બળાત્કાર માનસથી માણસ સુધી.

Jitendra Vaghela 01
Wjatsapp
Telegram

બળાત્કારો હંમેશા પહેલા વિકૃત માણસમાં એક, બે નહિ, અનેકવાર થઇ ચુક્યા હોય છે.આ માનસિક બળાત્કારો માણસને હકીકત તરફ વાળવાની અધીરાઈ આપે છે. કાલ્પનિક રીતે થતા બળાત્કારમાં બળાત્કારી વ્યક્તિ પોતાની તરફેણમાં જ માનસિક રીતે પણ રચ્યો પચ્યો રહે છે. એને મનમાં પાળેલા વિકૃત આનંદને વધુને વધુ કાલ્પનિક રીતે ઉછેર મળતો જાય છે. અને કલ્પનામાં કોઈ રોકવાવાળું  હોતું નથી. પોતાના સડેલા મનમાંથી નીકળેલી કલ્પનાઓ, સડેલી કે આખા સમાજને સડાવી નાખવા જેવી જ હોય. કલ્પના હંમેશા એક તરફી હોય છે, પછી એ સારી કલ્પના હોય કે વિકૃત કલ્પના હોય, એના પરિણામો કલ્પનામાં પણ પોતાને ફાયદાકારક હોય એવા જ જોવાય છે. કોઈ પણ બળાત્કારી સૌથી પેહલો અસંખ્ય માનસિક બળાત્કારનો ગુનેગાર હોય છે. જે શારીરિક બળાત્કારથી એ દુનિયા સામે ખુલ્લો પડ્યો હોય, એવા તો અનેકોનેક બળાત્કારો એ માનસિક રીતે કરી ચુક્યો હોય છે. આવા વિકૃતો આપણી આજુ બાજુમાં, આપણે જ્યાંથી પસાર થતા હોય, રોજ એક બસમાં અપડાઉન કરતા હોય, એક ઓફિસમાં સાથે કામ કરતા હોય. ક્યાંક ને ક્યાંક સતત સંપર્કમાં રહેતા હોય. એવા અનેક બળાત્કારીઓથી ઘેરાયેલા હોઈએ છીએ.

Rape In India | Sharuaat E Magazineઆંતકવાદીઓના સ્લીપરસેલના માણસો જેમ ઘરમાં જ હોય કે પડોશમાં હોય કે ઓફિસ સ્ટાફમાં હોય તો પણ ખબર ના પડે. એમ આખો સમાજ આવા વિકૃત બળાત્કારીઓથી ઘેરાયેલો છે. આવા વિકૃતોને સરળતાથી આપણે સમાજમાંથી અલગ તારવી નથી શકતા. આવા માનસિક વિકૃતની દાનત વિકૃતિઓથી ભરેલી હોય પણ એમની કલ્પનાને સાકાર કરવા એ બધા સક્ષમ નથી હોતા. એટલે આપણને ઉપરાછાપરી થયેલા, ૪ કે ૫ છાપરે ચડીને પોકારેલા બળાત્કાર, નાની બાળકીઓ ઉપર થતા બળાત્કારીઓમાં, કોઈ બળવાન કે રીઢા બળાત્કારીઓ નથી હોતા, પણ બધા વિકૃત અને મન ઉપર કાબુ મેળવી ના શકે, એવી અવિકસિત બુદ્ધિના સરદારો સાવ નબળા અને નરાધમો જ હોય છે. એમની માનસિક વિકૃતિઓને પોસવા અબુધ અને ફરિયાદ પણ કરવા સક્ષમ ના હોય. એવી બાળકીઓને શિકાર બનાવે છે. એમને પોતાની વિકૃતિઓને પોસવી પણ છે. અને સલામતી પણ જોઈએ છે. તો એ લોકો હંમેશા આવી નાની અબુધ બાળકીઓને એમની હવસનો ભોગ બનાવે છે. જેથી તે પોતે સલામત રહી શકે અને પોતાની વાસનાને પણ વેગ આપી શકે. આ બધા બળાત્કારીઓ આવે ક્યાંથી? આપણામાંથી જ આવે છે. કોઈ બળાત્કારી પકડાઈ પછી એને જાણતા લોકોને આશ્ચ્રર્ય થાય કે આ માણસ આવો હતો, એ ખબર જ ના હતી. એવો આંચકો અનુભવે છે. એટલે આપણે જાણતા જ નથી કે આપણે કેવા-કેવા માણસોથી ઘેરાયેલા છે. હવે સમજાશે કે દરેક બળાત્કારી પ્રાથમિક રીતે માનસિક વિકૃત માણસ છે. અને દરેક બળાત્કારી પ્રથમ માનસિક બળાત્કારી છે. એક-બે અહીં અનેકવાર માનસિક રીતે કોઈનો બળાત્કાર કરી ચુક્યો હોય છે. એનું માનસ એ હદે વિકૃત થઇ ચૂક્યું હોય છે કે એ જે વિચારે છે એ અધમતા છે, ક્રૂરતા છે, એ સમજવાની તૈયારી એના મગજને હોતી નથી. આવા કુવિચારોની લતના રોગીઓને સમાજ, કાયદો, માણસાઈ,  કે કોઈની જિંદગી વિષેનું કોઈ ભાન હોતું નથી. કારણકે એ જે વિચારે છે એ માત્ર એની તરફેણમાં જ વિચારે છે એ ક્યારેય કાલે પકડાઈ જઈશુ તો શુ થાય? એ નથી વિચારતો. પણ ક્યારે મોકો મળે અને એના વિકૃત વિચારોને હકીકત બનાવી લેવાય એમાં ઘૃત બની ચુક્યો હોય છે. અને આવા વિકૃતિઓની વિકૃતિનો ભોગ નાની બાળકીથી લઈને ઉંમર લાયક મહિલાઓ સુધી કોઈ પણ બની શકે છે.

Rape In India (2)પોલીસ પોલીસનું કામ કરશે પણ ક્યાં? કયું? અને ક્યારે? આવા માનસિક બળાત્કારીઓને એમના ઘરના સભ્યો પણ નથી ઓળખી શકતા ત્યાં પોલીસ કે સરકાર ક્યાંથી ઓળખવાની! કાયદાની બીક આવા વિકૃત લોકોને હોતી તો આજે અનેક બળાત્કારીઓ આમ જેલમાં સબડતા ના હોતા. કારણ કે એ વિકૃતિની એવી અસર એમનામાં વણાયેલ હોય છે, એમને પરિણામની નહિ એમના વિચારોના અંજામની જ ખબર હોય છે, તેઓ જે ઘટનાને હકીકતમાં ઉતારવા જઈ રહ્યા છે, એ ઘટનાનું એક તરફી જ પાસું એમને ખબર હોય છે. એમને ક્યારેય બીજું પાસું વિચાર્યું નથી હોતું. હા વિચાર્યું હોય છે પણ એમના તરફ એટલા ઝુકેલાં હોય છે કે તેઓ આ અપરાધ કાર્ય પછી પકડાઈ જશે એવો વિચાર પણ આવે નહિ એટલી હદે એક તરફી થઇ જાય છે. જયારે આવા અંજામના બદલામાં સમાજમાં ખુલ્લા પડી જાય કાયદાના સકંજામાં ભરાઈ જાય ત્યાં સુધી બહુજ મોડું થઇ ગયું હોય છે. પસ્તાવાનો કોઈ અર્થના રહે એ સમયે પસ્તાવો કઈ કામનો હોતો નથી કોઈની જિંદગીને નર્ક બનાવી ચૂકેલા આવા નરાધમ ઉપર ઘરના સભ્યો તરફથી પણ ફિટકાર અને નફરત સિવાય કઈ મળતું નથી.

આવી માનસિકતાવાળી પશુતા લઈને ફરતી પ્રજા હંમેશા નાની બાળકીઓનો ભોગ લેતી હોય. અથવા કોઈ અબળાનો એકલતાનો લાભ લઈને ભોગ બનાવતા હોય છે. મોટા ભાગે આવા કૃત્યો કરનારા નાબાલિક બાળકીઓના નજીકના લોકો વધુ હોય છે. એટલેજ આવા અંજામનો ભોગ બાળકીઓ વધુ બનતી હોય છે. કારણ કે નાની બાળકીઓને નજીકના ઓળખીતાઓથી મળતા પ્રલોભનના અંજામ માટે કંઈ પણ વિચારવા જેટલી શક્તિ હોતી નથી. બીજું નાના બાળકો લગભગ બધાના પ્યારા હોય છે. કોઈ પણ આવતા જતાના ઓળખતા પણ ચુટકી ભરી રમાડી લેતા હોય છે. એટલે નાના બાળકોને કોઈ કયા સેન્સમાં રમાડે છે કે એને ચોકલેટ આપે છે, એની સમજ હોતી નથી. અને મોકો મળતા કોઈ રાક્ષસ એની રાક્ષસી વૃત્તિથી કોઈની જિંદગીને પીંખી નાખે છે. એક ખરાબ કૃત્ય જેનો ભોગ લેવાયો હોય, એની સાથે-સાથે કેટકેટલા લોકોની જિંદગીઓ પીંખી નાખે છે. બળાત્કાર થયેલી દીકરીઓના માબાપ એનું આખું કુટુંબ. અને બળાત્કારી જો પત્ની, બાળકો, માં, બાપ વારો હોય ઘરમાં એકલો કમાતો હોય તો એના પોતાના કુટુંબનું જીવન પણ વગર વાંકે છિન્નભિન્ન અને સમાજથી નફરતનો શિકાર બનાવી દે છે. બળાત્કારીની પોતાની જિંદગી તો પકડાયા પછી જેલમાં જ છે. જયારે બહાર રહેલ એનું કુટુંબ પણ જેલથી ખરાબ જિંદગી જીવતું થઈ જાય છે.

Rape In India (3)બળાત્કારીની પ્રાથમિકતા વિકૃત આનંદનો હોય છે અને આ વિકૃતિને અંજામ આપી દીધા પછી સમાજ, કાયદો, પોલીસ અને બળાત્કારની ભોગ બનેલી વ્યક્તિ બધાથી હવે છૂટવું કેમનું? એ યાદ આવે છે,  ત્યારે સમજાય છે કે જે કામ કર્યું એનો અંજામ હવે શુ હોઈ શકે અને આનું પરિણામ કોઈ નિર્દોષ મહિલા કે બાળકીની જિંદગીનો ભોગ લેવાઈ જાય છે. એક જધન્ય ગુનાથી બચવા માટે બીજા ખરનાક ગુનાનો સહારો લેવાઈ જાય છે. એને પોસેલા વિકૃત વિચારો દ્વારા શુ થઇ ગયું? એ તો જેલના સળિયા પાછળની બાકીની જિંદગીમાં સમજાઈ છે. કોઈ નિર્દોષની જિંદગી બરબાદ કરીને પોતાની જિંદગીને આજીવન જેલના કારાવાસમાં સડવા મૂકી દીધી અને સાથે-સાથે કુટુંબની અધોગતિ માટેની જવાબદારી પણ પોતાની વિકૃતિ પોષવાની આદતના કારણે જ થઇ એ સમજાય ત્યારે બહુજ મોડું થઇ ચૂક્યું હોય છે.

બળાત્કારી અને બળાત્કારના કાંડને છુપાવવા બનતા ખૂનીની માનસિકતા ક્યાંથી શરૂ થાય એ સમજાવવા પ્રયત એટલા માટે કર્યો છે કે કોઈ માનસ જન્મથી ગુનેગાર હોતો નથી, બળાત્કારી હોતો નથી. નવરાશની ક્ષણોનો માણસ કેવો ઉપયોગ કરે છે. એ મુજબ એની માનસિકતા બનતી જાય છે. પેહલા માણસ એની આદતો એની ફુરસદનો સમય ક્યાં અને કોની સાથે પસાર કરે છે? કેવા લોકો સાથે ઘેરાયેલો છે? પોતાની ઈજ્જત અને સમાજ સાથે કેવી રીતે જોડાયેલ છે? એ મુજબ એની માનસિકતા બનતી જાય પછી સમય સાથે એ માનસિકતા અને વ્યક્તિત્વનું ચક્ર સતત ફર્યા કરે અને માણસની માનસિકતા મુજબ વ્યક્તિવ નિર્માણ થતું જાય.

નવયુવાનોએ તો ખાસ પોતાના માનસમાં આવતા વિચારોને સતત જાગૃત બનીને, વર્ગીકૃત કરતા જાતે જ શીખવું પડશે. કયા વિચારોને કેટલી હદે માન

આપવું કે એવા વિચારોને આવતા જ નિગ્લેક્ટ કરતા શીખી લેવું. સારી લાગતી કલ્પનાઓ બધી સારી હોતી નથી. કલ્પનાઓ, કલ્પના કરવાવારા પોતાના તરફી જ સારું બનાવતા હોય છે,  એના અંજામની ખબર તો ગુનેગાર તરીકે જેલની કોટડીમાં પુરાઈ જાય, પછી જ સમજાય છે.

આ રોગ માત્ર યુવાઓમાં હોય એવું નથી. કોઈ પણ ઉંમરે માણસ મનને કંટ્રોલ કરવા બુદ્ધિને મજબૂત નહિ બનાવી શકે. ભોગ બનવા તૈયાર રહેવું જ પડે છે.  જેમના ઘરમાં ટીનેજર હોય એવા દરેક માતા પિતા અને કુટુંબીઓની આમાં ખુબ સરકારાત્મક અભિવ્યક્તિ હોવી જરૂરી છે,  એ ઉંમર એવી હોય છે કે બાળકોને સારા ખોટાની ખબર તો હોય છતાં ખોટાને નજર અંદાજ કરીને એમને ગમતી કલ્પનાઓમાં વધુ ને વધુ ઘેરાતા જાય છે. અને એક સમય એવો આવે કે એમના માટે સમાજમાં માં-બાપ, કુટુંબ બધું ગૌણ બની જાય છે. કાલે કમાઈને ઘર ચલાવવાની જવાબદારી પણ આવશે એ વિચાર કરવાની પણ ફુરસત નથી હોતી અને જયારે માનસિકતાના એવા પડાવ ઉપર આવી જાય છે કે એ એક-એક કરતા અનેક ગુનાઓમાં સાંકળાતો જાય છે. માં બાપની જાણ બહાર એનું મિત્ર વર્તુળ પણ એના જેવું જ ખરનાક માનસિકતા વારુ થતું જાય છે. બળાત્કાર, ચોરી, મારામારી, નશો, જેવા કાયદા વિરોધી કામોમાં ક્યારે સપડાઈ જાય એની સમજ પણ ના હોય અને એ હદે ખોટા કામોમાં ખુંપી જાય છે. કે એમાંથી બહાર નીકળવાની જગ્યાએ વધુ ને વધુ સપડાતો જાય છે.

બાળકોની સૌથી નજીક એના મિત્રો હોય છે અને એનાથી નજીકમાં બાપને રહેતા શીખી લેવાની જરૂર છે. કોઈ બાળક મોટો થઇને બળાત્કારી બનીને કોઈની જિંદગી બરબાદ ના કરે અને પોતાની કે પોતાના કુટુંબની પણ ઈજ્જતને આંચના આવે એવું વ્યક્તિત્વ નિર્માણ થાય એના માટે માં બાપ પ્રથમ પગથિયું છે. અને યુવાઓમાં પણ જે ખોટા રસ્તે લઇ જતા મિત્રોને જલ્દીમાં જલ્દી શોધીને દૂર રેહવું અને આવા મિત્રોને સાથ સહરકાર નહિ આપીને, એને આવા ખરાબ કર્યોમાંથી પાછા વાળવામાં સહભાગી થવું એ ફરજને આજે નિભાવશો તો આવતા બધા વર્ષો માનભેર ગરદન ઊંચકીને જીવી શકશો. અને તમારા માટે માં બાપને પણ માન થશે.

જીતુ ડીંગુજા  9924110761Jitendra Dinguja 01

VP Operation

Motivation Engineers & Infrastructure Pvt Ltd –

 

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.