વિચરતી વિમુકત જાતિ આરક્ષણ અને ઓબીસી ઉપવર્ગીકરણ

એવુ માનવામાં આવે છે કે સમગ્ર દેશની વસ્તીના અડધા કરતા વધારે (52%) ઓબીસી છે. આરક્ષણના સંદર્ભમાં ઓબીસીનું વિભાજન (વર્ગીકરણ), કેન્દ્રની સાથે સાથે રાજ્યોમાં પણ કરવું જોઇએ. આજની પરિસ્થિતિમાં અત્યંત આવશ્યક છે. બાબાસાહેબ આંબેડકરે આરક્ષણની જે નીતિ બનાવી હતી તથા સામાજિક ન્યાય સંબંધી બંધારણમાં જે જોગવાઇ છે, તેને જોતા આજે ઓબીસીનું વિભાજનની ખૂબ જરૂર છે.
બંધારણનો ઉદ્દેશ, બધાં જ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય તેમજ સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ગેરંટી આપે છે.
બંધારણના અનુચ્છેદ 14 મુજબ, ‘ રાજય, ભારતનાં રાજયક્ષેત્રમાં કોઈપણ વ્યક્તિને કાયદાઓમાં સમાનતા કે કાયદાઓના સમાન રક્ષણથી વંચિત ન રાખી શકાય. તેનો અર્થ કે જે ‘અસમાન’ છે, તેની સાથે સમાન વ્યવહાર ન કરી શકાય. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ને મુખ્યધારામાં લાવવા માટે વિશેષ પ્રયાસો આવશ્યક છે. બંધારણનાં અનુચ્છેદ 16 (4) તેમજ 15 (4), રાજયએ સામાજિક અને આર્થિક પછાત માટે નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત જેવી વિશેષ જોગવાઇ કરવાનો અધિકાર છે.
ઇ.સ. 1955 માં ભારતીય બંધારણના અનુચ્છેદ 340 મુજબ કાકા કાલેલકર આયોગની રચના કરી અને આ આયોગે આવી જાતિઓને ઓબીસીમાં સામિલ કરી, જેમની પરિસ્થિતિ ઓબીસી કરતા પણ ખરાબ હતી, જેમને વિમુકત અને વિચરતીમાં મુકવામાં આવ્યા. ત્યારે તત્કાલીન વડાપ્રધાન પંડિત નહેરુએ કાલેલકર કમિશનની ભલામણો ફગાવી દીધી. દેશમાં જે કથિત ગુનેગાર જાતિઓ હતી, તેનાં માટે અંગ્રેજોએ 1871 નાં ‘ક્રિમિનલ ટ્રાઇબસ્ એક્ટ’ નામનો કાળોકાયદો બનાવેલો, આઝાદી પછી ઇ.સ. 1949 માં આ કાળો કાયદોના અભ્યાસ માટે આયંગર સમિતિ બનાવી. આ સમિતિનો રિપોર્ટ આવ્યા બાદ, 1952 માં આ કાયદાને રદ્દ કરવા સંસદમાં બિલ પ્રસાર થયું. આ બિલ પર ચર્ચા દરમિયાન બિહારનાં સાંસદ શ્રીપાલ સિંહએ કહ્યુ કે માત્ર આ કાનૂન રદ્દ કરવાથી કામ નહીં ચાલે આ સમુદાયોને જયાં સુધી અનુસૂચિત જાતી / જન જાતી ની જેમ આરક્ષણ તેમજ શિક્ષણની સુવિધા નહીં અપાય અને તેમનાં માટે બજેટમાં જોગવાઇ ન થાય, ત્યાં સુધી દેશ આ સમુદાયોને ન્યાય નહીં આપી શકે.
કેટલાક રાજયોએ બંધારણ લાગુ થતા પહેલા અને તરત પછી પછાત વર્ગોમાં નોકરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં અનામતની જોગવાઇ કરી.
મહારાષ્ટ્ર સરકારએ 1961 માં ઓબીસી ક્વોટાને વિભાજીત(વર્ગીકૃત) કરી વિમુકત અને વિચરતી જાતિઓ માટે અલગથી આરક્ષણની વ્યવસ્થા કરી. કારણ કે આ વર્ગોએ કેન્દ્ર સરકારની સેવાઓ અને કેન્દ્રીય શૈક્ષણિક સંસ્થાઓમાં અનામત નહોતી મળતી, માટે 1978 માં મોરારજી દેસાઈ સરકારે બંધારણનાં અનુચ્છેદ 340 અનુસાર મંડલ આયોગની રચના કરી. આ આયોગએ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો માટે 27% આરક્ષણની ભલામણ કરી. સાથે સાથે આર્થિક સહાયતા, સંસ્થાકિય પરિવર્તનો તેમજ શૈક્ષણિક લાયકાતમાં છૂટ જેવી ગણી ભલામણો પણ કરી. મંડલ કમિશને પોતાની રિપોર્ટમાં સુપ્રિમ કોર્ટ દ્વારા અનુચ્છેદ 15 (4) તેમજ 16 (4) મુજબ આરક્ષણની ઉચ્ચતમ સીમાનું નિર્ધારણ તેમજ ઓબીસીનાં વર્ગીકરણ સંબંધી નિર્ણયો ધ્યાને લીધાં. આ આયોગ(કમિશન)ના સભ્ય એલ.આર નાઈકએ રિપોર્ટના ભાગ 7 ની ભલામણોથી અસહમતી દર્શાવતા એક નોટ લખી. નાઈકે મત વ્યકત કર્યો કે ઓબીસીની રાજય-વાર સૂચિને બે ભાગમાં વહેંચવામાં આવે. એક મધ્યમ પછાત વર્ગ અને બીજો અતિપછાત વર્ગ. પરંતું સભ્યોની બહુમતીએ નાઈકની ભલામણોનો અસ્વીકાર થયો.
પોતાની નોટમાં નાઈકે એ પણ જણાવ્યું કે ઓબીસીમાં જે ઉચ્ચ જાતિઓ છે તે અતિપછાત જાતિઓને આગળ નહીં વધવા દે અને ભવિષ્યમાં અતિપછાત જાતિઓ સંગઠિત થઈ પોતાનું નેતૃત્વ પોતે નિર્માણ કરશે.
જો ઓબીસી સૂચિનું વિભાજન રાજ્યોની સાથે સાથે કેન્દ્રીય સ્તર પર પણ ન થઇ શકે તો ઓબીસીનાં જે અત્યંત પછાત વર્ગ જેવા કે વિમુકત અને વિચરતી જાતિ, આ 27% આરક્ષણનો લાભ નહીં ઉઠાવી શકે.
મહારાષ્ટ્રમાં ટાટા ઇન્સ્ટીટયુટ ઑફ સોશિયલ સાયન્સ અને યોજના આયોગના સુચન અને ભલામણોનાં આધારે, 1961 માં આ વિભાગોને ઓબીસી ક્વોટામાં વિભાજીત કરી અનામત આપવામાં આવી અને તેનો ઘણો લાભ વિમુકત અને વિચરતી જેવી અત્યંત પછાત જાતિઓ એ ઉઠાવ્યો અને હજુ પણ ઉઠાવી રહ્યાં છે.
મંડલ આયોગની ભલામણો અનુસાર 27% આરક્ષણ આપવાના સંદર્ભમાં સુપ્રિમ કોર્ટએ ઇન્દિરા સાહની વિરૂદ્ધ ભારત સરકાર પ્રકરણમાં નિર્ણયમાં કહ્યુ કે અનુચ્છેદ 16 (4) મુજબ પછાત જાતિઓને પછાત અને અતિપછાત જાતિઓમાં વર્ગીકૃત કરવામાં કોઈ બંધારણીય વાંધો નથી. આ વર્ગીકરણ સામાજિક પછાતપણાના પરિમાણના આધારે કરવું જોઈએ. જો આ રીતે વર્ગીકરણ કરવામાં આવે તો એ જરૂરી કે વિવિધ પછાત જાતિઓ વચ્ચે લાભોને ન્યાયસંગત વહેંચી શકાય જેથી એવું ન બને કે માત્ર એક કે બે જાતિ આખા ક્વોટા પર કબ્જો કરી લે અને અન્ય પછાત જાતિઓ માટે કાંઇ વધે જ નહીં.
આ નિર્ણયના ફકરા 802 માં સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજય દ્વારા પછાત જાતિઓને પછાત તેમજ અતિપછાતમાં વર્ગીકૃત કરવામાં કાનૂની કે બંધારણીય કોઈ વાંધો નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે તે એવું નથી કહેતા કે આવું કરવું જોઈએ તેનાં બદલે માત્ર એમકે જો આવું કરવામાં આવેતો તે કાનૂની હશે અને બંધારણીય ગણાશે. પોતાનાં નિર્ણયમાં સુપ્રિમ કોર્ટ એ બે જાતિઓને ઉદાહરણમાં લઇને જણાવ્યું કે જો સુનારો અને વાડી (પારંપરિક પથ્થર તોડવાવાળા)ને એક શ્રેણીમાં રાખવામાં આવે તો અસુનાર બધીં જ આરક્ષણ પદો પર કબ્જો કરી લે અને વાડીઓ માટે કશું જ ન વધે. આ કારણોસર રાજયને ઓબીસીમાં વર્ગીકરણ કરવા પર વિચાર કરવો જોઇએ. જેથી, અતિપછાત વર્ગને તેમની ન્યાયી ભાગીદારી મળી શકે.
નવી દિલ્લીમાં 25 એપ્રિલ 2005 માં આયોજીત સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલયની રાષ્ટ્રીય સેમિનારમાં કેન્દ્રીય ઓબીસી સૂચિને પછાત તેમજ અતિપછાત જાતિઓમાં વર્ગીકૃત કરવામાં આવેની હિમાયત કરતા એક પ્રસ્તાવ મુક્યો હતો. પ્રસ્તાવમાં કહ્યું કે જો ઓબીસી સૂચિનું વર્ગીકરણ ન કરવામાં આવેતો એ સંભાવના બની રહેશે કે પછાત જાતિઓમાંથી તુલનાત્મક રીતે ઓછી પછાત જાતિઓ, આરક્ષણ તેમજ અન્ય સુવિધાઓનો વધુ લાભ ઉઠાવી લે અને અતિ પછાત જાતિઓ નુકશાનમાં રહે. વર્ગીકરણથી પછાત જાતિઓમાં પરસ્પર અસમાનતાને સમાપ્ત કરવામાં મદદ મળશે. જે પણ રાજય/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકાર પોતાની સુચિઓમાં વર્ગીકરણ કરે, તો સંબંધિત રાજ્યોને કેન્દ્રીય સૂચિમાં પણ તેને અનુરૂપ પરિવર્તન કરી શકાય.
તે પહેલા, 2006 માં વિમુકત અને વિચરતી જાતિનાં ઉન્નતિનાં ઉપાય સૂચવવા બાલકૃષ્ણ રેણકે આયોગ (રેણકે કમિશન)ની રચના થઈ. આ આયોગ એ 2008 માં પોતાની રિપોર્ટ ભારત સરકારને સોંપી અને વિમુકત અને વિચરતી જાતિ માટે 10% આરક્ષણ આપવાની ભલામણ કરી. પરંતું સરકાર પાસે આ જાતિઓની જનસંખ્યા ના આંકડા ઉપલબ્દ ન હોવાનાં બહાના હેઠળ આ ભલામણ લાગુ ન પાડી. પણ હજુ સુધી ન તો જાતિ ગણના કરી ન તો કમિશન રિપોર્ટ લાગુ પાડવામાં આવ્યું.
2015 માં દાદાસાહેબ ઇદાતે કમિશનની રચના કરી. આ આયોગમાં કહ્યું કે આખા દેશનાં વિમુકત અને વિચરતા સમુદાયોની સૂચિ તૈયાર કરો અને તેની ઉન્નતિનાં ઉપાયો સુચવો. આ આયોગએ કામ કરવાનું શરૂ કર્યું. પરંતું આ રિપોર્ટ આવવામાં બે વર્ષ લાગ્યા. પણ હજુ સુધી અંતિમ રિપોર્ટ આપ્યો નથી. કેટલાંક સામાજિક સંગઠનોએ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ સમક્ષ માંગણીઓ મુકી જેમાં 27% ઓબીસી આરક્ષણને યોગ્ય રીતે વર્ગીકૃત કરવામાં આવે અને અત્યંત પછાત જાતિઓને તેં બધી જ સુવિધાઓ મળે જે અનુસૂચિત જાતી/જનજાતિને મળી રહી છે.
આ વાત દેશનાં વિવિધ સામાજિક સંગઠનો દ્વારા છેલ્લા 20 વર્ષ થી કહી રહ્યાં છે. મંડલ કમિશનની રિપોર્ટ વી.પી. સિંગે 1993 માં લાગુ કરી ત્યાર બાદ સંઘ લોકસેવા આયોગ દ્વારા ભારતીય વહીવટી સેવા, પોલિસ સેવા અને વનસેવામાં ઓબીસી ક્વોટાથીજે ભરતીઓ થઈ, તેનાંથી કેટલાંક ગણ્યા-ગાઠંયા ઉચ્ચ ઓબીસી જાતિઓને લાભ થયો.
અશોક યાદવની સ્થાપનાનાં વિપરીતમાં કહેવા માંગી શકે રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનો ઓબીસીની કેન્દ્રીય સૂચિનાં વર્ગીકરણનો પ્રસ્તાવ ખૂબ પ્રસંશનીય છે અને સામાજિક ન્યાયનાં સિઁદ્ધાતોને અનુરૂપ છે. ડૉ. બાબા સાહેબ આંબેડકર એ અને છત્રપતિ શાહુજી મહારાજને આરક્ષણ પર જે નીતિ બનાવી હતી અને વિચાર મુક્યા હતાં, એ જ વિચાર રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગએ આ પ્રસ્તાવનાં માધ્યમથી મુકી છે. હું માનું છું આ વિષય પર ઉચ્ચ ઓબીસીનાં જે નેતાઓ હોય, તેઓ એ રાજનીતિ ન કરવી જોઇએ અને ઓબીસીમાં આગળ વધારવાનો અવસર આપ્યો જોઈએ.
ડૉ. આંબેડકર એ કહ્યું હતું કે જો એક બાસ્કેટ માં ચણા નાખી એક મજબૂત શક્તિશાળી ઘોડો અને બીજો એક નબળા ઘોડા ને ચણા મુકવામાં આવે તો શક્તિશાળી ઘોડો બધાં જ ચણા ખાઈ જાય અને કમજોર ઘોડાને કશુંજ ન મળે. આજ ઓબીસી ક્વોટા માં આજ થઈ રહ્યું છે.
અનિલકુમાર તળપદા
એસ.વાય બી.એસ.સી પીએમ પટેલ કૉલેજ ઑફ ઇલેક્ટ્રોનિક એન્ડ કમ્યુનીકેશન, આણંદ
Mo.7359115756