વેંચાતા યુવા લીડરોથી સાવધાન

ડો કલ્પેશ પી વોરા
ન્યાયિક સમીક્ષા.
૯૮૧૯૯૨૪૬૪૪
રાજનીતિના રંગે રંગાયેલા યુવાનેતાઓ હવે પક્ષના ચક્રવ્યૂમાં ગૂંથાઈ રહ્યા છે, ને ગુજરાતના યુવાઓને ગૂંચવી રહ્યા છે. વેચાઈ રહેલા આ યુવા લીડરોને સવાલ કરવાનોને સાવધાન થવાનો સમય આવ્યો છે.. ઓબીસી સમાજના નેતા બની બેઠેલા અલ્પેશ ઠાકોર કોંગ્રેસ શરણમ ગચ્છામી થયા. પણ તેમાં નવાઈ જેવું કંઈ નથી. તેમનું કૂળ ને મૂળ કોંગ્રેસ જ હતું. અને સ્વભાવિક છે તે ત્યાં જ જાય. જીગ્નેશ મેવાણી પણ છુપી રીતે આપનું સમર્થન કરી રહ્યા છે. તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે. છુપે છુપે ને છાના માના કરવામાં આવતી પ્રવૃત્તિ ને વ્યભિચાર કહેવાય છે. વળી નરેન્દ્ર મોદીને પાકીટ માર કહેનાર વરુણ પટેલ ભાજપના વાવાઝોડામાં સમાઈ ગયો. તો રેશમની સાડીમાં લપેટાયેલ રેશ્મા પટેલ પણ જાજરમાન ભાજપમાં સમાય ગઈ. હવે સવાલ હાર્દિક પટેલ પર આવ્યો છે. શુ હાર્દિક ભાજપમાં જશે? કે બહારથી બુમો પાડી આંતરિક રીતે ભાજપ ને મદદ કરશે? હાર્દિકનું કુળ પણ ભાજપ રહ્યું છે.
તાજેતરમાં થયેલા એક સર્વે મુજબ આ બધા યુવા લીડરોમાં પ્રવીણ રામ સૌથી વધુ લોકપ્રિય સાબિત થયા એટલે કે ગુજરાતની જનતાએ આ બધા જાતિવાદી નેતૃત્વવાળા યુવાનેતાઓને જાકારો આપી કર્મચારીઓ માટે લડતા રામ પર ભરોસો મુક્યો. પણ શું પ્રવીણ રામ ક્યાંક જશે કે નહીં? કેમ કે રાજનીતિમાં રામનું મહત્વ ઘણુ છે. ભાજપ રામ નામે તરે કે ચરે છે. હાર્દિક, અલ્પેશ, જીગ્નેશ કે પ્રવીણ પાસે ગુજરાતના યુવાનો જે અપેક્ષા લગાવી બેઠા છે તે પુરી થશે ? સતા પરિવર્તનની મોટી મોટી વાતો કરવાવાળા આજે ક્યાં બેઠા છે? ક્યાં ક્યાં કરારો ને સોદાબાજી સાથે બેઠા છે? કોણ કોણ કેટલામાં વેચાયા છે?તે શું આજનો યુવાન સમજી શકતો નથી.
ગુજરાત યુવાનો હવે તો વિચારો આ બધા તમારા નેતા કહેવાને લાયક છે ખરા?
એક જાગૃત યુવાન તરીકે મારી વેદના ને આપના નિષ્પક્ષ તટસ્થ વિચારોની આપલે સાથે..