યુવા દર્શન – ગોપાલ ઈટાલીયા “સાહેબ”

ગોપાલ ઈટાલીયા
સામાજિક કાર્યકર્તા, સભ્ય PAAS
૯૦૩૩૧૪૫૨૧૫
ગોપાલ ઈટાલીયા ગામ ટીંડી, જીલ્લો ભાવનગરના વતની છે. માતા-પિતા, ગોપાલની નાની ઉંમરે જ સમજુતીથી છુટા થઇ ગયા હતા. માતાએ બાળકોને ખેતી કરીને પાલન-પોષણ કર્યું. બાળકોએ પણ ખેતીમાં માંને મદદ કરી. આવી કપરી આર્થિક પરિસ્થિતિમાં ગોપાલભાઈનું ભણતર ધોરણ ૧૨ સુધી થયું. એ પછી હીરાઘસું ને બીજી નાની-નાની નોકરીઓ ૬ વર્ષ, ૨૦૧૨ સુધી કરી. પછી ૨૦૧૨માં કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરી ફીક્ષ પેમાં કોન્સ્ટેબલ થયા. ૪૦૦૦ પગારમાં આખો મહિનો કાઢવો ખુબ મુશ્કેલ હતું. તેમ છતાં અપાર મુશ્કેલીઓ વેઠતા કોન્સ્ટેબલ તરીકે પસાર કર્યા. પગાર ઓછો હોવાથી સરકારી નોકરી માટે પરીક્ષાઓ આપતાં રહેતા. પછી, ૨૦૧૫માં ક્લાર્ક તરીકે નોકરીમાં લાગ્યા અને આર્થિક ભીડ થોડી ઓછી થઇ. આજે પણ એમની પાસે પોતાનું ખેતર કે ઘર નથી. વર્ષોથી ભાડાંના મકાનમાં રહે છે. ચાલો એમની સાથે સવાલ જવાબ કરી લઈએ.
કૌશિક : ગોપાલ ઈટાલીયા, તમારું ઉપનામ સાહેબ કોણે પાડ્યું?
ગોપાલભાઈ : જાતે જ. જે રીતે કવિઓનું ઉપનામ હોય છે એ રીતે, મારું ઉપનામ “સાહેબ”.
કૌશિક : કોન્સ્ટેબલ તરીકે તમારો અનુભવ કેવો રહ્યો?
હું જયારે નોકરી લાગ્યો ત્યારે મારો ૪૦૦૦ પગાર હતો. આમ નોકરી રેગ્યુલર કહેવાતી પણ પગાર ફિક્ષ ૪૦૦૦, અને મેક્ષિમમ ૧૨-૧૫ કલાક નોકરી થઇ જતી. સરકાર રહેવાનું ના આપે, જમવાનું ના આપે, કશું ના આપે. તો એ બધું મેનેજ નો’તું થતું. આપણે નોકરી તો કરીએ, પ્રમાણીકતાથી, નિષ્ઠાથી પણ એનું વળતર ના મળે તો તમે કંટાળવાના તો છો જ એનાથી. અને હું બીજી નોકરીની શોધમાં સતત રહેતો.
કૌશિક : કોન્સ્ટેબલની નોકરીને લીધે તમારી પર્સનલ લાઈફ, સોસીઅલ લાઈફ પર કોઈ અસર પડી?
ગોપાલભાઈ : પોલીસની લાઈફમાં તમારી સોસીઅલ લાઈફ જરાય નહિ. આપણું શિક્ષણ જ કહે છે કે, “માણસ એક સામાજિક પ્રાણી છે.” પણ તમારી સામાજિક લાઈફ ના હોય તો તમે ખુદ એક જાનવર જ થઇ જાઓ.
કૌશિક : અમદાવાદ કલેકટર કચેરીમાં મહેસુલ ક્લાર્ક તરીકે કેવો અનુભવ રહ્યો?
ગોપાલભાઈ : એમાં થોડી સોસીઅલ લાઈફ ખરી. શની-રવિ રજા મળે. પરિવાર સાથે સમય ગાળી શકાય.
કૌશિક : ગુજરાતની લગભગ દરેક કચેરીમાં ભ્રષ્ટાચાર છે. તો તમને પણ આવા અનુભવો કે રૂપિયાની ઓફરો ક્યારેય થઇ હતી?
ગોપાલભાઈ : ઓફિસમાં બેઠાં હોય એટલે રૂટીનમાં જે થતું હોય, બધું એ થતું જ હોય. આપણી સામે જ થતું હોય. પણ મારી સામે કોઈ અરજદાર આવે તો હું અરજદારને સાંભળતો. કેમ કે હું ખેતી કરેલી, હીરા ઘસવાથી લઈને અનેક નોકરીઓ કરેલી, કેટલીય વાર હડધૂત થયેલો એટલે હું પોતે અરજદાર છું એમ સમજીને કામ કરતો.
કૌશિક : ગોપાલભાઈ, તમને તો ક્લાર્કની નોકરી મળી હતી. લાઈફ પણ સેટ થતી જતી હતી. તો જૂતું મરવાનો વિચાર ક્યાંથી આવ્યો?
સીસ્ટમમાં બેઠાં પછી જોયું કે સીસ્ટમ એટલી બધે હદે સરકારે બેકાર કરી દીધી છે કે, સામાન્ય માણસની પરેશાની સીસ્ટમ સમજવા જ તૈયાર નથી. તમે નોર્મલ માણસને ધક્કા ખવડાવો છો, RTI માટે ધક્કા ખવડાવો છો, માનસિક હેરાન કરો છો, ફીઝીકલ હેરાન કરો છો, એની પાસેથી તમે લાંચ માંગો છો. તો સીસ્ટમ જે છે એ સામાન્ય માણસોના પશ્નો સંભાળવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, સોલ્યુશન લાવવા તૈયાર નથી. એટલે એક સામાન્ય માણસ તરીકે મારામાં ગુસ્સો ભરતો કે સાલું, આ સીસ્ટમ ના ચાલે. એટલે સરકાર વિરુદ્ધ રોજ રોષ ભરાતો અને નીકળી ગયો એક દિવસે.
કૌશિક : ગુજરાત સરકારમાં આટલા બધા મંત્રીઓ છે, મુખ્યમંત્રી છે તો આ બધામાંથી ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાને જ કેમ પસંદ કર્યા?
ગોપાલભાઈ : મેં પસંદ નથી કર્યા. જૂતું મારવાની ઘટના પ્રી-પ્લાન નો’તી. મનમાં સરકાર પ્રત્યે જે આક્રોશ હતો એ જે તે સમયે નીકળી ગયો.
કૌશિક : આ જૂતાંમાર ઘટના પહેલા તમે નીતિનભાઈ પટેલને દારૂબંધી બાબતે ફોન પણ કરેલો. તો તમને ડર નો’તો લાગતો કે આટલા મોટા નેતાને ફોન કર્યા પછી મારું શું થશે? મારી નોકરી જતી રહેશે તો?
ગોપાલભાઈ : હું તો ભારતના બંધારણમાં માનવા વાળો માણસ છું. બંધારણ અધિકાર આપે છે કે તમને કોઈની પણ સાથે બોલવાની સ્વતંત્રતા છે. મંત્રી હોય કે વડાપ્રધાન હોય, આપણે એમની સાથે ડાયરેક્ટ ઇન્ટરેકશન કેમ ના કરી શકીએ.
કૌશિક : ગોપાલભાઈ, એક તરફ તમે એમ કહો છો કે તમે બંધારણમાં માનો છો, કાયદાનું સન્માન કરો છો અને બીજી તરફ તમે જૂતું ફેંકો છો. આવું કેમ?
ગોપાલભાઈ : આપણે સંવિધાનમાં માનીએ છીએ, સરકાર થોડી માને છે?
કૌશિક : હા પણ સરકારે ક્યાં જૂતું માર્યું? જૂતું તો તમે માર્યું ને?
ગોપાલભાઈ : આપણે જો જૂતું મારવાની ઘટનાને સૈવેધાનીક માની લઈએ તો એક સરકારી કર્મચારીને જૂતું મારવા સુધી લઇ જવાની ઘટનાઓ કઈ છે? ક્યાં ક્યાં સંજોગો છે? એ સંજોગો બંધારણીય છેકે ગેરબંધારણીય છે.
કૌશિક : આપણા લોકતંત્રમાં કોઈપણ માણસનો, કોઈ નીતિઓનો વિરોધ કરવો હોય તો કઈ રીતે કરવો, એવી જોગવાઈઓ છે. પણ એના બદલે તમે જૂતું મારો કે હુમ્લ્પ કરો એ કેટલું વ્યાજબી?
ગોપાલભાઈ : વ્યાજબી-ગેરવ્યાજબીનો અહી સવાલ નથી. સરકાર કેટલી એકાઉંટેબીલીટી આપે છે, એ મેઈન સવાલ છે.
કૌશિક : જૂતું મારવાથી શું ફાયદો થયો?
ગોપાલભાઈ : ફાયદા-ગેરફાયદાનો સવાલ નથી. મનમાં જે આક્રોશ હતો એ નીકળી ગયો.
કૌશિક : ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા પ્રત્યે તમને કેવાં પ્રકારનો આક્રોશ હતો?
ગોપાલભાઈ : મણે સીસ્ટમ પ્રત્યે આક્રોશ છે. કોઈ પર્ટીક્યુલર મંત્રી પ્રત્યે કે કોઈ વ્યક્તિ પ્રત્યે કોઈ આક્રોશ નથી. And He is a part of the system.
કૌશિક : હવે, તમે પરિવર્તન માટે શું કામ કરી રહ્યા છો?
ગોપાલભાઈ : લોકજાગૃતિ. કે જ્યાં પણ કંઈ ખોટું થાય છે ત્યાં લોકો અવાજ ઉઠાવે. લોકો સવાલ કરતાં થાય, ફોન કરતાં થાય. લોકોના મનમાંથી ડર નીકળે. રાતોરાત જાદુઈ છડી ફેરવવાનો સવાલ નથી, ઈમ્પ્રુવ કરવાનો સવાલ છે.
કૌશિક : તમને ફરી કોઈ વાર આક્રોશ આવે તો ફરીથી જૂતું મારશો?
ગોપાલભાઈ : ના નહિ કરું. પણ સરકાર કેટલી હદે ઉશ્કેરે છે એના ઉપર ડિપેન્ડ છે.
કૌશિક : આ કાર્યક્રમો માટે કોઈ સંગઠન કે NGO બનાવ્યું છે?
ગોપાલભાઈ : ના. હું જે વિચારું છુ એ સોસીઅલ મીડિયાના માધ્યમ પર મુકું છું. લોકોને ગમે છે એ અપનાવે છે. પ્રતિક્રિયા આપે છે.
કૌશિક : તમે પાટીદાર અનામત આંદોલન સાથે સંકળાયેલા છો?
ગોપાલભાઈ : ઓફીસીઅલી મારી પાસે કોઈ હોદ્દો નથી. પણ સમાજનું આંદોલન ચાલે છે એટલે આપણે હોઈએ.
કૌશિક : ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં તમારું સ્ટેન્ડ છુ છે?
ગોપાલભાઈ : મારું સ્ટેન્ડ એન્ટી બીજેપી કામ કરવાનું છે. મને ભાજપ સરકાર જે બંધારણ વિરોધી કામ કરે છે, તાનાશાહી સરકાર છે, જાતીવાદી સરકાર છે, વિભાજનવાદી સરકાર છે, એનાં વિરુદ્ધ હું કામ કરીશ. લોકોને સમજાવીશ કે આવી સરકારને મત ના અપાય.
કૌશિક : તો બીજેપી સિવાય કોને અપાય?
ગોપાલભાઈ : એ લોકો નક્કી કરશે ને. અપક્ષ કેન્ડીડે છે, આ વખતે તો ઘણીનાની-મોટી પાર્ટીઓ છે, એટલે બીજેપી સિવાય મત કોને આપવો, એ લોકો નક્કી કરશે.
કૌશિક : તમે કોઈ પાર્ટી જોઈન કરેલી છે?
ગોપાલભાઈ : અત્યારે ઈન્ટરવ્યું આપું છુ ત્યાં સુધી કોઈ પાર્ટી જોઈન કરેલી નથી. પછી કોઈ પાર્ટી જોઈન કરી લઉં તો પછીની વાત અલગ છે.
કૌશિક : તમારી પોતાની ચૂંટણી લડવાની ઈચ્છા ખરી?
ગોપાલભાઈ : ૧૦૦% ઈચ્છા કેમ ના હોય! હું એવું માનું છું કે આજકાલ સરકારમાં જે જે નેતાઓ બેઠાં છે એં કરતાં હું, ૫% ક્વોલીફાઈડ ગણાઉં.
કૌશિક : ગોપાલ ઈટાલીયા, એ ફક્ત આક્રોશ વ્યક્ત કરનારા, દિશાવિહીન યુવાઓના નેતા છે. ગોપાલની પાસે કોઈ પર્ટીક્યુલર એજન્ડા નથી. શું એ સાચું?
ગોપાલભાઈ : પર્ટીક્યુલર એજન્ડા કોનો હોય, કે જેને કોઈ ચોક્કસ એક ગોલમાં કામ કરવું છે જયારે મારે લોકોને લીડર બનાવવા છે, લોકોને નોલેજફુલ બનાવવા છે, લોકોમાં જુસ્સો ભરવો છે. એના માટે કામ કરું છુ, દિશા આપમેળે ઉભી થશે. સારા વિચારો આવશે, સારા માર્ગદર્શકો આવશે, સલાહકારો આવશે,સારા શુભચિંતકો આવશે. દિશા ઉભી થશે. હજી શરૂઆત જ ક્યાં થઇ છે. મણે જાહેરજીવનમાં આવ્યે હજુ વધારે સમય જ ક્યાં થયો છે!
કૌશિક : ટ્રાવેલિંગ અને મુવમેન્ટ માટે ફંડ ક્યાંથી આવે છે?
ગોપાલભાઈ : હું સરકારી બસ અને ટ્રેનો સિવાય ક્યારેય ફરતો નથી. બીજું કે કોઈ મિત્ર આવતો જતો હોય તો તેની સાથે શેરીંગ કરી લઉં છુ. એટલે મારો ખર્ચો નોમીનલ છે એટલું તો હું કમાઈ લઉં છું.
કૌશિક : ગુજરાતના યુવાનોને તમે શું મેસેજ આપવા માંગો છો?
ગોપાલભાઈ : આજકાલ યુવાનો કેરિયર ઓરીએન્ટેડ છે. ખુબજ રશ(ઉતાવળમાં હોય છે. જલ્દી જલ્દી ભણી લઉં, પછી જલ્દી જલ્દી નોકરી કરી લઉં ને નોકરીમાંથી જલ્દી રૂપિયા કમાઈ લઉં. યુવાનો રશમાં ના આવે, જીવનની તમામ બાબતો પર ધ્યાન આપે, અને ખાલી ધ્યાન ના આપે પણ જીવનમાં ક્યાય ખોટું દેખાય તો આંગળી ઉંચી કરે, અને આંગળીથી કામ ના થાય તો બે હાથ ઊંચા કરે અને હાથેથી પણ કામ ના થાય તો જે કરવું પડે એ કરે, તો સીસ્ટમ આખી ઈમ્પ્રુવ થાય. સિસ્ટમમાં જાતિવાદ છે, ભ્રષ્ટાચાર છે, નિરક્ષરતા છે, એનું થવું જોઈએ કે મારે હવે લડવું છે. યુવાનોનું દરેક મોર્ચેપ્રતિનિધિત્વ હોવું જોઈએ.
કૌશિક : ગોપાલભાઈ તમારો ખુબ ખુબ આભાર.
ગોપાલભાઈ : આભાર.
એકલા ગોપાલભાઈ થી કશું નથી થવાનું આપણે બધા યુવાનો એ સાથ સહકાર આપવો પડશે પહેલા ગોપાલભાઈ એકલા હતા પણ હવે ગોપાલભાઈ એક પાર્ટીના બેનર નીચે આવી ને કામ કરશે તો હવે એક બાબત વિશે વિસારવાનું કે આપણે આ ભાજપ સરકારને છેલ્લા 25/30 વર્ષ થી ગુજરાત માં લાવ્યા છીએ તેમાં નાના અને સામાન્ય વર્ગ ના લોકોને સાંભળવા વાળું કોઈ નથી સરકારી સિસ્ટમ સરકારી બાબુઓ ની મલાઈ ખાવાની ભક્તિ એટલી હદે વધી ગઈ છે કે હોસ્પિટલમાં મડદા ઉપર પણ હજારોના બિલ બનાવે છે તો એક સિપાહી મળ્યા છે તેને રાજા બનાવી પાસી નવી અને સ્વસ્થ સરકાર બનાવીએ
ખરેખર ગોપાલભાઈ ના વિચારોને અભીનંદન છે, અને આશા રાખીએ કે આવા ને આવા વિચારો એમના લાઈફટાઈમ જળવાય રહે, કેમકે કોઈ વ્યક્તી જ્યારેસ્વતંત્ર હોય છે ત્યારેખુબજ ક્રાંતિકારી વિચારો ધરાવતા હોય છે,પરંતુ જ્યારે તે કોઈ પાર્ટી ના બેનર નીચે આવે છે ત્યારે એમની ઘણી બધી મજબૂરીઓ સામે આવે છે ,અને પોતાની નજર સામે જ બધુ બનતું હોઈ છતાંજાણે પોતાને કાઈ ખબર જ નથી એ પ્રકારનો વ્યવહાર કરતા હોય છે, એટલે એમ કહી શકાય કેએકવાર વ્યક્તિ રાજનીતિ માં આવે એટલે એ જાડી ચામડીના થઇ જતાં હોય છે, છતાં આપણે આશા રાખીએ કે ગોપાલભાઈ માં આવા કોઈ રંગો ના આવે પરંતુ એ આજે છે તેવા જ રહે,
જય ભીમ
ખૂબ જ સરસ વાત કહી છે ઇન્ટરવ્યુ માં કે ભાજપ સરકાર નિષ્ક્રિય સાબિત થઈ છે. રાજનીતિ માં બીજા કોઈ પક્ષ નો વિકલ્પ હોવો જોઈએ અને ના હોય તો સરકાર આપખુદ બની જાય છે જે હાલની પરિસ્થિતિનું તાજું ઉદાહરણ છે.
હું કિશોર પરમાર બહું સરસ વિચારો છે ભાઈ શ્રી ગોપાલભાઈ નાં હું તેમને ખુબ ખુબ અભિનંદન આપું છે