેટલાયે ઊંચા લેવલે હશે એ એનામાં રહેલી શક્તિઓ બતાવી જ આપશે. બસ કોઈ ની શક્તિઓ ને એક માત્ર પરીક્ષાના ગુણ થી ના માપીએ અને બાળકો ને આગળ ના રસ્તા ઉપર સડસડાટ દોડવા મદદ રૂપ થઈએ.

દરેક પરીક્ષાઓ ના પરિણામ પછી જો કોઈ નાપાસ કે ઓછા ગુણ ના કારણે વિદ્યાર્થી આપઘાત કરી લે તો એના માટે આખા સમાજની માનસિકતા જવાબદાર છે.બીજાને શું મોઢું બતાવવાનું  થી લઈને જિંદગી માં તું કઈ જ કરવાનો નથી એવા કડવા વચનો નાનકડા બાળક ના માનસ ને ગોળી ની જેમ છેદી નાખે છે. એને માનસિક રીતે મારી ના નાખશો. તમે જાણતા નથી એનામાં પરીક્ષા શિવાય ના કેટલા તેજ ગુણો હશે અને આગળ ના સમય માં જો તમે એને એની ક્ષમતા સમજીને મદદરૂપ થશો તો એ એક માણસ તરીકે બેસ્ટ સાબિત થશે જ પણ એની પોતાની પક્કડ મજબૂત કરી  ને જ્યાં હશે એમાં તમારા નામ ના ઝંડા ગાળી આપશે અને ના પણ આપે તો શું થઇ ગયું. આઈ.પી.એલ  ની આટલી બધી ટીમ  ભલે હોય કપ  તો કોઈ એક ને જ મળે છે. તો એનો મતલબ એમ નથી કે બીજા બધા  નાપાસ થઇ ગયા ને હવે આપઘાત કરી લેવાના.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

બાળક નાપાસ થયા ના કારણે જો જીવન ને ટૂંકાવી દેવા આપઘાત નો રસ્તો અપનાવે તો સમજો તમે એક માત્ર વિદ્યાર્થી પેદા કરવામાં આગેલા હતા એક દીકરાને માણસ બનાવવા માં તમે માં બાપ પોતેજ નાપાસ થઇ ગયા છો. બાળક ને પેરેન્ટ એ પેદા કાર્ય છે બાળક એની જાતે તમને લાંચ રુસ્વત આપી ને  દુનિયામાં આવવા આજીજી નહોતી કરી. બાળકો ને પેદા કરવા પાછળ પણ તમારો મતલબ હતો બાળક નો પોતાનો કોઈ નહોતો એ યાદ રાખો.તમારા મતલબી અને વટ બતાવવાની માનસિકતા નો ભોગ બાળક ને બનાવવાનો તમને કોઈ અધિકાર નથી.

વિદ્યાર્થી બચાવો અને ભવિષ્યના ઉત્તમ નાગરિક બનાવો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.