ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર… ભ્રષ્ટાચાર…

ગરીબી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, શિક્ષણ, સ્વાસ્થ્ય તેમજ બીજી અગણિત સમસ્યાઓ છોડીને મિડીયા અને રાજકારણ પકોડા અને છોલે-ભટુરે પર ડિબેટ કરે છે..
અને પબ્લીક પણ આવી ડિબેટો જોઈને એમનો ટાઈમપાસ કરી મનોરંજન માણે છે. ખરેખર દેશ અને જનતાના મૂળ પ્રશ્નો દબાતા જાય છે. અને આવા નાટકો હાઈલાઈટ થઈ રહ્યા છે જે સમય આવ્યે બન્ને માટે નુકશાનકારક સાબિત થશે.
કોઈપણ પાર્ટી હોય! સત્તાકીય સરકાર પોતે કરેલ કામની નામના મેળવવા માટે જાહેરાતો પાછળ કરોડોના ખર્ચા કરે છે. તે બંધ થવા જોઈએ અને એ રુપિયાનો બીજા સારા જનહિતના કામમાં ઉપયોગમાં લેવાવા જોઈએ.
હમણાં હાલમાંજ દિલ્લી સરકાર ( કેજરીવાલ ) દ્વારા સરકારી શાળામાં સ્વીમીંગ પુલ બનાવાયા જેની જાહેરાત દિલ્લી ના ૩૭ ન્યુઝ પેપરોમાં ફ્રન્ટ પેજ પર આપવામાં આવી. ખરેખર સારું કામ છે. તેમછતા જાહેરાત પાછળ જે ખર્ચો થયો તે રુપિયાથી બીજી પાંચ શાળામાંએ સુવિધા આપી શકાય જે વધારે આગળ પડે.
એજ રીતે ગુજરાતમાં જાન્યુઆરી મહિનામાં ફી અધિનિયમન ની જાહેરાતો દરેક પેપરમાં અઠવાડિયા સુધી ચાલી દરેક તાલુકા અને શહેરોમાં મોટા મોટા હોડીંગ્સ માર્યા તોય આખરે શાળા સંચાલકો સામે સરકાર ઘૂંટણિયે બેસી ગઈ અને પ્રજાની અપેક્ષાઓ તો ભાંગીને ભૂકો થઈ તે થઈ પણ આ બધી કરોડોની જાહેરાતોનો ખર્ચ પણ માથે પડ્યો..
ટૂંકમાં બસ કહેવા એટલુંજ માંગું છું કે ગરીબ અને મધ્યમ વર્ગની જનતાના હિત માટે સારી સરકારની નહી પરંતુ સારા વિપક્ષની જરુર છે જે મોંઘવારી-ભાવવધારો, પ્રજાના હિત વિરુધ્ધના સંસદમાં લેવાતા નિર્ણયો, ભ્રષ્ટાચાર અને દેશવિરોધી દરેક હરકત પર આવાજ ઉઠાવી શકે અને હરહંમેશ પ્રજાની વચ્ચે રહી પ્રજાના હીતમાં તત્પર સાથ આપીને કામગીરી કરી શકે.
વંદે માતરમ્ ભારત માતાકી જય
mob:– 7878323218