મોંઘવારી

Nelson Parmar 1
Wjatsapp
Telegram

નેલ્સન પરમાર “નવચેતન”
૭૮૭૪૪૪૯૧૪૯ વિધાર્થી ટી.વાય.બી.એ. (હીસ્ટ્રી) એ.એસ.પટેલ આર્ટસ કોલેજ, બોરીયાવી (આણંદ) 7874449149
“બધું જ મોંધુ છે ફક્ત સસ્તો છે માનવી.” જ્યા જોઈએ ત્યા, દરેક વર્ગના લોકો, મોંઘવારીના નામે બુમો પાડે છે. પણ પ્રશ્ર્ન થાય છે કે આ મોંઘવારી આવી ક્યાંથી?

સામાન્ય રીતે જોઈએ તો કુદરતી આફત આવે કે યુધ્ધ થાય તો તેમાંથી મોંઘવારી જન્મે છે. પરંતુ તે ઘણાં લાંબા સમયે અસર કરે છે. માનવીને જ્યારે રોટી, કપડાં અને મકાન સરળતાથી મળે નહિ ત્યારે મોંઘવારીનો જન્મ થાય છે. એક બાજુ મોંઘવારી અને બીજી બાજુ ગરીબી રેખા નીચે જીવતા લાખો કુટુંબો, કાળી મજૂરી કરતા હોવા છતાં એક ટંકનુ ભોજન પણ મેળવી શકતા નથી.

આજે ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગનો માણસ મોંઘવારી સામે લાચાર બની ગયો છે. એક જમાનો એવો હતો જ્યારે રૂપિયો પણ વધારે લાગતો એટલે કે એક રૂપિયામાં આખા ઘરની જીવન-જરૂરિયાતો સંતોષાતી હતી. રૂપિયાની પાંચશેર મોરસ અને એક રૂપિયાનું અડધો શેર ચોખ્ખું ધી મળતું હતું. આ ભારત દેશમાં, ધી- દુધની નદીઓ વહેતી હતી.. એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહોતી. સાત રૂપિયા માસિક પગારમાં એક શિક્ષક પોતાનું કુટુંબનું આરામથી ભરણપોષણ કરી શકતો હતો. ક્યાં ગયું આ બધું? અંગ્રેજો આમાનું શું સાથે લઈ ગયા? જે કંઈ થયું તેના માટે આપણે અને આપણી સરકાર જવાબદાર છીએ, આપણાં આ વેપારીઓ જવાબદાર છે. માનવીને લાચાર બનાવનાર અને મોંઘવારી રચનાર આપના દેશબધુઓ જ છે. આજે જે વસ્તુઓ જોઈએ મીઠાઈથી માંડી તમામ પ્રકારની ખાધચીજો, પાણીથી માંડી પેટ્રોલ, સોઈથી માંડી ટાયર સુધીની હરકોઈ વસ્તુના ભાવ રોજેરોજ આસમાને ચડતા જાય છે અને માનવી બસ લાચાર બની આ બધું જોયા કરે છે.

હાથે કરીને કૃત્રિમ અછત ઉભી કરનાર, જીવનજરૂરિયાત ચીજવસ્તુઓની સંગ્રહખોરી કરનારા, કાળાંબજાર બનાવનારા, કાળાં નાણાંને ફેરવનારા અને એમા જે રાજકારણીઓ પોતાના સ્વાર્થ માટે આ ધંધામાં સંકળાયેલા છે, જેમના લીધે માનવીને લાચાર સ્થિતિમાં જીવન જીવવા ફરજ પાડનારા આ લોકોને એક દિવસ કૂતરાના મોત મરવાનો વારો આવશે. આ મોંઘવારીના કારણે કેટલાય માનવીઓ ભુખ્યા સુઈ જાય છે. જ્યા જોઈએ ત્યા ભ્રષ્ટાચાર દેખાય રહ્યો છે. એના લીધે આ મોંઘવારી પણ દિનપ્રતિદિન વધતી ને વધતી જઈ રહી છે.

શું છે કોઈ સરકાર જે મધ્યમ વર્ગના માનવીનો વિચાર કરે? ચૂંટણી આવી ને પતી પણ ગઈ એટલે ચુટણી જીતવા કેટ-કેટલાય વચનો આપેલા એ પુરા થશે ખરા?

ખબર નહી ક્યાં જઈને અટકશે આ મોંઘવારી??

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *