પોલિટિકલ જ્ઞાન ૧ : તમે એકલો સત્તા પક્ષ નથી ચૂંટતા. વિપક્ષ પણ ચૂંટો છો.

લોકસભા ૨૦૧૯ : પોલીટીકલ જ્ઞાન
ચૂંટણીમાં તમે એકલો સત્તાપક્ષ નથી ચૂંટતા.
વિપક્ષ પણ ચૂંટો છો.
કેટલાક લોકો એવો એવી માનસિકતા સાથે વોટ કરે છે જે રાજકીય પક્ષ સરકાર નથી બનાવી શકતો કે પછી જે ઉમેદવાર હારી જશે. તેવી ભ્રમણા ઉભી કરવામાં આવે છે. પછી તમે તેને વોટ નથી આપતા.
આ માનસિકતા લોકશાહીને નબળી પાડે છે.
ઉમેદવાર અને વિચારધારા તથા તમને પસંદ મુદ્દા આ વોટ માટે પસંદગીનો માપદંડ હોવો જોઈએ.
માત્ર એવી કલ્પના કે પછી એવો પ્રોપેગન્ડા ઉભો કરાય કે કોઈ ઉમેદવાર હારી જશે, તો વોટર માત્ર વોટ બગડશે, તેમ સમજી ન ગમતા ઉમેદવારને વોટ આપે છે.
લોકશાહીમાં કોઈના કહેવાથી નહિ પણ તમારી વૈચારિક સ્પષ્ટતા સાથે વોટ કરો, તો મજબૂત સરકાર સાથે મજબૂત વિપક્ષ પણ મળશે….
અસત્ય કે પછી અધકચરી માહિતી સોસિયલ મીડિયા કે સમૂહ માધ્યમોમાં મૂકી, એક વ્યક્તિ કે પક્ષ માટે પ્રોપેગેન્ડા ઉભો કરાય છે, તેનો અતિરેક થતા, ઘણી વાર ખોટી માહિતીને સાચી માની લેવાય છે.
આપ્રોપેગેન્ડાથી બચવા તમામ માહિતીની સત્યતા ચકશો. કોઈ પણ માહિતી સાચી છે તેમ માની નિર્ણય લેવાય તો તમે પ્રોપેગેન્ડાનો શિકાર બની શકો.
જીગર પરમાર
પત્રકાર – સંદેશ