મત આપતી વખતે શું શું ધ્યાન રાખવું?

ડી. ડી. ગોહિલ (વડૉદરા)
લોકશાહી એટલે લોકોની, લોકો માટે અને લોકો દ્વારા ચાલતી સરકારની વ્યાખ્યાને ચરિતાર્થ કરતા પક્ષને જ મત અપાય.
નીચેના મુદ્દા જોવા જોઈએ
૧. જે પક્ષ, નેતા, ઉમેદવાર મુળ ભારતીય સમાન્ય લોકોના દુ:ખો સમજતા હોય.
૨. જે પક્ષ ભારતના સંવિધાનને વફાદાર રહયો હોય.
૩. જે પક્ષ સીટ મેળવવા અન્ય પક્ષના ચુંટાયેલા ઉમેદવારને ખરીદીને સત્તા ટકાવી રાખવા માગતો ન હોય.
૪. જે પક્ષ રાષ્ટીયતાને જ મહત્વ આપતો હોય.
૫. ઉમેદવારે ભારતીય દંડ સંહિતા મુજબ આપરાધો કરેલ ના હોય.
૬. આજાદી બાદ જે પક્ષે મહિલાઓ અને પછાત વર્ગને બંધારણ મુજબ મળવાપાત્ર લાભો આપ્યા હોય.
૭. જે પક્ષ બજેટ અને ચૂંટાયેલા સભ્યોને ફાળવવામાં આવતી ગ્રાન્ટ કોઈ એક જ ધર્મના વિકાસ માટે વપરાતા કે કામ ના કરતા હોય.
૮. જે પક્ષ સમાન્ય જનતા, ઓ.બી.સી., એસ..સી., એસ.ટી., લઘુમતીઓના હિતની રક્ષા કરતો હોય.
૯. જે પક્ષ પશુઓને પવિત્ર અને મનુષ્યને અપવિત્ર ગણતા લોકોને સબૂત સાથે અન્યાયો કરવા પ્રેરણા અને પીઠબળ પૂરા પાડતો ન હોય .
૧૦. જે પક્ષે અત્યાર સુધીની ચૂંટણી વખતે આપેલ લોકાભિમુખ વચનો પૂર્ણ કરવા વચનબદ્ઘતા અગ્રતા સાથે પૂર્ણ કરી હોય.
૧૧. જે પક્ષના ધારાસભ્યો સંવિધાન, અને જે તે વિભાગની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન ન કરતા હોય.
૧૨. ટુંકમા આમ ના થવું જોઈયે.
દેવ દિયે દંડાય ચોર મૂઠી જુવારનો, ને લાખ ખાંડી ખાનાર ની મહેફિલો મંડાય છે.
મને એજ સમજાતું નથી કે આવુ શા’ ને થાય છે.