બાપુનગરમાં પ્રજાસત્તાકદિનની ઉજવણી અને ડૉ. બાબાસાહેબની પંચધાતુની મૂર્તિનું અનાવરણ.

અમદાવાદ, 26 જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસ પર “ભીમરાવ વાંચનાલાય ચેરીટેબલ ટ્રસ્ટ” અને “બાપુનગરના અનુસૂચિત જાતિના સ્થાનિક લોકો દ્વારા “ભીમરાવ આંબેડકરની ૭૫૦ કિલોની પંચધાતુની મૂર્તિનું અનાવરણ” વસ્ત્રાપુર અંધજન મંડળના “વિકલાંગ બાળકો” દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન શ્રી “અનિલકુમાર પ્રથમ” (એડી.ડી.જી.ગુજરાત રાજ્ય) તેમજ બાપુનગરના ધારાસભ્ય “હિંમતસિંહ પટેલ” ઊપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમના આયોજક “કેતન વિનુભાઇ પરમાર” જણાવે છે કે, ” આંબેડકરજીની પુરા કદની મૂર્તિ મુકવાની મંજૂરી ૨૦૦૧માં બાપુનગરના સ્થાનિક રહેવાસી “મહેન્દ્રકુમાર જીવનલાલ ચાવડા” એ લઇ લીધી હતી, પરંતુ ત્યારબાદ તેઓનું દુ:ખદ અવસાન થતાં, આ કાર્ય છેલ્લા 18 વર્ષથી બાકી રહેલ હતું. આ મંજૂરી લીધેલ જમીન પર બધા જાહેરાતોના બોર્ડ લગાવતા હતા, તેમજ આ જગ્યાની જાળવણી પણ કોઈ કરતું નહોતું. પરંતુ ત્યારબાદ “ભીમરાવ વાંચનાલાય ચેરીટેબલ ટ્રસ્ટ” દ્વારા આ જગ્યા સાફ કરી, આંબેડકરજીની પ્રતિમા મુકવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો તમામ ખર્ચો અનુસૂચિત જાતિ દ્વારા ઉપાડવામાં આવ્યો હતો, તેમ છતાં મુખ્ય મહેમાનમાં દરેક સમાજના લોકોને આમંત્રિત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ધ્યેય આંબેડકરજીનું સપનું “જ્ઞાતિવિહીન સમાજરચના” એના માટે લોકોને જાગૃત કરવાનું છે. બાપુનગર વિસ્તારમાં આ કાર્યક્રમથી લોકો ભારતના સંવિધાન અને આંબેડકરજીની વિચારધારા માટે જાગૃત બને એની શરૂઆત કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં દરેક સમાજના લોકો એ ભાગ લઈ તેને સફળ બનાવ્યો હતો”.
વંદના ફાઉન્ડેશન, બાપુનગરના ટ્રસ્ટી “વંદના ચાવડા” જણાવે છે કે, આંબેડકરજીની પ્રતિમા એ “ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા”નું પ્રતિક છે. આંબેડકરજીની પ્રતિમા મુકવાનું સપનું તેઓના મોટા પપ્પા “મહેન્દ્રભાઈ જીવનલાલ ચાવડા” એ જોયું હતું, તે “ભીમરાવ વાંચનાલાય ચેરીટેબલ ટ્રસ્ટ” તેમજ બાપુનગર ની સમસ્ત જનતાના સહકાર દ્વારા 18 વર્ષ પછી પૂર્ણ કરવામાં કરવામાં આવ્યું તે બદલ “સમસ્ત ચાવડા પરિવાર” તેઓના આભારી રહેશે. તેમજ આ કાર્યક્રમ બાદ લોકોમાં ભારતના બંધારણ અને આંબેડકરજી ની વિચારધારા પ્રત્યે લોકોમાં જાગૃતતા કેળવાય તે માટે પણ તેઓ સતત સક્રિય રહેશે.
”
જય ભીમ…
જય ભારત…
જય સંવિધાન…