પ્રણવ મુખર્જીએ RSSમાં જઈને શું કહ્યું?

Pranav Mukharji RSS visit (1)
Wjatsapp
Telegram

શ્રી પ્રણવ મુખરજી,ભારતના ભૂતપર્વ રાષ્ટ્રપતિ દ્વારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ત્રીજા વર્ષની વાર્ષિક તાલીમ પ્રશિક્ષણ શિબિર દરમિયાન આપેલ ભાષણ …

રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિ

શુભેચ્છાઓ,
સરસંચાલક શ્રી મોહન ભાગવત જી, પ્રતિનિધિઓ,સજ્જનો અને સન્નારીઓ..

આજે, હું ભારતના સંદર્ભમાં રાષ્ટ્ર, રાષ્ટ્રવાદ અને દેશભક્તિની વિભાવનાઓની મારી સમજણ આપવા માંગુ છું,અને આ જ ભારત છે. .આ ત્રણ વિભાવનાઓ એટલી ગાઢ રીતે જોડાયેલી  છે કે તેમાં કોઈ પણ એકને અલગતાપૂર્વક ચર્ચા કરવી ખુબ જ મુશ્કેલ છે.

આ ત્રણ શબ્દોના શબ્દકોશને સમજવા માટે શરૂઆત કરીએ રાષ્ટ્રની વ્યાખ્યાથી ,રાષ્ટ્ર એટલે  ‘સમાન સંસ્કૃતિ, ભાષા અથવા ઇતિહાસ અને કોઈ ચોક્કસ રાજ્ય અથવા વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું મોટું જૂથ’  રાષ્ટ્રવાદને વ્યખ્યાન્વિત કરીએ તો  ‘પોતાના રાષ્ટ્ર સાથેની ઓળખ અને ખાસ કરીને અન્ય રાષ્ટ્રોના હિતોને છોડી પોતાના દેશના  હિતો માટે સાથ અને સહકાર’ અને  દેશભક્તિની વ્યાખ્યા કરીએ તો  ‘પોતાના દેશ માટે શ્રદ્ધા અને ઉત્સાહી સમર્થન ‘ તરીકે પરિભાષિત કરી શકીએ .

ચાલો આપણે આપણા મૂળીયા જોઈએ ,

ભારત એક ખુલ્લા પ્રકારનો સમાજ હતો , જે વિશ્વભરમાં સિલ્ક અને સ્પાઈસ રાઉટ્સ સાથે જોડાયેલું હતું. .વાણિજ્ય અને રાજનીતિઓ આ વ્યસ્ત રાજમાર્ગોએ સંસ્કૃતિ, વિશ્વાસ અને આવિષ્કારનું એક મુક્ત આદાન-પ્રદાન જોયું ,કેમકે વ્યાપારી,વિદ્વાનો અને સંતોએ પર્વતો અને રણપ્રદેશો પાર કરી ને મહાસાગરો પાર કર્યા.બૌદ્ધ ધર્મ ..હિંદુ પ્રભાવ સાથે મધ્ય એશિયા, ચીન અને દક્ષિણપૂર્વ એશિયામાં પહોંચ્યો. ચોથી સદી બી.સી માં  મેગસ્થનીસ  જેવા  પ્રવાસીઓ ,પાંચમી સદી એડીમાં ફાહ્યાન અને સાતમી સદી એ.ડી માં હ્યુએન ત્સંગ  જેવા વિશિષ્ટ પ્રવાસીઓ આવ્યા . ત્યારે આયોજિત વસાહતો અને સારા માળખાકીય સુવિધાઓ સાથે કાર્યક્ષમ વહીવટી તંત્ર વિશે લખાયું હતું. .તક્ષશિલા, નાલંદા, વિક્રમાશિલા, વલભી, સોમપુરા અને ઓદાંતપુરી રૂપે પ્રાચીન યુનિવર્સિટી પ્રણાલીની રચના થઇ હતી, જેમણે ઈ.સ. છઠ્ઠી સદીથી લઇ ૧૮૦૦ વર્ષ સુધી વિશ્વ પર  પ્રભુત્વ જાળવીરાખ્યું હતુ. આ યુનીવર્સીટીઓ વિશ્વના શ્રેષ્ઠ દિમાગ અને વિદ્વાનો માટે ચુંબક હતી.. આ સંસ્થાઓના ઉદાર પર્યાવરણમાં સર્જનાત્મકતાને સંપૂર્ણ સ્વરૂપ તેમજ  કલા, સાહિત્ય અને શિષ્યવૃત્તિ મળી. .ચાણક્યનું અર્થશાસ્ત્ર, રાજ્ય-હસ્તકલા પરનું અધિકૃત લખાણ પણ આ સમયગાળા દરમિયાન લખાયું હતું .

Pranav Mukharji RSS visit (2)૧૬૪૮ માં  વેસ્ટફેલિયાની સંધિ બાદ અને યુરોપિયન રાષ્ટ્રની વિભાવના પહેલાં લાંબા સમયથી ભારત એક રાજ્ય હતું .આ મોડેલ એક પારિભાષિત ક્ષેત્ર,એક જ ભાષા,ધર્મ અને એક સામાન્ય દુશ્મન આ મોડેલ જેના કારણે યુરોપમાં અલગ અલગ રાષ્ટ્ર-રાજ્યોનું ગઠન થયું. બીજી તરફ ભારતીય રાષ્ટ્રવાદ સાર્વભૌમિકતાથી ઉત્પન્ન થયેલ वसुधैव कुटुम्बकम ને सर्व भवंतु सुखिनह, सर्व संतु निरमाय ના દર્શન થયા,આપણે સમગ્ર વિશ્વને એક કુટુંબના રૂપે જોઈએ છીએ અને દરેક ની ખુશી અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીએ છીએ.આપણી રાષ્ટ્રીય ઓળખ સંગમ,આત્મસાત અને સહસંકૃતિની લાંબી તૈયારીની પ્રક્રિયાના માધ્યમથી ઉભરી છે.સંસ્કૃતિ,વિશ્વાસ અને ભાષામાં બાહ્યતા ભારતને ખાસ બનાવે છે.આપણે સહનશીલતાથી તાકાત પ્રાપ્ત કરીએ છીએ.આપણે બહુમતીવાદનો સ્વીકાર અને સમ્માન કરીએ છીએ.આપણે આપણી વિવિધતાઓની ઉજવણી કરીએ છીએ.આ બધું સદીઓથી આપણી સામુહિક ચેતનાનો ભાગ રહ્યાં છે. ધર્મશાસ્ત્ર,ક્ષેત્ર,ધૃણા અને અસહનશીલતાની ઓળખની બાબતમાં આપણા રાષ્ટ્રવાદને પારિભાષિત કરવાનો કોઈ પણ પ્રયાસ કેવળ આપણી રાષ્ટ્રીય ઓળખને ઓછી કરશે. કોઈ પણ તફાવતો દેખાઈ રહ્યા છે એ માત્ર સપાટી પર જ છે.જે એક સામાન્ય ઈતિહાસ, એક સામાન્ય સાહિત્ય અને એક સામાન્ય સંસ્કૃતિની સાથે એક અલગ સાંસ્કૃતિક એકમ બની રહે છે. વિખ્યાત ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથના શબ્દોમાં, “ભારતની તમામ શંકા બહારની એક ઊંડી પાયાની મૂળભૂત એકતા છે, જે ભૌગોલિક અલગતા દ્વારા અથવા રાજકીય શ્રેષ્ઠતા દ્વારા ઉત્પાદિતાની તુલનામાં વધુ ગહન છે, તે એકતા,લોહી,રંગ, ભાષા, પોશાક, શિષ્ટાચાર અને સંપ્રદાયની અસંખ્ય વૈવિધ્યતાને પાર કરે છે”.

જો આપણે ઇતિહાસ પર એક ઝડપી નજર નાખીએ તો ભારતીય રાજ્યનો ઉદભવ ઈ.સ.પૂર્વે છઠ્ઠી સદીમાં  ઉત્તરીય ભારતમાં ફેલાયેલો સોળ મહાજનપ્રાપ્તમાંજોઈ શકાય છે. ઈ.સ.પૂર્વ ચોથી સદીમાં ચંદ્રગુપ્ત મૌર્યએ ગ્રીકોને હરાવી ઉત્તરપશ્ચિમ અને ઉત્તરી ભારતને એક શક્તિશાળી સામ્રાજ્ય બનાવ્યું .સમ્રાટ અશોક આ રાજવંશના સહુથી શાનદાર શાસક હતા.મૌર્ય રાજવંશના પતન બાદ ઈ.સ.પૂર્વે ૧૮૫ આસપાસ તૂટીને નાના રાજ્યોમાં વહેચાઈ ગયું. ગુપ્તવંશે ફરી એક વિશાળ સામ્રાજ્ય બનાવ્યું જે ઈ.સ. ૫૫૦ આસપાસ તૂટી ગયું.ઘણા રાજવંશોએ ૧૨મી સદી સુધી શાસન કર્યું.જયારે મુસ્લિમ આક્રમણકારીઓએ દિલ્લી પર કબજો કરી લીધો અને સતત આગલા ૩૦૦ વર્ષ સુધી શાસન કર્યું,૧૫૨૬ માં બાબરે પાણીપતની પેહલી લડાઈમાં અંતિમ લોદી રાજાને હરાવી મોઘલ શાસનની  સ્થાપના કરી જે ૩૦૦ વર્ષ સુધી ચાલ્યું.પછી ઈ .સ. ૧૭૫૭માં ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ પ્લાસીનું યુદ્ધ જીતી લીધું અને થ્રી બેટલ્સ ઓફ આર્કોટ (૧૭૪૬ થી ૧૭૬૩) એ ભારતના પૂર્વ અને દક્ષિણમાં એમના નિયંત્રણમાં એક વિશાળ પ્રદેશ કબજે કર્યું.પશ્ચિમી ક્ષેત્રનો એક મોટો હિસ્સો પણ કંપની સાથે જોડાયેલ હતો અને આ પ્રદેશોને સંચાલિત કરવા માટે ૧૭૭૪ માં સરકારની એક આધુનિક રૂપરેખા તૈય્યાર કરવામાં આવી હતી.આ ક્ષેત્રોનું સંચાલન ઓફિસર ગવર્નર જનરલ ફોર્ટ વિલિયમ,કલકત્તા અને બે સહ ગવર્નર જેમના કેન્દ્ર મદ્રાસ અને બોમ્બે ખાતે બનાવવામાં આવ્યા હતા.લગભગ ૧૪૦ વર્ષ સુધી કલકત્તા ભારતમાં બ્રિટીશ પ્રાધીકરણનું કેન્દ્ર રહ્યું હતું. જોકે પ્રશાસનની વહીવટીય  જવાબદારી ૧૮૫૮મા ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાંથી દૂર કરવામાં આવી હતી અને ભારતીય પ્રશાસનના ઈરાદાથી ભારતના સેક્રેટરી ઓફ સ્ટેટને બ્રિટીશ કેબિનેટમાં નિમણુંક કરવામાં આવી હતી.

રાજકીય નસીબ અને વિજયના ૨૫૦૦ વર્ષના આ સમયગાળા દરમિયાન ૫૦૦૦ વર્ષ જૂની અતુટ સભ્યતા નિરંતર બની રહી.વાસ્તવમાં પ્રત્યેક વિજેતા અને વિદેશી તત્વને એક નવો સંશ્લેષણ અને એકતા બનાવવા માટે અવસોષિત કરવામાં આવ્યું હતું.ટેગોરે એમની કવિતા ‘ભારત તીર્થ’ માં કહ્યું છે અને કોટ કરું છું “કોઈ પણ નથી જાણતું  આ કોની વાત છે કે માનવતાની કેટલી ધારાઓ સમગ્ર વિશ્વમાંથી અતુલનીય લહેરોના રૂપે આવે છે,સહ્સ્ત્રાબ્ધીથી અધિક અને નદીઓની જેમ ભળી જાય છે.આ વિશાળ મહાસાગરમાં એક વ્યક્તિગત આત્મા બને છે,જેને ભારત કહેવામાં આવે છે”

આધુનિક ભારતીય રાજ્યની અવધારણા ૧૯મી સદીના અંતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સહિત વિભિન્ન ભારતીય સંગઠનો દ્વારા જોવા મળે છે.પુણેમાં ૧૮૯૫માં શ્રી સુરેન્દ્રનાથ બેનરજીથી પ્રારંભ થઇ બધાજ કોંગ્રેસ પ્રમુખોને બ્રિટીશ ભારત અને ૫૬૫ રજવાડાઓના ક્ષેત્ર સહિત ભારતીય રાષ્ટ્ર માટે આહવાન કર્યું. જયારે બાળ ગંગાધર તિલકે બેરિસ્ટર જોસેફ બેપ્ટીસ્ટે બનાયેલ શબ્દોને અવાજ આપ્યો “સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે,અને હું એને લઈને જ જંપીશ”તેમણે ભારતીય લોકો માટે સ્વરાજને સંદર્ભિત કર્યું.જેમાં વિભિન્ન જાતિઓ,પંથો અને ધર્મોને સામેલ કરવામાં આવ્યા,જે બ્રિટીશ ભારત અને રજવાડાઓમાં  ફેલાયેલ હતા.આ રાષ્ટ્ર અને રાષ્ટ્રવાદ ભૂગોળ,ભાષા,ધર્મ યા જાતિથી બંધાયેલ ન હતા.જેમકે ગાંધીજીએ સમજાવેલ ભારતીય રાષ્ટ્રવાદ વિશિષ્ઠ છે,ન આક્રમક,ન વિનાશક,જે રાષ્ટ્રવાદ પંડિત જવાહરલાલ નેહરુએ ‘ડીસ્કવરી ઓફ ઇન્ડિયા’માં સ્પષ્ટ રૂપથી વ્યક્ત કરેલ છે.અને હું કહું છું  કે મને વિશ્વાસ છે કે રાષ્ટ્રવાદ કેવળ હિંદુ,મુસ્લિમ,શીખ અને ભારતના અન્ય સમૂહોના વૈચારિક મિશ્રણમાંથી બહાર આવી શકે છે.એનો મતલબ એવો નથી કે કોઈપણ સમૂહની વાસ્તવિક સંસ્કૃતિ લુપ્ત થઇ રહી છે,પરંતુ એનો મતલબ એક સામાન્ય રાષ્ટ્રીય દ્રષ્ટિકોણ છે.જેના માટે અન્ય બાબતો ગૌણ છે.” બ્રિટીશ શાસનની સામે આપણા આંદોલનની પ્રક્રિયામાં વિભિન્ન વિરોધી ઔપનિવેશક ,વિરોધી-વિરોધી અને દેશની લંબાઈ-પહોળાઈમાં એકંદરે પ્રગતિશીલ આંદોલન સ્વતંત્રતા માટે એકત્રીકરણ રાષ્ટ્રીય સંઘર્ષમાં એકીકૃત થયું.એમના વ્યક્તિત્વ  ઉપર દેશભક્તિની ભાવના જીવંત રાખતા વૈચારિક અને રાજનીતિક જુકાવ.

આપણે ૧૯૪૭મા આઝાદ થયા,સરદાર વલ્લભભાઈ પટેલના પ્રયત્નો માટે ધન્યવાદ,રજવાડાઓને ભારતના એકત્રીકરણ ની તરફ વધારે આગળ કર્યા.રાજ્ય પુનર્ગઠન આયોગની ભલામણ પર રાજ્યોની પુન:રચના પછી પ્રાંતીય અને રીયાસતોનું સંપૂર્ણ એકીકરણ થયું.

૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ભારતનું બંધારણ અમલમાં આવ્યું.આદર્શવાદ અને હિંમતના અસાધારણ પ્રદર્શનમાં ,આપણે ભારતના લોકોને એના દરેક નાગરિકોને ન્યાય,સ્વતંત્રતા અને સમાનતાને સુરક્ષા બક્ષવા માટે એક સાર્વભૌમ લોકશાહી પ્રજાસત્તાક આપ્યું.આપણે તમામ નાગરિકો ભેદભાવ,વ્યક્તીની ગરિમા અને રાષ્ટ્રની એકતા ની વચ્ચે પ્રચાર કરવાનું શરુ કર્યું.આ આદર્શો આધુનિક ભારતીય રાજ્યના નિવાસસ્થાન બની ગયા.સદીઓથી સંસ્થાનવાદી શાસન દ્વારા બનાયેલ ગરીબીના દલદલથી શાંતિ અને પુનરુત્થાનની દિશામાં લોકતંત્ર આપણી સહુથી મૂલ્યવાન માર્ગદર્શિકા બની.આપણા માટે લોકતંત્ર ઉપહાર માત્ર નથી,પરંતુ એક પવિત્ર વિશ્વાસ છે.ભારતીય બંધારણ જેમાં ૩૯૫ આર્ટીકલ અને ૧૨ શેડ્યુલ છે જે એક માત્ર કાનૂની દસ્તાવેજ જ નહિ પરંતુ દેશના સામાજિક-આર્થિક પરિવર્તનનો મેગ્ના કાર્ટા છે.જે અરબોથી વધારે ભારતીયોની આશાઓ અને અપેક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે.આપણા બંધારણમાંથી આપણો રાષ્ટ્રવાદ વહે છે.ભારતીય રાષ્ટ્રવાદનો નિર્માણ ‘સંવૈધાનિક દેશભક્તિ’ છે,જેમાં આપણો વારસો અને વહેચાયેલ વિવિધતા ની સરાહના થાય છે.જુદા જુદા સ્તરો પર કોઈની નાગરિકતા લાગુ કરવાની તૈય્યારી: ખુદને બરાબર કરવું અને અન્યોથી શીખવાની ક્ષમતા.

પ્રતિનિધિઓ, સજ્જનો અને સન્નારીઓ,

હું તમારી સાથે થોડીક સચ્ચાઈ સાજા કરવા માંગું છું કે મેં મારા પચાસ વર્ષના લાંબા સાર્વજનિક જીવન દરમિયાન એક વહીવટીય,સંસદીય અને સંચાલક તરીકે ઘણું બધું કામ કરેલ.

Pranav Mukharji RSS visit (3)

Fake Photo Vs Real Photo.

ભારતની આત્મા બહુમતીવાદ અને સહિષ્ણુતામાં  રહે છે.આપણા સમાજની આ બહુલતા સદીઓથી વિચારોના એકત્રીકરણના માધ્યમથી આવી ગઈ છે.ધર્મનિરપેક્ષતા અને સમાવેશ આપણા માટે વિશ્વાસનો વિષય છે.એ આપણી સમગ્ર સંસ્કૃતિ છે જે આપણને એક રાષ્ટ્રમાં પરિવર્તિત કરે છે.ભારતનો રાષ્ટ્રવાદ એક ભાષા,એક ધર્મ,એક દુશ્મન નથી.આ ૧.૩ અરબ લોકોની ‘બારેમાસ સર્વભૌમિકતા’ છે જે એમના દૈનિક જીવનમાં ૧૨૨ થી વધારે ભાષાઓ અને ૧૬૦૦ બોલીઓનો ઉપયોગ કરે છે.સાત પ્રમુખ ધર્મો પાળે છે.ત્રણ મુખ્ય જાતીય સમૂહો – આર્ય,માંગલો અને દ્રવિડો એક જ પ્રણાલી નીચે રહે છે.એક ધ્વજ અને એક ભારતીય હોવાની ઓળખ અને કોઈ દુશ્મન નહી.આ જ કારણે ભારત એક વિવિધ અને એકજુટ રાષ્ટ્ર બને છે.
લોકશાહીમાં રાષ્ટ્રીય મહત્વના બધા મુદ્દા પર સૂચિત અને તર્કસંગત સાર્વજનિક જોડાણ જરૂરી છે.સંવાદ કેવળ સ્પર્ધાત્મક હિતોને સંતુલિત કરવા માટે જ નહિ પરંતુ  એનું સમાધાન કરવા માટે પણ જરૂરી છે.સાર્વજનિક પ્રવચનમાં અલગ-અલગ પાસાઓને ઓળખવા જોઈએ.આપણે દલીલ કરી શકીએ,સહમત થઇ શકીએ અથવા સહમત ન પણ થઇ શકીએ.પરંતુ આપણે અભિપ્રાયના બાહ્યતાના આવશ્યક પ્રચારને નકારી શકીએ નહી.માત્ર એક સંવાદ દ્વારા આપણે આપણા રાજકારણમાં અનિચ્છનીય સંઘર્ષ સિવાય જટિલ સમસ્યાઓના ઉકેલ માટે સમજણનો વિકાસ કરી શકીએ છીએ.

જીવનભર સહકાર,કરુણા,જીવન પ્રત્યે સમ્માન અને પ્રકૃતિની સાથે સદભાવના આપણી સભ્યતાનો પાયો છે.દર વખતે જયારે કોઈ બાળક અથવા મહિલા ક્રૂરતા નો શિકાર થાય છે ત્યારે ભારત ની આત્મા ઘવાય છે.ક્રોધની અભિવ્યક્તિઓ આપણા સામાજિક કપડાંઓને ફાડી રહી છે.દરરોજ આપણે ચારેબાજુ હિંસામાં વૃદ્ધિ જોઈએ છીએ.આ હિંસાના હૃદયમાં અંધકાર,ભય અને અવિશ્વાસ છે.આપણે આપણા સાર્વજનિક ઉપદેશને હિંસા,ભૌતિક અને સાથે મૌખિક રૂપથી મુક્ત કરવું પડશે.માત્ર એક અહિંસક સમાજ જ લોકતાન્ત્રિક પ્રક્રિયામાં લોકોના તમામ વર્ગોની ભાગીદારી સુનિશ્ચિત કરી શકે છે.વિશેષ રૂપથી હાંસિયામાં ધકાયેલા અને વંચિત.આપણે ક્રોધ,હિંસા અને સંઘર્ષથી આગળ વધી શાંતિ,સદભાવ અને ખુશી તરફ પ્રયાણ કરવું જોઈએ.

આપણે લાંબા સમય સુધી પીડા અને સંઘર્ષના સાથે રહ્યા છીએ.તમે યુવાનો અનુશાસિત,સારી રીતે તાલીમબદ્ધ અને અત્યંત શિક્ષિત છો.કૃપા કરી શાંતિ,સંવાદિતા અને સુખ માટે કામનાઓ કરો.આપણી માતૃભૂમિ તેના માટે માંગ કરી રહી છે.આપણી જન્મભૂમિ તે પાત્ર છે.

ખુશી જીવનના માનવ અનુભવ માટે મૌલિક છે.સ્વસ્થ્ય,સુખ અને ઉત્પાદક જીવન જીવવું એ આપણા નાગરિકોનો મૂળભૂત અધિકાર છે. આર્થિક વૃદ્ધિ સૂચકાંકો પર સારુ    પ્રદર્શન કરેલ હોવા છતાં, આપણે  વર્લ્ડ હેપીનેસ  ઇન્ડેક્સમાં  નબળો  દેખાવ કર્યો છે.વર્લ્ડ હેપીનેસ રીપોર્ટ ૨૦૧૮માં ૧૫૬ દેશોના કરેલા સર્વેમાં ૧૧૩મા નંબરે આપણે રહ્યા છીએ.સંસદ ભવનની લીફ્ટ નંબર ૬ ની પાસે અંકિત થયેલ કૌટિલ્યનો અર્થશાસ્ત્ર શ્લોક જે આ પ્રમાણે કહે છે  :

प्रजासुखे सुखं राज्ञः प्रजानन् च हिते हितम्।
नात्मप्रियं हितं राज्ञः प्रजानन् तु प्रियं हितम् ..

લોકોના સુખમાં રાજાના સુખનો સમાવેશ થાય છે, તેમનું કલ્યાણ રાજાનું કલ્યાણ છે.  તે માત્ર એટલું જ સારું માનતો નથી કે જે તેને ખુશ કરે છે, પરંતુ તે દરેક માટે લાભદાયી વ્યવહાર કરશે, જે તમામ લોકો માટે ખુશીનો કારણ બનશે. કૌટિલ્યે આ શ્લોકાર્થીને સંક્ષિપ્તમાં દર્શાવ્યું કે રાજ્ય લોકો માટે છે.  લોકો રાજ્યની તમામ પ્રવૃત્તિઓના કેન્દ્રમાં છે અને લોકોમાં વિભાજન અને તેમનામાં દુશ્મનાવટ ન થાય એ જવાબદારી રાજ્યની છે ,રાજ્યનો ઉદ્દેશ ગરીબી, રોગ અને વંચિતતા વિરુદ્ધ સંયુક્ત યુદ્ધ સામે લડવા અને આર્થિક વિકાસને વાસ્તવિક વિકાસમાં ફેરવવા માટે તેમને ઉત્તેજન આપવું જોઈએ. .શાંતિ, સંવાદ અને સુખ ફેલાવવાનો ઉદ્દેશ્ય આપણી  જાહેર નીતિના નિર્માણને સૂચિત કરે અને આપણા રોજિંદા જીવનમાં આપણા રાજ્ય અને નાગરિકોની તમામ ક્રિયાઓને માર્ગદર્શન આપે .આ અને માત્ર આ એક સુખી રાષ્ટ્ર બનાવવા માટે સક્ષમ હશે, જ્યાં રાષ્ટ્રવાદ આપમેળે વહે છે.

આભાર
જય હિંદ

Hidayat Khanઅનુવાદક :

હિદાયત ખાન (કુંભાસણ )

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

1 Response

  1. Dilipkumar Makwana says:

    Nana hta tyare school ni chopdi ma je history aavti hti te repeat thyi tevu lagyu.
    Baki sachu kv to motabhag nu badhu bounce thyu su kehva mange 6 samjayu nhi

Leave a Reply

Your email address will not be published.