માસિક કેમ આવે છે?

માસિક કેમ આવે છે?
Wjatsapp
Telegram

માસિક કેમ આવે છે?
એક સંતશિરોમણી શ્રી ને ધિક્કારતા પહેલા મારા તરફથી એમને ખુબ ખુબ આભાર જેમણે માસિકમાં હોય એવી સ્ત્રીના હાથની રોટલી ખાય એ નર્કમાં જાય, અને આવી સ્ત્રી રસોઈ બનાવે તો આવતા જન્મમાં કુતરી થાય, એવા ખુબ જ ધાર્મિક સિક્રેટ ભક્તો સમક્ષ મૂક્યા અને ભક્તો એ એમના સિક્રેટ આખી દુનિયા સામે ગાળો ખવડાવા ધરી દીધા. જેના કારણે લોકો માસિક જેવા વિષયથી દૂર ભાગતા હતા, તેઓ પણ ખુલીને સમર્થનમાં આવવા લાગ્યા. લોકોએ વીડિઓ જોયો અને વીડિઓ ની વિરુદ્ધ માં જાગૃત અને બુદ્ધિજીવી લોકોની પ્રતિક્રિયા પણ જોઈ. માસિક જેવા અછૂત લાગતા શબ્દને લોકો લાખોની સંખ્યામાં છુંતા થઇ ગયા.
કોણ જાણે કેમ પણ સંસ્કૃતિના રક્ષકો ને સ્ત્રી સાથે જોડાયેલી દરેક બાબતોથી વાંધો પડે જ છે. એમના માટે સ્ત્રી અછૂત છે.ગયા જન્મ ના કોઈ પાપની સજા રૂપે સ્ત્રીનો જાને અવતાર મળ્યો હોય એવું વર્તન કરતા હોય છે.
મોટા ભાગના લોકોના પ્રતિક્રિયા રૂપે અપાતા જવાબમાં એક કોમન જવાબ જોવા મળ્યો કે ” તારી માં પિરિયડ માં જ ના આવતી હોતી તો તું કેવી રીતે પેદા થયો હોત”?
ઘણા પુરુષોતો ત્યાં સુધી કહી રહ્યા છે કે પુરુષોને પણ માસિક આવતું હોત તો આ બાવાને ખબર પડતી કે માસિક શું ચીજ છે. આ બાબતે પુરુષો સ્ત્રીઓની તરફેણમાં બુદ્ધિ લગાવીને મેદાને પડેલા છે.
એક લેડી ડોક્ટર અને એક જેન્ટ્સ ડોક્ટર પાસેથી માહિતી કઢાવવાની જહેમત પછી હું જે સમજ્યો એ અહીં મૂકી રહ્યો છું.
પિરિયડનું મહત્વ અને મહિલાને માસિક આવવાનું કારણ.
પુરુષો ને કહી દઉં કે કુદરત રચિત સ્ત્રી પુરુષ ની પ્રક્રિયાને આગળ ધપાવવા કુદરતે સ્ત્રી માં જ ગર્ભાશય મૂક્યું છે. એટલે સ્ત્રીઓ ને જ માસિક આવે છે, પુરુષો ને નહિ આવે.
છોકરી ૧૨ થી ૧૫ વર્ષની થાય એટલે એનું શરીર પૂર્ણ મહિલા બનવા તરફ પ્રયાણ કરે છે. ડોક્ટર ના કહેવા પ્રમાણે આજ કાલ ૧૦ વર્ષે પણ છોકરીને માસિક આવી જાય છે. ૧૬ વર્ષ થવા છતાં જો માસિક ના આવે તો એ ચિંતાનો વિષય છે. તરત ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી.માસિક એટલું મહત્વની જરૂરિયાત છે.
બાળકી ના જન્મ સમયે એના અંડાશયમાં ૧૦ લાખ જેટલા ઈંડા (સ્ત્રી બીજ) હોય છે, તે બાળકી કિશોરી બનતા એ ઈંડા ની સંખ્યા ૪ લાખ જેટલી થાય છે. બાળકી ૮ કે ૯ વર્ષની થાય એટલે એનામાં એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોન્સ બનવાનું ચાલુ થાય છે. ધીરે ધીરે ૧૨ વર્ષની આસપાસ પહોંચતા ઈંડુ પ્રભાવિત લેવલે પહોંચે છે. અને જે ઈંડુ પ્રભાવિત લેવલે પહોંચ્યું હોય એ ઈંડુ ૧૪ માં દિવસે પરિપક્વ થઇ ને અંડાશયથી નીકળીને ગર્ભાશય તરફ જાય છે. આ અંડાશય અને ગર્ભાશય વચ્ચે ની ફૈલોપીયન નળી માંથી પસાર થતા જો સ્ત્રી ના એ માર્ગ માં પુરુષ બીજ (સ્પર્મ) મોજુદ હોય અને એ સ્ત્રી બીજ પુરુષ ના એક બીજ સાથે ફર્ટિલાઇજ઼ થાય તો એ બીજ ગર્ભ માં જતા મહિલા ગર્ભ ધારણ કરે છે. અને જો આ સ્ત્રીબીજ પુરુષના બીજ સાથે ફર્ટિલાઇઝ ના થાય અથવા કુમારિકાઓ માં પુરુષ બીજ મોજુદ ના હોવાના કારણે એ ઈંડુ ફલિત થયા વિના જ ગર્ભાશયમાં જાય છે.
આ ઈંડુ ગર્ભાશયમાં જતા પહેલા અંડકોષમાં જયારે પરિપક્વ થતું હોય તે સમય દરમ્યાન જ ગર્ભાશયની આંતરિક દીવાલમાં થોડો બદલાવ આવે છે. અંદરની દીવાલ ની જાડાઈ વધે છે. સાથે રક્ત નળીઓ પણ ફૂલે છે, આ પ્રક્રિયા ગર્ભાવસ્થા દરમ્યાન ફલિત થયેલ ગર્ભના રક્ષણ માટે હોય છે. પણ ફલિત થયા વિનાનું ઈંડુ ૨૮ દિવસ થતા જ સ્ત્રાવ બનીને યોનિમાર્ગે રક્ત સાથે ઝરે છે. સાથે સાથે આંતરિક દીવાલ નો જાડાઈ પામેલો ભાગ (સ્કિન) પણ ઘટ્ટ લોહી અને માસના ટુકડાના રૂપ માં બહાર આવે છે.જેને માસિક, પિરિયડ,રજોધર્મ ,મહાવારી Menstrual cycle (m .c ) કહેવાય છે.
આ ગર્ભાશયની દીવાલની જાડાઈ અને ઘટ્ટ લોહી ને બહાર કાઢવા સ્ત્રીનું શરીર પમ્પ નું કામ કરે છે. એટલે થોડા થોડા સમયના અંતરે મહાવારી વાળી મહિલાને પેટ કમર અને પેઢું ના દુખાવાનો સામનો કરવો પડે છે. ગર્ભાશયની આ સફાઈ પ્રક્રિયા ૫ થી ૭ દિવસ ની હોય છે.
આ પ્રક્રિયા કુદરતના ઉત્પત્તિ નિયમ ને આધારે કામ કરે છે, આ પ્રક્રિયા કોઈ એ કૃતિમ રીતે ઉપજાવી કાઢેલી નથી, કોઈ એ કોઈ ધર્મ કે સંસ્કૃતિનો વિરોધ કરવા ઉત્પન્ન કરેલી પ્રક્રિયા નથી, કુદરતને અહીં આ પ્રક્રિયા થી કોઈ અણગમો નથી, તો આપણે કોણ અહીં કુદરતની પ્રક્રિયાને આગળ ધપાવતી મહત્વની બાબત ને અછૂત કહી ને અન્યાય કરવાવાળા.
આ પ્રક્રિયા અભ્યાસ કરતા સમજાય છે કે, નારી જ સંસાર ને આગળ ધપાવવાની મહત્વનું અંગ છે. અને એ ધ્યાન રહે કે સ્ત્રીનું માસિકમાં આવવું એ સન્માનીય જ હોય તિરસ્કૃત ક્યારેય ના હોય.
નારી શક્તિ જિંદાબાદ.

Jitendra Dinguja 01
જીતેન્દ્ર વાઘેલા
9924110761

You may also like...

3 Responses

 1. painter qalayart says:

  બેસ્ટ

 2. જયંત રાઠોડ says:

  જય ભીમ જીતેન્દ્ર વાઘેલા ભાઇ
  આટલી સરસ, સરળ, સચોટ, માહિતી આપવા ખુબ ખુબ આભાર

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.