લોકશાહીની પરીક્ષા એટલે – ચુંટણી

નેલ્સન પરમાર “નવચેતન”
૭૮૭૪૪૪૯૧૪૯ વિધાર્થી ટી.વાય.બી.એ. (હીસ્ટ્રી) એ.એસ.પટેલ આર્ટસ કોલેજ, બોરીયાવી (આણંદ) 7874449149
ચુંટણી એટલે લોકશાહીનું પર્વ. ચુંટણીના દિવસે પ્રજાને તેના શાશકો ચુંટવાનો અમુલ્ય મોકો મળે છે. કોઈપણ લોકશાહી દેશમાં ચુંટણીનું એક આગવું મહત્વ છે. ચુંટણી પંચની વિશિષ્ટ સત્તા છે કે નિરપક્ષ થાય તે માટેની બધી વ્યવસ્થા કરવી. એ ચુંટણી પંચની જવાબદારી છે. ચુંટણી સમયે પ્રજાને કોને મત આપવો તે બાબતે મૂજવણ થાય છે. પસંદગી એ બહું મોટો પ્રશ્ન રહેતો હોય છે..
અલગ અલગ પાર્ટીના અને અપક્ષમાં પણ અનેક ઉમેદવારો મેદાનમાં હોય છે. પણ અહીંયા તો એવું છે જે ઉમેદવાર પ્રજાને ઉશ્કેરવામાં ફાવી ગયો તે જીતી જાય છે. સારા અને આદર્શ માણસો ચુંટણીમાં હારી જાય છે. આજે કદાચ મહાત્મા ગાંધી જેવા નેતાઓ સજીવન થાય અનેક ચુંટણી લડે તો તે પણ હારી જાય તેવી હાલની પરિસ્થિતિ ઉભી થઈ છે.
ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ચુંટણી સમયે વ્યસનથી બહેકાવામાં આવે છે. ખોટા ખોટા વચનો આપવામાં આવે છે. પ્રજાને સ્વપ્નો જોતી કરી દે છે. સરકાર લોક કલ્યાણની અનેક યોજનાઓ બહાર પાડે છે. પણ આવી યોજનાઓનો લાભ તેના સાચા લાભાર્થીને મળે છે? આજે જ્યા જોઈએ ત્યા ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર જ દેખાઈ છે.
ચુંટણીની શરૂઆત થાય એટલે બિનતંદુરસ્ત સ્પધૉ ઉભી થાય છે. આક્ષેપ – પ્રતિઅઆક્ષેપ નો મારો ચાલે છે.
હાલની આધુનિક સમયમાં સોસીયલ મીડિયા પણ બહું મહત્વનું સાધન બની ગયું છે. આજ સુધી જે રાજકારણમાં રસ લેતા ન હતા તે પણ હવે ચુંટણી સમયે સોસીયલ મીડિયાના માધ્યમથી મુક્ત મને પોતના વિચાર રજુ કરે છે.
હાલ તો એવી પરિસ્થિતિ છે કે મત મેળવવા માટે અનેક યુક્તિ-પ્રયુક્તિ થાય છે. જેમા નાણાની રેલમછેલ કરી મતદારને ખરીદી લેવાય છે કે આખે આખો નેતા(ઉમેદવાર) જ ખરીદી લેવાય છે. જ્ઞાતિવાદ અને કોમવાદના નામે ઉમેદવારો ઉભા રખાય છે અને ધર્મોના નામે પ્રજાને લડાવી મત મેળવવાના પણ પ્રયત્ન થાય છે.
પ્રજાને ખોટી લાલચો, વચનો અપાઈ છે. પોતે જીતશે તો પોતાના મત વિસ્તારના ઘરના નળીયા સોનાના કરી દેશે, એવા ધોળે દિવસે તારા બતાવામાં આવે છે. પ્રજા પણ એમના આ ઠાઠમાઠ અને રસાલાના પ્રભાવ તળે આવી જાય છે અને સારા ઉમેદવારો હારી જાય છે અને આવા નકલી જીતી જાય છે.
લોકો જાગૃત હોય, શિક્ષિત હોય, અને પોતના મતનું મહત્વ સમજતા હોય તો સાચા અને સારા ઉમેદવાર પસંદ કરી શકે પણ આપણાં લોકોની માનસિકતા એવી છે અને બુદ્ધિશાળી વર્ગ ચુંટણી અને રાજકારણમાં સક્રિય થવાનું પસંદ કરતો નથી અને આજ મોટામાં મોટી ભુલ કરે છે. આવા લોકોને તો પોતાની નોકરી, ધંધો અને કુટુંબ બસ આટલું જ વિચારતા હોય છે. એટલે ક્યાંક કોઈએ એવું કહ્યું છે. “દુર્જનો કરતાં સજ્જનોની નિષ્ક્રિયતા વધું હાનિ પહોંચાડે છે.”
ચુંટણી પતિ પછી જીતેલા ઉમેદવાર પોતના વિસ્તારમાં જોવા પણ મળતો નથી અને વિસ્તારની સમસ્યાની કોઈ પરવા કરતો નથી. પણ પ્રશ્ન ત્યા નથી પ્રશ્ન તો ત્યારે ઉભો થાય છે કે જયારે લોકો આ ચલાવી પણ લે છે કારણ કે પ્રજાની ટુંકી દ્રષ્ટી છે. અને આ બની બેઠેલા નેતાઓ પણ પ્રજાને વધારે વિચારવા દેતા જ નથી.
લોકશાહીને મુલ્યાંકન કરવાનું એકમાત્ર વિકલ્પ એટલે ચુંટણી છે. પણ હાલની પરિસ્થિતિ જોઈને લોકશાહી પર પણ સવાલ ઉભા થાય છે. બીજી બાજું જોઈએ તો મીડિયા એટલે લોકશાહીનું ચોથું અંગ, પ્રજાનો અવાજ, સત્ય અને નિરપક્ષ રીતે પ્રજાની સમસ્યાઓને વાંચા આપનાર પણ હાલની ઈલેક્ટ્રોનીક અને પ્રિન્ટ મીડિયાની વિશ્ર્વાસનિયતા પણ પ્રજા સવાલ ઉઠાવી રહી છે. મીડિયાની નિરપક્ષ વાત પોકળ લાગે છે આથી સોસીયલ મીડિયાના પ્રભાવ હેઠળ મીડિયાનું મહત્વ પણ ઘટતું હોય તેવું લાગી રહ્યું છે.