યુવા દર્શન – જીગ્નેશ મેવાણી

Jignesh Mevani Interview
Wjatsapp
Telegram

યુવા દર્શન – જીગ્નેશ મેવાણી

સંગઠન : રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ

હોદ્દો : કન્વીનર

સંપર્ક : ૭૯૨૨૬૮૦૪૪૭

પૂરું નામ જીજ્ઞેશ નટવરભાઈ મેવાણી, રહે. મેઘાણીનગર, મૂળ વતન મહેસાણા જીલ્લાનું મેઉ ગામ. જીગ્નેશભાઈની ઉંમર 36 વર્ષ છે.

પરિવારમાં બે ભાઈ અને માતા-પિતા છે. માતા BSNLમાં હતા. પિતાજી AMCમાં જોબ કરી. પછી નાના-મોટા વ્યવસાય કર્યા. જીગ્નેશભાઈ ૧ થી ૧૦ ધોરણ, અસારવામાં આવેલી, શારદા શિક્ષણ તીર્થ નામની શાળામાં ભણ્યા. ૧૧-૧૨ વિશ્વવિદ્યાલયમાંથી ભણ્યા. ૨૦૦૦-૨૦૦૩ એચ. કે. કોલેજમાંથી બી.એ. વિથ ઈંગ્લીશ પૂરું કર્યું. આ સમય દરમ્યાન તેમનું વૈચારિક ઘડતર થયું. જીગ્નેશભાઈ નોંધે છે કે, “મારા આ વૈચારિક ઘડતરમાં પ્રમુખ ફાળો બે બ્રાહ્મણ પ્રોફેસરોનો રહ્યો. પ્રો. સંજય ભાવે અને સૌમ્ય જોશી.” તેમના કારણે કવિતા, લેખન, પત્રકારત્વ, નાટ્યજગત, સિનેમા, સાહિત્ય અને ગ્રાસ રૂટ પર કામ કરનારા એક્ટીવીસ્ટો અને તેમની કર્મશીલતા, આ બધા વિષે ખુબ જાણવા મળ્યું. મરીજ, મેઘાણી, વેનઘોગ, ચેપ્લીન સાથે પરિચય થયો. ૨૦૦૩-૨૦૦૪ દરમ્યાન અમદાવાદની ભવન્સ કોલેજમાંથી એક વર્ષનો જર્નાલીઝમનો કોર્ષ કર્યો. પ્રો. સંજય ભાવેના કહેવાથી એમણે લખવાનું ને અનુવાદ કરવાનું ચાલું કર્યું. એના થકી એમને “અભિયાન” મેગેઝીન, મુંબઈમાં જોબ મળી. એ ત્યાં ૨૦૦૪-૨૦૦૭ ડેસ્ક-રીપોર્ટીંગ બેઉ કરતાં.

કૌશિક : જીગ્નેશ મેવાણીની વિચારધારા કઈ?

જીગ્નેશભાઈ : વિચારધારાની રીતે વામપંથી છે. ડાબેરી ઝોંક ધરાવતી મારી વિચારધારા છે. અને બાબાસાહેબનો જાતી નિર્મુલનનો એજન્ડા અને કાર્લ માર્કસનો વર્ગ સંઘર્ષનો એજન્ડા, બંને એજન્ડાનું કોમ્બીનેશન કરીને સંઘર્ષ અને આંદોલનની ધારા ખેંચવી પ્રમાણેનું મારું આઈડીયોલોજીકલ ફાઉન્ડેશન છે.

કૌશિક : મુકુલભાઈ સિન્હા સાથેનો અનુભવ કેવો રહ્યો?

જીગ્નેશભાઈ : મુકુલભાઈ સિન્હા સાથે ફેક્ટરી વર્કર્સના ઇસ્યુસ પર કામ કર્યું, GISFના જવાનો માટે સંગઠન બનાવ્યું. સફાઈ કામદારોનું યુનિયન બનાવ્યું. તોફાનો અને એનકાઉન્ટરના વિકટીમોને બહુ નજીકથી જોયા. એમનાં માટે થોડું ઘણું કામ કર્યું

કૌશિક : ચીનુભાઈ વૈદ્ય સાથેનો તમારો કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

જીગ્નેશભાઈ : ચીનાકાકા સાથેનો મારો પરિચય મહુવાનાં નીરમા કંપની વિરુદ્ધ આંદોલન દરમ્યાન થયો. અને મેં એમને કહ્યું કે, “મહુવાના આંદોલનમાં તમે ખાસ્સા ઇન્વોલ છો. મણે પણ એ આંદોલનને નજીકથી જોવાં, જાણવા, સમજવામાં રસ છે. હું શું કન્ટ્રીબ્યુટ કરી શકું એ કહો.” એટલે એ મને મહુવા લઇ ગયા. મીઠી વીરડીમાં ન્યુક્લીયર પ્લાન્ટ સામે આંદોલનમાં કામ કર્યું. એ દરમિયાન મને મનમાં સવાલ થતો કે આ જમીન માલિક વર્ગનું આંદોલન છે. જેમાં કોર્પોરેટ કંપની અને ઉદ્યોગગૃહો, ખેડૂતોની મરજીની વિરુદ્ધ જઈને જમીનો પડાવે છે. અને એની સામે ખેડૂત વર્ગ અને ખેડૂત વર્ગ સાથે નીશ્બત ધરાવતાં કર્મશીલો લડે છે. પણ આમાં ખેતમજુરોનું શું? આ દરમ્યાન ચીનુકાકાએ કચ્છ જીલ્લામાં સામખીયાળીમાં રેલ રોકોનો કોલ આપ્યો. જેનાં પગલે સરકાર ઝુકી અને ૧૮૦૦૦ હેક્ટર જમીન ફાળવી. જેનો બહુ મોટો વર્ગ દલિતો છે. પછી ચુનીકાકાએ મને કહ્યું કે, “તને ખેડૂત વર્ગની સાથે સાથે ખેતમજુરોના પ્રશ્ન વધારે સ્પર્શે છે. તો હું તારા ધ્યાનમાં એવાં ગામો લાવું કે જ્યાં ભૂમિહીનોને જમીનોની ફાળવણી માત્ર કાગળ પર થઇ છે. એની માપણી કરાવો લડીને. એનાં કબ્જા સોંપાઓ. માથાભારે લોકોને પ્રમથી, સમજાવટથી, કે સરકારમાં સજુઆત કરીને દબાણ ખુલ્લું કરાવો. પછી એ જમીનો ખુલ્લી થાય ને ભૂમિહીનો ખેડતાં થાય. ત્યારે  આપણે ખેડ, ખાતર, બિયારણની મદદ કરીએ.હું કામમાં રીતે જોડાયો.

૫-૬ મહિના એમની સાથે ફોર્માલી કામ કર્યા પછી મેં મારી પોતાની રીતે આ મુદ્દે લડવાનું શરુ કર્યું. સૌથી વધારે તીવ્રતાથી હું કોઈ ઇસ્યુ પર કામ કરતો હોય તો ભૂમિહીન દલિતોના જમીનોના સવાલો પર. ૨૦૦૯-૧૦ થી આ મુદ્દે આજે પણ મારો સંઘર્ષ આજે પણ જારી છે.

કૌશિક : તમને શું લાગે છે, માથાભારે તત્વો કે જેમનું સામાજિક અને રાજકીય પ્રભુત્વ છે. શું જમીનો મળશે?

જીગ્નેશભાઈ : જમીનો મળવી અતિ અતિ અતિ અતિ મુશ્કેલ છે અને ભયંકર સંઘર્ષ કર્યા બાદ જ જમીનો મળી શકે તેમ છે. જમીનો નહિ જ મળે તેવું હું માનતો નથી.

કૌશિક : ભૂમિહીનોની જમીનો મુદ્દે અત્યાર સુધી ક્યાં ક્યાં કામ કર્યા?

જીગ્નેશભાઈ : આઝાદીકૂચ દરમ્યાન ૪૮ વર્ષથી ફાળવેલી બનાસકાંઠા જીલ્લાના ધાનેરા તાલુકાના લવારા  ગામની ૧૨ એકર જમીનો મળી. સરોડા ગામના ભાઈઓની જમીનોની માપણી થઇ ગઈ છે. ટૂંક સમયમાં એનો કબજો મળશે. ધંધુકા ખેતી સહકારી મંડળીની લગભગ ૩૦૦ એકર જમીનની માપણી થઇ કબજો સોંપાયો અને એની બજાર કિંમત ગણો તો લગભગ ૧૦-૧૫ કરોડ રૂપિયાથી વધારે થાય.

કૌશિક : જે રીતે ખેડૂતો આજે બેહાલ છે એ જોતાં જો દલિતોને જમીન મળી પણ જાય તો શું તેમનો આર્થિક ઉદ્ધાર થાય?

જીગ્નેશભાઈ : ગુજરાતમાં અને દેશમાં આજે ડીપ-અગ્રેરીયન ક્રાઈસીસ છે. ઓલ-રેડી જેની પાસે ૫ અને ૧૫ એકર જમીન છે એ સુસાઈડ કરી રહ્યો છે. ખેડૂતોને ટેકાના ભાવ ગુજરાતમાં જ નહિ આખા દેશમાંય ક્યાંય નથી મળતાં. અને વૈશ્વિકરણ અને ઉદારીકરણની નીતિમાં, જે મોનોપોલી કેપિટલ છે, દેશ અને દુનિયાનું, જે આખા ભારત વર્ષમાં ફેલાયેલું, જમીનો હડપ કરવાં માંગે છે. એટલે રાજ્ય સરકાર જેની આ કોર્પોરેટ કંપનીઓ સાથે મિલીભગત છે, એમણે ઇન્ટેનલી, જાણીબુજીને એવી પોલીસી બનાવી છે કે ખેતીનો સફાયો થઇ જાય. એટલે ભૂમિહીન ખેતમજુર, ભૂમિહીન ખેતમજૂર કે કોઈપણ હોય એણે જમીન મળ્યા પછી ત્યાં નર્મદાની કેનાલોથી પાણી પહોંચાડવાનું, એ ખેડૂતોને ટેકાના ભાવ મળે, ત્યાં ખેડ, ખાતર અને બિયારણ મળે, વીજળી જોડાણ મળે, એગ્રીકલ્ચર સબસીડી મળે, આ બીજા પ્રશ્નો પરનો સંઘર્ષ તો બાકી જ છે.

કૌશિક : એટલે એમ કહી સ્કાય કે જમીનો અપાવ્યા પછી ખેતીને લગતા પ્રશ્નો પર કામ કરશો.

જીગ્નેશભાઈ : હા. ખેતીના ક્ષેત્રમાં પ્રચંડ ક્રાઈસીસ હોવાનાં કારણે ભૂમિહીં દલિતો, ખેતમજુરોને જમીન ના મળે, એવી પોજીશન હું ના લઉં. જમીનો મળ્યા પછીનો જે સંઘર્ષ છે એમાં પણ અમે જોતારીશું અને જમીનો મળે એના માટે પણ સંઘર્ષ કરીશું.

કૌશિક : દલિતોની સરકારી નોકરીમાં હજારોનો બેકલોગ છે, શિક્ષણમાં શિષ્યવૃત્તિ નથી મળી રહી, આરક્ષણનું પાલન નથી થઇ રહ્યું, એ મુદ્દે શું કરી રહ્યા છો?

જીગ્નેશભાઈ : આમાં એવું છે કે ગુજરાતમાં અને દેશમાં ૧૦૦ દલિત હોય એમાંથી ૭૦-૭૫% ગામડામાં વસે છે. ગામડામાં વસતા આ દલીતોમાંથી ૯૦% ભૂમિહીન છે. એટલે ગામડામાં વસતો સૌથી વંચિત, સૌથી શોષિત અને જાતી આધારિત ભેદભાવ અને અત્યાચારનો સૌથી મોટો વિકટીમ વર્ગ છે, એનો પાયાનો પ્રશ્ન મેં ઉપાડ્યો છે. એનો મતલબ એવો હરગીજ નથી કે દલિતોના બીજા પ્રશ્નો નહિ ઉપાડવા. આને મેં પ્રાયોરીટી બનાવ્યો છે અને બાકીના પ્રશ્નો એની પેરીફરીમાં છે. દલિતોના શિક્ષણ, શોષણ, આર્થિક પ્રશ્નો ૧૫-૧૭ ડીમાંડ જે ગુજરાત સરકાર સમક્ષ મુક્યા કરીએ છીએ, તેમાં અનેક સવાલો આવે છે.

કૌશિક : AAPમાં જોડાવાનું શું કારણ?

જીગ્નેશભાઈ : થોડા સમય માટે આમ આદમી પાર્ટીમાં પણ જોડાયો. કોંગ્રેસ-ભાજપ સિવાયની એક વૈકલ્પિક રાજનીતિને એક્ષલ્પોર કરવાં માટે.

કૌશિક : આપમાં તમારી કામગીરી શું હતી?

જીગ્નેશભાઈ : ન્યુજ ચેનલની ડીબેટમાં પ્રવક્તા તરીકે જવાનું.

કૌશિક : દલિત સમાજના ક્યારેય પ્રશ્નો ઉપડ્યા હોય?

જીગ્નેશભાઈ : ના. કેમ કે બધું ફોર્મેટિંગ સ્ટેજમાં હતું, બનતું’તું એટલે કંઇ કોન્ક્રીટ કોઈ પણ એક પોકેટમાં થઇ જ નો’તું રહ્યું.

કૌશિક : AAP સાથે અત્યારે તમારા સબંધો કેવાં છે?

જીગ્નેશભાઈ : કોઈ એવાં સબંધ જ નથી.

કૌશિક : રાકેશ મહેરીયાનું આપમાં જોડાવું એમાં તમારી કોઈ ભૂમિકા?

જીગ્નેશભાઈ : એ એનો વ્યક્તિગત નિર્ણય છે. અને એણે અમારી કોર ટીમમાંથી રીજાઈન કર્યું છે. એણે જોડાતા પહેલા રીજાઈન કર્યું હોત તો વધારે સારું રહેત. અને જવાબદાર સાથી તરીકે એની જવાબદારી બનતી’તી.

કૌશિક : તમારા પર ટોટલ કેટલો કેસો છે?

જીગ્નેશભાઈ : ૫-૬ કેસો છે. જેમાંથી રાજધાની રોકી હતી, એ જ ગંભીર કેસ છે.

કૌશિક : તમારા પર અને બીજા સાથીઓ પર કેસો થયાં છે, એનું ભવિષ્ય શું?

જીગ્નેશભાઈ : કેસોમાં સરકારનું વલણ જે પ્રકારે હું જોઈ રહ્યો છુ, રાજધાનીવાળા કેસમાં જે રીતે ત્વરિત ચાર્જશીટ દાખલ કરી, બીજા પણ એક કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે એટલે અમે લોકો બરાબર ફીટ થઈએ અને ફીટ જ રહીએ, એવો ચોક્કસ સરકારનો ચોક્કસ પ્રયત્ન રહેશે.

કૌશિક : એક વ્યાપક ફરિયાદ છે કે જીગ્નેશ મેવાણી ફોન ઉપાડતાં નથી.

જીગ્નેશભાઈ : આ વાત સાચી નથી અને સદંતર ખોટી પણ નથી. સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે હજારોના હજારોના હજારોના હજારોના હજારોના લોકો સુધી મારો નંબર ગયેલો છે. દેશમાં હું ૧૫-૧૬ રાજ્યોમાં ગયો, એ લોકો જોડે મારો નંબર ગયેલો છે. એટલે એ લોકો મને ફોન કરે, SMS કરે, ફેસબુક મેસેન્જરમાં મેસેજ મોકલે, વ્હોત્સએપ કરે. આ તમામનો જવાબ આપવો, એ મારા માટે પ્રેક્ટીકલી ઈમ્પોસ્સીબલ છે. આ બાબતે સમજે મોટું મન રાખવું જોઈએ અને ના રાખી શકે ને ટીપ્પણી કરે તો આપણે ક્યાં ટીપ્પણીની ચિંતા છે.

કૌશિક : પણ ગુજરાતના કોઈએક ખૂણે અત્યાચાર થયો અને પીડીતે તમારા સુધી પહોંચવું હોય તો શું કરવું?

જીગ્નેશભાઈ : અમારા સુધી પહોંચવાની શ્રેષ્ઠ રીત છે કે પહેલા ફોન કરવો. ફોન ધ્વારા હું સંપર્કમાં ના આવું તો SMS મુકવો. અને મારો નંબર સાથે કૌશિક પરમાર(મહેસાણા), સુબોધ પરમાર, દીક્ષિતનો સંપર્ક કરી શકાય. અને ખાસ કરીને એટ્રોસિટીની ઘટના માટે અત્યાર સુધી એવું વલણ રાખ્યું છે કે કૌશિક પરમાર(મેહસાણા)નો સંપર્ક કરવો. હું પોતે પણ કૌશિક પરમારનો નંબર આપું છુ.

કૌશિક : “આ વખતે તો પડી જ દો.” પણ કેવી રીતે?

જીગ્નેશભાઈ : જ્યાં જે પણ તમારાં સંપર્કો છે ત્યાં મીટીંગ કરી, રેલીઓ કરી, સભાઓ કરી, આંદોલનો કરી, જનજાગૃતિ લાવી, સોસીઅલ મીડયા કેમ્પેન કરી, ન્યુજ ચેનલના માધ્યમથી જેટલાં પણ મેક્ષીમમ  લોકો સુધી મારો અવાજ પહોંચે, એ અવાજ પહોંચાડીને, પાડી દો.

કૌશિક : બીજેપીને વોટ ના આપીએ તો કોને વોટ આપીએ?

જીગ્નેશભાઈ : એ ૬.૫ કરોડ જનતા નક્કી કરશે. હું કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી, તો કોઈપણ રાજકીય પક્ષની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી શકું નહિ.

કૌશિક : જો દલિત સમાજ વહેંચાયેલો રહે. અલગ અલગ પાર્ટીઓને વોટ આપે તો એનું રાજકીય મહત્વ કેટલું રહે?

જીગ્નેશભાઈ : આ વખતે એવું નથી થવાનું. દલિત સમાજનું કોન્સોલીડેશન કોઈ એક તરફ થશે એવું મને સ્ટ્રોંગ લાગે છે. પણ છતાં બીજા કોઈ તરફ દલિતો મતદાન નહિ કરે એવી કોઈ ગેરેંટી હું ના આપી શકું. એકંદરે એન્ટી બીજેપી વોટીંગ દલિતોનું થશે. એ મારા માટે મહત્વનું.

કૌશિક : જીગ્નેશ મેવાણી પોલીસ કેસો થાય તેવાં આક્રમક કાર્યક્રમો જ લઈને આવે છે. તો શું ચૂંટણી પછી આવા કાર્યક્રમો ચાલુ રાખશો કે એમાં કોઈ સુધારો લાવશો?

જીગ્નેશભાઈ : ચૂંટણી પછી પણ રેલી, ધારણા, રસ્તા રોકો, ઉગ્ર આંદોલનોના કાર્યક્રમો ચાલુ જ રહેશે.

કૌશિક : જાતિવાદનાબુદી મુદ્દે અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ સાથે અત્યાર સુધી કોઈ ચર્ચા થઇ છે?

જીગ્નેશભાઈ : અલ્પેશ ઠાકોર, હાર્દિક પટેલ જોડે આમ જોવા જઈએ તો ખાસ હું મળ્યો જ નથી. વિશેસ કે સવિશેષ ચર્ચાનો કોઈ પ્રશ્ન જ નથી.

કૌશિક : આગળના ભવિષ્યમાં આ વિષયે ચર્ચા કરવા ધારો છો?

જીગ્નેશભાઈ : હા. બધા જોડે ચર્ચા કરવાં ધારું છુ. અત્યારે તો સૌથી પહેલાં અલ્પેશ અને હાર્દિક જોડે મને એ ચર્ચા કરવામાં રસ છે કે બીજેપીને કઈ રીતે પરાસ્ત કરી શકાય.

(ફેસબુક પરથી પુછાયેલા પ્રશ્નો.)

કૌશિક : રાજનૈતિક વિકાસ કે શૈક્ષણિક વિકાસ? તમારી પ્રાથમિકતા શું?

જીગ્નેશભાઈ : બંને પેરેલલ ચાલે છે.

કૌશિક : સાર્થક પરમાર પૂછે છે કે લાગ્ન ક્યારે કરશો?

જીગ્નેશભાઈ : લગ્ન આજીવનમાં નહિ કરું. પ્રેમ કરીશ. લગ્ન નહિ કરું.

કૌશિક : અજય કુમાર પૂછે છે કે મૂળનિવાસી થીયરીમાં માનો છો?

જીગ્નેશભાઈ : ના. જીવન નામનો એક સાયન્ટીફ પ્રોજેક્ટ થયો. જેમાં સમગ્ર દુનિયાના ચારે ખૂણે ખાંચરેથી DNAના સેમ્પલ કલેક્ટ કરવામાં આવ્યા. અને આ વૈજ્ઞાનિક પધ્ધતિ થકી થયેલા અભ્યાસે, વૈજ્ઞાનિક રીતે એવું પ્રસ્થાપિત કર્યું કે આ પૃથ્વી પર, આ ક્ષણે, જેટલાં પર સ્ત્રી-પુરુષો જીવે છે એ બધાના રૂટ્સ, બધાના મુળિયા ટ્રેસ કરતાં કરતાં તપાસતાં જતાં, આફ્રિકાની એક બ્લેક વુમન, આપણા બધાની માં કહેવાય. એટલે આફ્રિકાના એ પર્ટીક્યુલર બિંદુમાંથી માનવ સભ્યતા આખી દુનિયામાં ફેલાઈ. એટલે આફ્રિકન એ જે બિંદુ છે એ સિવાય કોઈ એવો દાવો કરી શકે નહિ કે અમે મુળનીવાસી. અને જાતિને રેસ સાથે કોઈ સબંધ નથી. Cast & Colour both are different things. અને  મૂળનિવાસી થીયરીને ડૉ. બાબાસાહેબ આંબેડકરે પોતે જાતીનિર્મુલન નામના એમનાં ઐતિહાસિક દસ્તાવેજમાં એમણે નાકારેલું છે.

કૌશિક : દિવ્યાંગ બૌદ્ધ પૂછે છે કે લાલ સલામ કે જાય ભીમ?

જીગ્નેશભાઈ : જય ભીમ ને લાલ સલામ બંને. વર્ગ અને જાતી બંને સાથેનો સંઘર્ષ. જાતી નિર્મુલન પણ થવું જોઈએ ને વર્ગવિહીન સમાજની રચના પણ થવી જોઈએ.

કૌશિક : કમલેશ ધવલ પૂછે છે કે, “હું મારા 47 લાખ દલિત સમાજ સાથે અને દલિત સંગઠનો સાથે ચર્ચા કરીને નિર્ણય લઈશ.” તો શું અત્યાર સુધી કોઈની સાથે ચર્ચા કરી છે?

જીગ્નેશભાઈ : એટલા માટે જરૂરી નથી કે મેં કોઈ પોલીટીકલ પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો નથી. હું જો કોઈ પક્ષમાં જઉં તો આ ચર્ચા કરવાનો મુદ્દો ઉપસ્થિત થાય.

કૌશિક : ભવિષ્યમાં કોઈ પાર્ટીમાં જોડાશો?

જીગ્નેશભાઈ : ભવિષ્યનું ભવિષ્યના ગર્ભમાં ખબર. ૨૦૧૭ની ચૂંટણીમાં કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવાનો નથી. અને છતાં દલિત સમાજ અને દલિત સમાજના અગ્રનીયો,દલિત  સંગઠનો સાથેનોસંવાદ હુ ચોક્કસ ખુલ્લો રાખીશ.

કૌશિક : ગુજરાતના યુવાનોને કોઈ મેસેજ.

જીગ્નેશભાઈ : અત્યારે સમાજ તરીકે અને એક દેશ તરીકે ક્યારેય નો’તો. એટલી ભયંકર ક્રાઈસીસમાં અને સંકટમાં છે. જે પ્રકાણના ફાસીવાદી તત્વોએ ગુજરાત અને કેન્દ્રમાં રાજસત્તાઓ ઉપર કબજો કર્યો છે. ફરી આ જો ૨૦૧૯માં પાવરમાં આયા તો એકપણ માણસને બોલવા નહી દે, લખવા નહિ દે, લડવા નહી દે, સંઘર્ષ કરવા નહી દે. આ દેશનું બંધારણ નહિ બચે. આ દેશનું લોકતંત્ર નહિ બચે. આ પરિસ્થિતિમાં આ રાજ્ય અને આ દેશના વંચિત, શોષિત વર્ગો માટે પોતાની જાત નીચોવી નાંખો. જેટલું પણ થઇ શકે. ૧૪ કલાક કામ કરતાં હોવ તો ૧૮ કલાક કરો અને ૧૮ કલાક કરતાં હોવ તો ૨૪ કલાક કરો, પણ તમારી જાત નીચોવી નાંખો. અને જાતી અને ધર્મનું કુંડાળું બને એટલું જલ્દી તોડી દો. અસ્તુ.

રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગત્યના નંબરો.

જીગ્નેશ મેવાણી – ૭૯૨૨૬૮૦૪૪૭

કૌશિક પરમાર (મહેસાણા) – ૯૯૧૩૪૨૩૮૨૮

સુબોધ પરમાર – ૮૪૯૦૯૧૯૮૧૨

 

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

3 Responses

  1. Jeshingbhai Vadher says:

    શરૂઆત બહુ સરસ છે, રીઝલ્ટ એટલું મળે એવી અપેક્ષા

  2. Vinodbhai Ramanbhai Parmar says:

    Jigneshbhai is jenuine related to his work ut is absolutely tremendous work for the betterment of india and also like way of working style of mevani l am always with you

  3. Rafikbhai mumanwas says:

    I LIKE JIGNESHBHAI. HE IS A REAL HERO IN POLITICS. AND I AM ALWAYS WITH YOU. SPECIALY FOR JIGNESHBHAI SAVE INDIA. SAVE BHARAT. SAVE HINDUSTAN

Leave a Reply

Your email address will not be published.