રાજુલાના દરિયાકાંઠાના વિસ્તારોમાં મેન્ગ્રુવ નિકંદન સામે હાઈકોર્ટે મનાઈ હુકમ આપ્યો.

રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારમાં વિકટર તથા આસપાસના વિસ્તારમાં મેન્ગ્રુવ નિકંદન અંગે રજૂઆત સામાજિક કાર્યકર અજય શિયાળ દ્વારા સ્થાનિક તંત્ર તથા ગુજરાત સરકાર અને પ્રધાનમંત્રી કાર્યાલય સહિત ના વિભાગોને પત્ર લખીને કાર્યવાહી કરવાની માંગ કરી હતી તેમજ ૨૨ જૂન ૨૦૧૮ ના રોજ જીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ દિવ્યેશ ચાવડા મહામંત્રી અશોક ભાલિયા અમરેલી જિલ્લા જીજેપી પ્રમુખ ભાણાભાઈ ગુજરીયા, અજય શિયાળ, હિતેશ વાળા પીપાવાવ ધામના સરપંચ હંસાબેન ગુજરીયા સહિતના લોકોએ અમરેલી જિલ્લાના કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી આ અંગે કાર્યવાહી કરવા રજૂઆતો કરી હતી પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ના આવતાં સામજિક કાર્યકર અજય શિયાળ દ્વારા દિવ્યેશ ચાવડા અને અશોક ભાલિયાનાં માર્ગદર્શન હેઠળ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ રાજેશ ગિડિયા મારફતે નામદાર હાઇકોર્ટે માં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી આ અરજીમાં રજૂઆત કરવામાં આવી હતી રાજુલા તાલુકાના દરિયાકાંઠા વિસ્તારના વિકટર પોર્ટ, પીપાવાવ ધામ કથીવદર ખેરા દાતરડી સહિતના વિસ્તારોમાં ખાનગી કંપનીઓ ઓમ્ સાંઈ નેવિગેશન પ્રા લિ તથા ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ કંપની તથા અન્ય ઈસમો દ્વારા આ વિસ્તારમાં આડેધડ મેન્ગ્રુવના વૃક્ષોનું નિકંદન કાઢી પર્યાવરણ અને દરિયાઇ જીવસૃષ્ટિને નુકસાન પહોંચાડ્યું છે આ અંગે કાર્યવાહી કરવામાં આવે અને આ વિસ્તારને આરક્ષિત વિસ્તાર જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી આ અંગે ૬ ફેબ્રુઆરી ના રોજ આ કેસ અંગેની હાઈકોર્ટે માં સુનાવણી હાથ ધરવામાં આવી હતી તેમાં હાઈકોર્ટે દ્વારા મનાઇ હુકમ આપવામાં આવતાં અમરેલી જિલ્લાના કલેક્ટરને નોટિસ કાઢી હતી તેમજ ગુજરાત સરકાર, વન વિભાગ, રાજુલા મામલતદાર, ઓમ્ સાંઈ નેવિગેશન પ્રા લિ, ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ સહિતના પક્ષકારોને નોટિસ આપી હતી આ કેસ અંગેની વધુ કાર્યવાહી ૧૮ ફેબ્રુઆરી ના રોજ હાથ ધરવામાં આવશે આ વૃક્ષો દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરતી સૈનિકો તરીકે કામ કરે છે આ વૃક્ષોમાં આ વિસ્તારના હજારો પશુઓ, પક્ષીઓ, દરીયાઇ જીવસૃષ્ટિ માટે ખૂબ ઉપયોગી વનસ્પતિ છે.
– અજય શિયાળ