ભ્રષ્ટાચારીની પણ જાતિ જોવાય છે.

આ અસલ ભારત છે. ભરપૂર જાતિવાદી ભારત. જ્યાં ભ્રષ્ટાચારીની પણ જાતિ જોવાય છે.
બાંગરુ લક્ષ્મણ દલિત હતા અને જુદેવ સવર્ણ.
2001 માં બાંગરુ લક્ષ્મણ 1 લાખની લાંચ લેતા ઝડપાયા.
2003 માં જુદેવ 9 લાખની લાંચ લેતા ઝડપાયા.
બન્ને કેમેરામાં કેદ થયા.
બાંગરુ લક્ષ્મણને પાર્ટીએ ના બચાવ્યા અને પાર્ટીના અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવું પડ્યું. કેસ ચાલ્યો અને સજા થઈ. એ પછી સતત તેમનો ગ્રાફ ઘટતો ગયો અને અંતે ગુમનામીમાં મૃત્યુ પામ્યા.
જ્યારે જુદેવ જે સવર્ણ હતા, તેમની સાથે એવું કશું જ ના થયું. અને ફરી વખત ટિકિટ આપી અને સાંસદ તરીકે ફરીથી ચૂંટાયા.
ઉભા રહો. હજુ પત્યું નથી,
બાંગરુ લક્ષમણ 1953 થી RSS માં જોડાયા હતા અને 1969 થી જન સંઘ (આજનું ભાજપ)માં જોડાયા હતા. તોય દલિત હોવાના લીધે રાતોરાત ઘર ભેગા થઈ ગયા.
આમ, સ્પષ્ટ છે કે ભારતીય રાજનીતિમાં જાતિ એક મહત્વનું પરિબળ છે.