સરકારીતંત્રની ડીઝીટલ સેવાઓ

Nelson Parmar 1
Wjatsapp
Telegram

નેલ્સન પરમાર “નવચેતન”

૭૮૭૪૪૪૯૧૪૯ વિધાર્થી ટી.વાય.બી.એ. (હીસ્ટ્રી) એ.એસ.પટેલ આર્ટસ કોલેજ, બોરીયાવી (આણંદ) 7874449149

આજે સરકાર જ્યાં હોય ત્યાં ડીઝીટલ ઈન્ડિયા અંતર્ગત સરકારની ડીઝીટલ સેવાઓનો લાભ લેવાનું જણાવે છે. જેમા સરકારની ટેલેફોનિક સેવાઓ, ઓનલાઇન R.T.I,  ઓનલાઈન કમ્પ્લેઇન, ફોન કરીને પ્રશ્નોના નિરાકરણ, ઈ-મેલ ધ્વારા કે પછી કેસલેસ સુવિધા વગેરે જેવી ડીઝીટલ સેવાઓ હાલ સરકારી ઓફીસમાં સક્રિય છે.  પણ એવું લાગે છે કે આ બધી સેવાઓ ખાલી શોભાના ગાંઠીયા સમાન છે. એકબાજુ સરકારને ડીઝીટલ ઈન્ડિયાને પ્રમોટ કરી રહી છે અને બીજી બાજુ મંત્રીઓ અને સરકારી અધિકારીઓના ઈ-મેલ એડ્રેસ અને ફોન નંબર ખાલી નામના છે. તેવી જ રીતે સરકારના અલગ અલગ વિભાગોમાં પણ આવી જ હાલત છે. કોઈ ઓફીસમાંથી ડીઝીટલ ઈન્ડિયા અંતર્ગત કરેલ કાર્યવાહીનો યોગ્ય પ્રતિસાદ નથી મળતો.

તાજેતરમાં મારી સાથે બનેલ બનાવની વાત કરું તો. થોડા સમય પહેલા સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગમાં ઓનલાઈન RTI  કરી કેટલીક માહિતી માંગી હતી. ઘણો લાંબો સમય સુધી કોઈ જવાબ મળ્યો નહી. ગાંધીનગર જઈ તપાસ કરી તો જાણવા મળ્યુ કે અહીંયા મેલ ચેક કરવામાં આવતા નથી. સાથે સલાહ આપી કે પોસ્ટ કરી કાગળમાં RTI કરો. પછી જાણવા મળ્યુ કે સરકારના મોટાભાગના વિભાગોમાં આવું ચાલે છે. મેલ મોટાભાગની ઓફીસમાં અને સરકારી બાબુંઓ ઉપયોગ કરતાં નથી. બધું મોટાભાગે કાગળ પર કરવામાં આવે છે.

સરકારની આ ડીઝીટલ સેવાઓ, સરકારી ઓફીસમાં ખાલી શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ છે. સરકાર એકબાજુ ટેબલેટ વિતરણ કરે છે, સ્માર્ટફોન આપવાની વાત કરે છે. જેથી યુવાનો ડીઝીટલ થાય પણ જ્યારે યુવાનોને સરકારી કચેરીમાં કોઈ કામ પડે ત્યારે રૂબરૂ જઈ અથવા કાગળો પર લખીને જ રજુઆત કરવી પડે છે. એક વાત હજું સમજાતી નથી કે શું “ડીઝીટલ ઈન્ડિયા” પ્રજા માટે જ છે ?  સરકાર માટે નથી ? જો ડીઝીટલ સેવાઓની શરૂઆત કરવી હોય તો સરકાર પહેલા તેમની દરેક ઓફિસ ડીઝીટલ કરે પછી જનતા પાસે અપેક્ષા રાખે. સરકારી ઓફીસમાં ફોન લગાવીએ તો કોઈ ઉપાડતાં નથી અને ઉપાડે તો પણ યોગ્ય જવાબ નથી આપતા,  કરેલ ઈ-મેલનો કોઈ જવાબ નથી મળતો. પછી કેવી રીતે ઈન્ડિયા ડીઝીટલ?

જ્યારે નોટબંધી કરવામાં આવી ત્યારે કેસલેસનો ખુબ પ્રચાર પ્રસાર કર્યો તો આજે મને કોઈ એક સરકારી ઓફીસ બતાવો જ્યાં કેસલેસ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હોય.  તેમ છતા ડીઝીટલ સેવાઓના ઉપયોગ માટે આહવાન કરવામાં આવે છે. પણ જ્યારે જરૂર પડે ત્યારે જ આ ડીઝીટલ સેવાઓ કોઈ કામ આવતી નથી અને પ્રજાએ કચેરીના ધક્કા ખાવા પડે છે.

તો અમારી સરકારને વિનંતી છે કે પહેલા દરેક સરકારી ઓફીસ ડીઝીટલ કરવામાં આવે, દરેક ઓનલાઈન સર્વિસના લાભ મળે અને ઘરે બેઠા બેઠા અમારી અરજીઓનો નિકાલ થાય. ખાલી વાતો કરવાથી કંઈ નહી થાય. કોઈ નક્કર પગલાં ભરવા જોઈએ.  ડીઝીટલ ઈન્ડિયા તરફ અને તેની સૌપ્રથમ શરૂઆત સરકારની કચેરી અને અધિકારી દ્વારા થવી જોઈએ. સાથે સાથે મંત્રી મંડળને પણ ડીઝીટલ કરવામાં આવે અને મંત્રીઓને પણ ઓનલાઈન ફરીયાદ નોંધાવી શકાય અને તેને ધ્યાનમાં પણ લેવામાં આવે તેવી ડીઝીટલ સેવાઓ શરૂ કરવાની જરૂરિયાત છે. સરકારના મંત્રીઓ કે મુખ્યમંત્રી જે તે વિભાગને ડીઝીટલ સેવાઓથી પ્રશ્નો  મોકલી દીધા પછી પણ અરજદારને જાણ કરતા નથી. પણ અનેક ઓથોરીટીને મોકલો એટલે એકાદના હૈયે રામ વસ્યો હોય એ રસ લ્યે. બાકી તો અત્યારે એક ઓથોરીટી ઉપર ભરોસો રાખવા જેવો નથી. બધેજ વહીવટ ભ્રષ્ટ થઇ ગયો છે.

મુખ્યમંત્રી શ્રી દરેક સભામાં કહે કે આ સરકાર ગરીબોની છે, દલિતોની છે, વંચિતોની છે, આદિવાસીઓની છે છેવાડાના માનવીઓની છે. આવુ બોલનાર મુખ્યમંત્રીની કચેરીએ  પણ છ છ માસ સુધી અરજદારને જવાબ દેતી નથી. આવી સ્થિતિમાં તમે લડવૈયા બનીને કામ કરો તે ઉતમ છે.

You may also like...

1 Response

  1. S Shah says:

    Dear Nelson
    Absolutely right, I have send many emails to Gujarat CM and his team including Officers and ministers about legislate and to bring a law for all the sweet manufacturers and vendors to compulsorily put total sugar in ingredients per 100g. so at least Gujarat people know that in the festival seasons such as Diwali, Raksha Bandhan and Navratri How much sugar we eat total in day? but I did not receive a single reply of email – really Digital govt is rubbish and big scam. We must to a public interest litigation in Courts for making govt teams accountable for the reply of email that contains name, address and contact number of sender. for safety reason.

Leave a Reply

Your email address will not be published.