વિશ્વ રંગભૂમિ દિવસ
” વિશ્વ રંગભૂમિ દિવસ ”
27 માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિવસ પણ હવે એમ કહી શકાય કે ગુજરાતમાં રંગભૂમિના દિવસો હવે ગયા. ગુજરાતી રંગમંચ પર ભજવાતાં નાટકો એ ગુજરાતી ભાષા અને સાહિત્ય વારસાનો એક અમૂલ્ય ભાગ છે ને એ આપણે બધાએ યાદ રાખવું જોઈએ. ગુજરાતી રંગભૂમિના નાટકો અને પાત્રો ઈતિહાસના પાનામાં માત્ર સોનેરી યાદગીરી બનીને રહી ગયા છે, એટલે જ આજે આપણે આજે ઉજવણી કરીશું વિશ્વ રંગભૂમિ દિવસની ગુજરાતી રંગમંચ પર સુખ અને દુઃખ, પ્રેમ અને ક્રોધ, વેર-ઝેર, તારું ને મારું ગ્રુહસંચાર, સમાજની વાસ્તવિકતા, માનવીના જીવન સાથે સંકળાયેલી અનેક અનેક બાબતો નાટકો રૂપી ગુજરાતી રંગમંચ ભજવાય ગયેલ છે ને આજે પણ ભજવાય રહી છે. જ્યા ભાષા જીવે છે ત્યા સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્યને બચાવવાનો એક પ્રયાસ છે. આજે પરિસ્થિતિ એવી છે કે વર્ષ દરમિયાન ગુજરાતી ભાષાના ખૂબ ઓછા નાટકો ભજવાય છે અને તેમાં પણ મુબઈના આધુનિક નાટકો વધુ હોય છે. સિનેમા યુગનો શરૂઆત થતા જ નાટક અને નાટ્ય મંડળીઓનો યુગ પુરો થયો હોય તેવુ લાગે છે. તેમ છતા આજે પણ કેટલીક કેટલીક નાટ્ય મંડળીઓ ને નાટકના કલાકારો એ આં રંગમંચ ને જીવીત રાખ્યો છે. એથી વિશેષ આજે પણ એવી કેટલીક નાટ્ય મંડળીઓ છે જે ગામડે ગામડે જઈને વેશભૂષા ધારણ કરી નાટકો ભજવે છે.
આજની આધુનિક યુવા પેઢીને તો આ નાટકો ગમતા જ નથી ત્યારે આજની યુવા પેઢીના યુવા કલાકારો પણ અભિનંદનને પાત્ર છે.
ગુજરાતી રંગભૂમિના રંગમંચ પર તે પોતાના અભિનયથી લોકોની પ્રશંસાના હકદાર બને છે. ખરેખર નાટ્ય જગતના કલાકારો આપણી ભાષા, સાહિત્ય, ને સંસ્કૃતિ ને રંગમંચ ધ્વારા બચાવી રાખે છે.
આજે દુઃખની વાત એ છે ગુજરાતમાં કેટલાક શહેરોમાં નાટ્ય સસંસ્થા આવેલી છે પણ સરકાર તરફથી તેમને પુરતી સહાય ન મળતી હોવાથી કેટલીક નાટ્ય સંસ્થાઓ આજે મૃત હાલત છે. એકબાજુ ગુગુજરાતી સાહિત્યને બચાવવા માટે મોટી મોટી વાતો કરવામાં આવે છે. તો સાહિત્ય પાછળ દેખાડો એકાદ મોટો કાર્યક્રમ કરી કરોડો ખર્ચી દેવાઈ છે પણ જે સાહિત્ય અને નાટ્ય સંસ્થાઓ છે તેની તરફ ઓરમાયુ વર્તન કરવામાં આવે છે. હું તો કહુ છું જો આપના શહેરમાં ગુજરાતી નાટક આવે તો એકવાર જરૂર જોવા જજો અને જો નાટક સારુ લાગે તો કલાકારો ને તાળીઓ ને શબ્દોથી બિરદાવજો કેમ કે તેના તે હકદાર છે. એટલે પછી 27 માર્ચ ના દિવસે રંગભૂમિ દિવસની એકબીજાને શુભેચ્છા આપી ઉજવણી કરવાની રાહ નહી જોવી પડે. જે દિવસે તમે નાટક જોવા જશો એ દરેક દિવસ તમારા માટે રંગભૂમિ દિનની ઉજવણી હશે. આપણી જીંદગી પણ એક રંગમંચ છે જ્યા દરરોજ નાટક ભજવાય છે આખરી વેળા એ તાળીઓ પડે કે ના પડે.
આજના
વિશ્વ રંગમંચ દિવસે રંગભુમીના દરેક કલાકારને ખુબ ખુબ શુભેચ્છાઓ…
– નેલ્સન પરમાર