પોલિટિકલ જ્ઞાન ૨ : નેતા ચૂંટવા માટેનો માપદંડ ડિગ્રી નહિ પણ વિચારધારા અને સામાજિક નીસબત.

Wjatsapp
Telegram

લોકસભા ૨૦૧૯ : પોલીટીકલ જ્ઞાન

નેતા ચૂંટવા માટેનો માપદંડ ડિગ્રી નહિ પણ
વિચારધારા અને સામાજિક નીસબત.
છેલ્લા કેટલાક વર્ષોથી એવી ચર્ચા છેડાઈ રહી છે કે, ચૂંટણી લડવા માટે શૈક્ષણિક લાયકાત એટલે કે, ૧૦ પાસ, ૧૨ પાસ કે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.
પણ આ માત્ર સમાજની મોટી જન આબાદી ખાસ કરી દબાયેલા વર્ગનો ચૂંટણી લડવાનો અધિકાર છિનવવાનું ષડયંત્ર છે.

જો ડિગ્રી કે વધુ ભણેલા લોકો જ સારા નેતા બની શકતા હોત તો દુનિયાના દરેક દેશના રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન વૈજ્ઞાનિક હોત.

ઉચ્ચ શૈક્ષણિક લાયકાત કે ડિગ્રીથી સારા વહીવટકર્તા બની શકાતું નથી. શિક્ષણ કે ડિગ્રી એ વ્યક્તિત્વ વિકાસમાં ઉપયોગી છે પણ તેનાથી જ વ્યક્તિત્વનો વિકાસ થાય એ જરૂરી નથી.

ભણેલા ગણેલા મૂર્ખ પેદા કરતી શિક્ષણ વ્યવસ્થામાં જો શૈક્ષણિક માપદંડના આધારે ચૂંટણી લડવાનો અધિકાર અપાય તો લોકશાહીનો દાટ વળી જાય એમાં બે મત નથી.
હાલની વ્યવસ્થામાં તમે જે ભણી રહ્યા છો તેનાથી તમે શિક્ષિત થઇ શકો પણ જરૂરી નથી કે તમે વ્યવહારુ જ્ઞાન અને વહીવટી કુશળ બની શકો.

જો માત્ર ડિગ્રી જ માપદંડ હોત તો અર્જુનને શ્રેષ્ઠ સાબિત કરવા દ્રોણાચાર્ય એ એકલવ્યનો અંગુઠો કાપ્યો ન હોત.
અભણ અકબરના દરબારમાં નવ રત્ન તરીકે વિદ્વાનો કામ ન કરતા હોત.

આમ, ચૂંટણી લાડવા માટે ડિગ્રી જોઈએ તેવો દેકારો દેતા લોકોને એ સમજાવું જરૂરી છે.

Jigar Parmar - Reporter Sandeshજીગર પરમાર
પત્રકાર – સંદેશ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.