પાનું ૧૦ ઃ કૌશિકની કોરોના ડાયરી. પોતાના શરીરને ઓળખો. ત્રીજા વેવ માટે તૈયારી કરો.

Wjatsapp
Telegram

સવર્ણ હિંદુઓની સરકારોની છેલ્લા સવા વર્ષની અભૂતપૂર્વ નિષ્ફળતાઓ જોઈને એટલું તો સ્પષ્ટ છે કે આ લોકો આવનાર ભવિષ્યમાં પણ પૂરતી સ્વાસ્થ્ય સુવિધાઓ આપવાના નથી.

કોરોનાનના બીજા વેવમાં જ જ્યાં આટલી નફ્ફટાઈ અને નાગાઈ કરી રહ્યા છે ત્યારે ત્રીજા વેવમાં(આવશે એવું કહેવાય છે) તો શું થશે!! એ તો ભવિષ્યમાં જ ખબર પડે પણ આજના કરતાં ખરાબ સ્થિતિ હશે, તેમાં તમે કે હું બેમત નથી.

જ્યારે સત્તાધારીઓએ આપણને, પ્રજાને, મરવા માટે પોતાના હાલ પર છોડી દીધા હોય ત્યારે શું કરવું?
– જાતે પોતે પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખો.
– કોરોના વાયરસને લગતી દરેક માહિતી વાંચો અને સમજો.
– તમારા શરીરને ઓળખો. કયો ખોરાક તમારા શરીરને(જીભને નહિ. હો!!) સૂટ કરે છે?, એ ચકાસો.
– તમારા શરીરમાં ક્યાં ક્યાં વિટામિન, મિનરલ્સ, વિગેરે ખૂટે છે?, એ જુઓ.
– ઇમ્યુનિટી વધારવા ઉકાળા અને અન્ય દવાઓ માત્ર પર નિર્ભર ના રહો, પણ ખોરાકમાં એવી શકભાજી, ફળ લો કે જેનાથી ઇમ્યુનિટી વધે.
– તમને જો ડાયાબીટીસ, હાર્ટ એટેક, બીપી, વિગેરે જેવી બીમારીઓ હોય તો નિયમિત ડોક્ટરને બતાવો, દવાઓ સમયસર લો અને તમારી બીમારી વધે નહિ તેની કાળજી લો.
– તમે જલ્દી ગભરાઈ જતા હોય, બીપી વધી-ઘટી જતું હોય તો ટેંશનવાળી બાબતોથી દૂર રહો. ખાસ કરીને છાપા, ન્યુઝ ચેનલો ના જુઓ.
– મન પ્રફુલ્લિત રહે તેવી પ્રવૃત્તિઓ કરો.
– ઘરના લોકો ખુશ રહે તેવા વાતાવરણનું નિર્માણ કરો.
– “મને કાંઈ ના થાય.” એવો વ્હેમ મનમાંથી કાઢી નાંખો. કોરોના ગમે ત્યારે, ગમે તેને થઈ શકે છે અને જીવલેણ સાબિત થઈ શકે છે.
– દવાઓ, ઈન્જેકશન, ઓક્સિજન, બેડ, વિગેરેના સંપર્ક નંબરો હાથવગા રાખો.
– હળવી એક્સરસાઈઝ કરો.

મેં કેટલાંય લોકો હોસ્પિટલમાં ગભરાઈ ગયેલા જોયા છે, જે સીધું તેમની ટ્રીટમેન્ટ પર અસર પાડે છે. પોતાનું મન મજબૂત કરો અને આવનાર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માનસિક રીતે તૈયાર રહો.

કૌશિક શરૂઆત

નોંધ : આ નફ્ફટ લોકોનું કોરોના કાળમાં પણ સરકારી કંપનીઓ વેચવાનું ચાલુ છે, પ. બંગાળમાં હિંસા ભડકાવવાનું ચાલુ છે, રોજ જુઠ્ઠાણા ફેલાવવાનું ચાલુ છે,
મતલબ,
આપણે આગળ ખૂબ મોટી લડાઈ લડવી પડશે. એની પણ તૈયારી કરો. 

You may also like...

Leave a Reply

Your email address will not be published.