બીજા વર્ષની શરૂઆત.

Wjatsapp
Telegram

શરૂઆત મેગેઝીનને એક વર્ષ પૂરું થયું અને બીજા વર્ષની શરૂઆત થઈ.

આ ૧૭મો અંક છે. મેગેઝીનની શરૂઆત ડો. કલ્પેશ વોરાના તંત્રી પદ સાથે કર્યું. શરૂઆતમાં દર ૧૫ દિવસે અંક કાઢતા હતા. પણ જોયું કે આખો મહિનો દોડાદોડી બહુ રહે છે, પહોંચી વળાતું નથી એટલે પખવાડીકમાંથી માસિક કરી નાખ્યું.

થોડા સમય પછી ડો. કલ્પેશ વોરા અન્ય કામમાં વ્યસ્ત થયા એટલે મેગેઝીનના પ્રકાશક સાથે તંત્રી પદની જવાબદારી મારે માથે પડી આવી પડી. અને મારા સિવાય કેટલાંય લોકોને, “કૌશિક પત્રકાર છે”, તેવો ભ્રમ થયો. જો કે નવા તંત્રી માટેની મારી શોધ હંમેશા ચાલુ રહી. આ અંક તૈયાર કરવામાં હિદાયત ખાન અને જીતું ડીંગુજાનો અમુલ્ય ફાળો છે. સાથે સાથે વિજય જાધવે પણ સરસ મદદ કરી છે.

સોસીઅલ મીડિયામાં સરસ લખતા લોકોને શોધવા, તેમનો સંપર્ક કરવો, તેમના આર્ટીકલ છાપવા અથવા વિવિધ વિષયો પર તેમની પાસે આર્ટીકલ લખાવવા, વિગેરે કરતાં કરતાં આજે આ મેગેઝીન ૫૦૦૦ થી વધુ લોકો સુધી પહોંચતું થયું. મેગેઝીન બનાવવું ઘણું સિમ્પલ છે. એક ટાઈટલ ડીજાઇન બનાવો, વોર્ડમાં લખાણ ગોઠવો અને તેને PDF માં કન્વર્ટ કરો. PDF માંથી ઈમેજમાં પણ ઓનલાઈન ઘણા કન્વર્ટર છે. અઘરું છે કોન્સેપ્ટ વિચારવો અને તે મુજબ આર્ટીકલ શોધવા, માહિતી શોધવી. અમારી જેમ તમે પણ ફ્રીમાં (એકપણ રૂપિયો ખર્ચ્યા વગર) એ મેગેઝીન શરુ કરવા માંગતું હોય તો અમારો સંપર્ક કરવા નમ્ર વિનંતી.

શરૂઆત – ગુજરાતના તમામ યુવાનોનું, ઈ મેગેઝીન છે, ફ્રી મેગેઝીન છે. ગુજરાતના યુવાનોમાં જે ભાવનાની ઊણપ લાગે, જે માહિતી આપવાની જરૂર લાગે, જે વિષયે કેળવણી આપવાની જરૂર લાગે, તે વિષય પર નિયમિત અંક કરીએ છે. મૂળ ઉદ્દેશ્ય, ગુજરાતના યુવાનો પોતાના ધર્મ, જાતીની બહારની દુનિયા જોતાં થાય, લખતાં-સમજતાં થાય, તે છે. આજે એક વર્ષના અંતે અમે કંઈક અંશે તેમાં સફળતા મેળવી છે, તેવું દેખાય છે.

આ અંકમાં જે વ્યક્તિનો પરિચય, તેમનું કામ અને સંપર્ક નંબર આપેલ છે. તમે સમય કાઢીને બધાને વાંચો અને નાગરિક તરીકે તમે જાતે કેવી રીતે કામ કરી શકો તે જુઓ. સંપર્ક નંબર આપ્યા છે એટલે જો તમને કોઈનું કામ પસંદ આવે તો તેને ફોન કરીને બિરદાવાનું ભૂલતા નહી. જેમ આપણે કોઈના ખરાબ કામો વખોડી નાંખીએ છીએ તેમ સારા કામોને પણ બિરદાવવા આપણી નૈતિક ફરજ છે. આ દરેક ક્ષેત્રમાં અસંખ્ય લોકો કામ કરે છે, એટલે દરેક ક્ષેત્રમાંથી એક – એક નામ લીધું છે. તમારા ગમતા વ્યક્તિનું નામ ના આવ્યું હોય તો માઠું લગાડશો નહી, પરંતુ અમને તેમની વિગતો લખી મોકલજો. આવતા અંકોમાં સમાવેશ કરવા પ્રયત્ન કરીશું.

મેગેઝીનની ભાષા અને ડીજાઈન જાણી જોઇને સરળ અને ઈમેચ્યુર રાખી છે. તેના મુખ્ય બે કારણ છે, ૧) પ્રોફેશનલ લોકોને હાયર ના કરવા પડે.. હા.. હા.. હા.. રૂપિયા બચે. અને ૨) મારો અનુભવ એવો છે કે જેટલું સરળ લખીએ, સરળ રાખીએ તેટલું જ લોકોને અપનાવવામાં સરળતા રહે. કોઈ ભારેખમ ઈન્ટેલેક્ચ્યુંઅલનું મેગેઝીન ગણી દે તો જેમના માટે જરૂરી છે તે લોકો વાંચે નહી. હું પોતે અઘરા-અઘરા મેગેઝીન, આર્ટીકલ, લેખકો, … વાંચવાનું પસંદ નથી કરતો. (આ મુખ્ય કારણ છે.)

અમે એટલું ઈચ્છીએ કે, ગુજરાતનો દરેક યુવાન પોતાના બંધારણીય અધિકારો માટે જાગૃત બને અને લડે તે ખુબ જરૂરી છે. આ અંકમાં ૧૮ અલગ-અલગ આઝાદી માટે ઝઝુમતાં વ્યક્તિ નહી પણ ૧૮ અલગ અલગ પદ્ધતિનો, યુવાનોને પરિચય કરાવીએ છીએ. તમે આ ૧૮ લોકોને અને તેમની પદ્ધતિઓને શાંતચિત્તે વાંચો અને તમને અનુકુળ પદ્ધતિ અપનાવી, આઝાદીની લડાઈ લડો તેવી શુભેચ્છા. ગુજરાતના તમામ યુવાનોને અમે તેમના વિચારો લખી આપવા માટે આહ્વાન કરીએ છીએ.

જે પણ આર્ટીકલ ગમે તેને શેયર કરજો. મેગેઝીનને શેયર કરજો. જેટલા વધુ લોકો જાગૃત થશે તેટલું જ લોકતંત્ર વધુ મજબુત થશે.

યાદ છે ને કે “લોકશાહીમાં માથા ગણાય છે.”

– કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.