સમસ્યાગ્રસ્ત ગુજરાત

વાયબ્રન્ટ ગુજરાત, આપણું ગુજરાત, આગવું ગુજરાત, સ્વર્ણિમ ગુજરાત, વાંચે ગુજરાત, નાચે ગુજરાત આવા સ્લોગનો આપણે ખૂબ સાંભળ્યા છે.હવે, “સમસ્યાગ્રસ્ત ગુજરાત” પણ પ્રસંગોપાત લાગી રહ્યું છે.
અનેક સમસ્યાઓથી ગ્રસ્ત થયેલ ગુજરાત પર આ અંક કરી રહ્યા છીએ ત્યારે વિવિધ સમસ્યાની વિશદ ચર્ચા પણ મુક્ત મને થઈ રહી છે. ગુજરાતમાં બધું સારું જ છે. કોઈ સમસ્યા નથી, તેવી બ્રહ્મજાળ ફેલાવતા લોકો શુ એ પૂછી શકશે કે આર. ટી. આઈ. અને આર.ટી.ઈ. નો સફળ અમલીકરણ કેમ નથી થતો? થાનગઢ હોય કે ઉના સરકારનું મૌન કેમ છે? ફિક્સ પગારદારોનું શોષણ શા માટે? આંગણવાડી મહિલા કર્મચારીઓનો પોલિટિકલ ઉપયોગ થઈ શકે, પણ પગાર વધારો નહિ! વાહ! આ છે ગુજરાત.
વિધાનસભાના ટૂંકા સત્રો, સત્રોમાં વિપક્ષનો આવાઝ રુંધવવો, મહત્વના બીલો પર કોઈ બૌદ્ધિક ચર્ચા જ નહિ. ક્યાં જશે ગુજરાત? શુ થશે ગુજરાત? ગુજરાતની આવી પરિસ્થિતિ પર વેધક વાંણ મારતા કવિ કાંઈક આમ કહે છે…
દલાલી દલાલી દલાલી કરે છે
જેમ ઝગડા મવાલી કરે છે
જે શેરી સદનમાં ન સમજે તફાવત
એ ગુજરાતની પાયમાલી કરે છે
જમીન વિહોણાઓ માટે આંદોલન થાય પણ જમીન તો અદાણી અંબાણી કે તાતા ને જ મળે.
નર્મદાના નીરની બુમરાણ મચાવાય પણ એ નીર તો ઉદ્યોગપતિને સીધુ મળે છે.
ઉંચાય નર્મદાની ગમે તેટલી વધે પણ સિંચાય નહિ વધે તો ભૂખે મરશે ગુજરાત.
ટેકાના ભાવ ન મળે, મગફળીઓના ગોડાઉન સળગે.
હાય હાય આવું તે ગુજરાત..
શુ આ એ જ ગુજરાત છે જ્યાં ગાંધી સરદાર જન્મ્યા હતા. ઇન્દુલાલ યાજ્ઞિકે મહામહેનતે મહાગુજરાત અપાવ્યું, તો નવનિર્માણે સરકારો ઉથલાવી. ભ્રષ્ટાચાર બાબતે જેપી આંદોલન લોકો ભૂલી ગયા હશે પણ અન્ના આંદોલન યાદ જ હશે ને…
ગુજરાતમાં વ્યાપક ભ્રષ્ટાચારનું વાસ્તવિક ચિત્ર ક્યારે રજૂ થશે? ભ્રષ્ટાચાર વિરોધી સરકારી કચેરીઓ લગભગ નિષ્ક્રિય છે. હવે કહો શુ આ સુશાસન છે કે કુશાસન છે, ના ના છડે ચોક ગુજરાતની ઈજ્જત ઉતરી રહી છે એટલે આ દુ:શાસન છે…
અભિનંદન કૌશિકભાઈ, એક ઉમદા કામ હાથમાં લીધુ છે તેના માટે ઠરેલ અને મજબુત મનોબળ વાળા સાથી મિત્રોને સામેલ કરવા પડશે