સામાજીક પરિવર્તનનો મુળ આધાર વ્યક્તિ પરિવર્તન

Wjatsapp
Telegram

શું સામાજીક પરિવર્તનનો મુળભુત આધર વ્યકતિ પરિવર્તન છે ? આ એક ખૂબ જ  રસપ્રદ અને સૌથી અગત્યનો મુદદો છે, જેના પરા આ લેખમાં ચર્ચા કરવામાં આવી છે કારણ કે આની આપણા વ્યક્તિગત જીવન તેમજ સામાજિક જીવન બંને પર નોંધપાત્ર અસર થાય છે. સાંસ્કૃતિક-ધાર્મિક બદલાવ વગર સામાજિક ક્રાંતિ શક્ય નથી. અને તે માટે વ્યક્તિ પરિવર્તન થવુ મહત્વનુ છે. આમ જોઇએ તો આ વિષય માનવ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર સાથે સંબંધિત છે.છતા, તેને સમજાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરવામા આવ્યો છે.  આ વિષય પર જતા પહેલાં, હું ઐતિહાસિક તથ્યો રજૂ કરવા માંગુ છું, જે વિષયને યોગ્ય રીતે સમજવા માટે ઉપયોગી સાબીત થશે.

ઐતિહાસિક તથ્યો:

ભારતના પ્રાચીન ઇતિહાસમાં એક ડોક્યુ કરીએ તો માલુમ પડશે કે આપણે એટલે કે આજના એસસી, એસટી, ઓબીસી અને ધર્માંતરીત લઘુમતીઓ આ દેશના મૂળ નિવાસીઓ હતા, જેને ‘નાગ પ્રજા’ ના વંશજો માનવામાં આવે છે. તેઓ ઇતિહાસમાં અનાર્ય તરીકે જાણીતા છે. આર્ય પ્રજાએ વિદેશી અને અનાર્ય પ્રજા દેશી હોવાથી આર્ય અને અનાર્ય વચ્ચે સતત સંઘર્ષ થતા રહેતા હતા. ટુંકમાં કહુ,તો પ્રાચીન ભારતનો ઇતિહાસએ માત્ર ને માત્ર આર્ય પ્રજા અને અનાર્ય પ્રજા વચ્ચેની લાંબી લડાઈનો એક રેકોર્ડ માત્ર છે, આનાથી વિશેષ કંઈ નથી. ‘નાગ પ્રજા’, જે આર્યોથી બચી ગયા હતા,તેઓ મહારાષ્ટ્રના નાગપુરમાં આવેલ, ‘નાગા નદી’ ની કાંઠે સંત અગસ્ત્યના માર્ગદર્શંથી સ્થાયી થયા હતા અને ફરી એક વખત તેમની જાતિનો વિકાસ કર્યો હતો. પરંતુ, ‘નાગ પ્રજા’ તેમના ભૂતકાળની પ્રજા સમાન શક્તિશાળી પ્રજા નહોતી રહી. તેઓ ખૂબ જ નબળા અને આર્યના ગુલામો બનવા તૈયાર હતા, જેમણે તેમના પૂર્વજોનો વિનાશ કરીને ગુલામ બનાવ્યા હતા !!

આપણે જાણીએ છીએ કે આર્ય લોકોએ અનાર્યના શરીર અને મનને ગુલામ બનાવવા માટે રાજકીય શક્તિનો ઉપયોગ કર્યો હતો અને ધર્મના નામ પર વર્ણાશ્રમધર્મ વ્યવસ્થાનું નિર્માણ કર્યું હતું. આવી સામાજિક-રાજકીય અને ધાર્મિક પરિસ્થિતિમાં, તેઓ સંપૂર્ણ રીતે અસહ્ય, નિરાશ બનીને સારા જીવન માટે સંઘર્ષ કરવા માટે બીલકુલ પ્રોત્સાહિત ના હતા. માનવ મનોવિજ્ઞાનમાં આ પ્રકારની પરિસ્થિતિને ‘હતાશાની સ્થિતી’ કહેવામાં આવે છે, જે ખૂબ જોખમી પરિસ્થિતિ છે. આમાં, મનુષ્યોના ઉપ-સભાન મનમાં નિષ્ફળતાની યાદોને તેમના ભવ્ય ભૂતકાળના સ્વપ્નો પર હાવી થઇ જતી જોઇ શકાય છે. માનવ જીવવિજ્ઞાન અનુસાર, “શરીરના પ્રત્યેક કોષ તેના સંપૂર્ણ પ્રમાણમાં નિરાશાના તત્વને વહન કરે છે અને તેના સંતાન પણ પેઢી દર પેઢી હતાશાના આ રોગને વારસામાં રાખે છે. ડૉ. આંબેડકર આવી હતાશાની સ્થિતીને વ્યાખ્યાયિત કરતા કહ્યુ હતુ કે નાગના વંશજોમાં જોવા મળતી નિરાશાએ ‘વર્ણાશ્રમધર્મ’ માંથી જન્મેલા અનૈતિક સામાજિક વાતાવરણનું પરિણામ છે. તેથી, જો આપણે નિરાશામાંથી બહાર આવવા માંગતા હોઈએ, તો આપણા સભાન મનમાં સંગ્રહિત વિચારોની સકારાત્મક કન્ડીશનીંગ દ્વારા સ્વયંનુ નબળુ ચિત્ર અને દુશ્મનનુ ભયાનક ચિત્રને દૂર કરવુ જોઈએ. પરંતુ, આપણે કેવી રીતે આપણા વિચારોની પોઝેટીવ કંડીશનીંગ કરી શકીએ. આપણા વિચારોની હકારાત્મક કન્ડીશનીંગ પર ચર્ચા કરતાં પહેલાં, આપણે માનવ માનસશાસ્ત્રમાં એક નજર કરી લેવી જોઈએ.

માનવ મન:

એક મહાન માનસશાસ્ત્રી સિગ્મંડ, મનુષ્યના મનને ત્રણ તબક્કાઓમાં વિભાજિત કરે છે જેમ કે 1) પૂર્વ સભાન મન, 2) સભાન મન, 3) અચેતન મન. પરંતુ, કેટલાક વૈજ્ઞાનિકોએ સિગ્મંડના સિદ્ધાંતમાં ફેરફાર કર્યો અને સૂચવ્યું કે મનમાં બે તબક્કા છે જેમ કે 1) સભાન મન અને 2) ઉપ-સભાન મન, જે મનુષ્યના મનમાં અનુક્રમે 10% અને 90% અંશે ફાળો આપે છે. આ નવો સિદ્ધાંત વિશ્વભરમાં ખૂબ પ્રસિદ્ધ અને સ્વીકૃત છે.

 1. સભાન મન: માનવ મનના આ ભાગમાં તર્ક શક્તિ છે, જે નિર્ણય લેવાની પ્રક્રિયામાં અમને માર્ગદર્શન આપે છે. તે માનવ મનમાં 10% હિસ્સો ધરાવે છે. ન્યાયાધીશ તરીકે કામ કરતુ, સભાન મન કોઈપણ વ્યક્તિ, વસ્તુઓ, ઇવેન્ટ્સ વગેરે વિશેનો અભિપ્રાય આપે છે અને અમારા પૂર્વગ્રહએ આ અભિપ્રાયોની પેદાશ હોય છે. મનનો આ તબક્કો વિચારે છે, પ્રેક્ટિસ નક્કી કરે છે અને પછી ઉપ-સભાન મનને જવાબદારી સોપી દે છે.
 2. ઉપ-સભાન મન: ઉપ-સભાન મનમાં કોઈ તર્ક શક્તિ નથી, જે માનવીય મનનો 90% હિસ્સો ધરાવે છે. જો તમે 4 + 4 = 8 કહેશો તો, ઉપ-સભાન મન તેને સ્વીકારશે અને જ્યારે તમે 4 + 4 = ? પૂછશો પછી તાત્કાલિક જવાબ ‘8’ આપશે. મનોવિજ્ઞાનના પિતા, વિલિયમ જેમ્સે જણાવ્યું હતું કે, “સબ-સભાન મનની વિશાળ શક્તિ વિશેની શોધ એ 19 મી સદીની સૌથી મોટી શોધ છે” તેમણે એમ પણ કહ્યું કે સભાન મન સબ-સભાન મનનો ચોકીદાર છે, જ્યારે ઉપ-સભાન મન સભાન મનનો પ્રામાણિક સેવક છે. જો સભાન મન યોગ્ય રીતે અને કાળજીપૂર્વક કાર્ય કરે, તો નકારાત્મક માહિતી (પૂર્વગ્રહ) ઉપ-સભાન મનમાં સંગ્રહિત કરી શકાતી નથી અને તેનાથી વિપરીત, સકારાત્મક માહિતીને ઉપ-સભાન મનમાં સંગ્રહિત કરી શકાય છે. તેથી, તે ખૂબ જ સ્પષ્ટ છે કે સભાન મનની યોગ્ય અથવા હકારાત્મક કન્ડીશનીંગ ખૂબ જ મહત્વપૂર્ણ છે. એકંદરે, સફળતા અકસ્માત નથી, પરંતુ તે અમારી પસંદગીનું પરિણામ છે.

માનસિક ચિત્ર:

માનવ મનોવિજ્ઞાન બતાવે છે કે આપણે વિશ્વને તેના વાસ્તવિક સ્વરુપે જોવાના બદલે આપણી પોતાની સમજ અને દ્રષ્ટી પ્રમાણે  જોઈએ છીએ. આપણે સભાન મનની સતત કન્ડીશનિંગ દ્વારા બનાવેલ આપણા માનસિક ચિત્ર દ્વારા વાસ્તવિકતાને જોઇએ છીએ.

આપણી ઇન્દ્રિયો જેવી કે આંખ, કાન, નાક, જીભ,ચામડી વગેરે દ્રારા આપણે જોવાનુ, સાંભળવાનુ, સ્વાદ અને સુગંધ પારખવાનુ કે લાગણી બતાવવાનુ કામ કરીએ છીએ.  આનાથી આપણા સભાન મનમાં એક માન્યતા પ્રણાલી વિકસે છે અને આપણી માન્યતા પ્રણાલી અનુસાર, સબ-સભાન મન આપણા સપના અને ઇચ્છાઓને પરિપૂર્ણ કરવા માટે જરૂરી ક્રિયા / વર્તન ઉત્પન્ન કરે છે. પરંતુ, જો બાહ્ય પરિબળો આમા દખલ કરે, તો માહિતી વિકૃત થાય છે અને આપણા ઉપ-સભાન મનમાં વિકૃત માનસિક ચિત્ર બનાવે છે, જે શરીર અને મનની વિભાજિત સ્થિતિ તરફ દોરી જાય છે. વિકૃત માનસિક ચિત્રથી આપણામાં કેટલાક દુરગુણો જેવા કે ભેદભાવ, ડર, અનૈતિકતા, શંકાશીલતા,  નિંદા, અપ્રમાણિકતા,આત્મવિશ્વાસનો અભાવ વગેરે ઉભા થાય છે અને નિરાશાજનક જીવન જીવવા માટે મજબુર બનાવે છે. પરંતુ, આપણે એ ઇતિહાસને પણ જાણીએ છીએ કે તથાગત બુદ્ધ એક સક્ષમ વ્યક્તિ થયા હતા કે જેણે ‘નાગ પ્રજા’ના વંશજોના ઉપ-સભાન મનમાં સંગ્રહિત સંપૂર્ણ હતાશાના જૂના પ્રોગ્રામિંગને અટકાવવામાં સફળ થયા હતા અને નવા પ્રોગ્રામિંગ દ્વારા, તેમણે ગુલામોને એક મહાન સામ્રાજ્ય, અશોક સામ્રાજ્યના સર્જક બનાવ્યા હતા. પરંતુ, તથાગત બુધ્ધ આ કેવી રીતે કરી શકયા? બુદ્ધે આવી શક્તિ કેવી રીતે આપી? આ પ્રશ્નનો જવાબ માનવ મનોવિજ્ઞાનમાં રહેલા છે, તે કોઇ ચમત્કાર ન હતો. પરંતુ, તે વિચારોનુ હકારાત્મક કન્ડીશનીંગ થયુ હતુ.

મારા મત મુજબ, આપણી ઇચ્છા મુજબ આપણા માનસિક ચિત્રને બદલવા માગતા હોઇએ,તો આપણા વિચારોના હકારાત્મક કન્ડીશનીંગ બે તબક્કા માં કરી શકીએ.

પ્રથમ તબક્કામાં હકારાત્મક વિચારોના સતત સંપર્કમા રહેવુ પડે. અને આ માટે હકારાત્મક વિચારોના વાંચન, શ્રવણ, ગ્રહણ દ્વારા જૂના નકારાત્મક વિચારોને હટાવીને હકારાત્મક વિચારોના કન્ડીશનિંગની નવી સ્ક્રીપ્ટ દ્વારા માનસિક ચિત્રની નબળી સ્ક્રિપ્ટને દૂર કરવામાં આવે છે. આ ખૂબ સારી તકનીક છે અને ઝડપથી લોકોને અસર કરે છે. આનાથી માનસિક અને બૌદ્ધિક રીતે સક્ષમ વ્યક્તિત્વનુ સર્જન કરી શકાય છે.

બીજો તબકકો છે સમ્યક સમાધી જેને આપણે ધ્યાન તરીકે જાણીએ છીએ. સમ્યક સમાધિ એટલે યોગ્ય એકાગ્રતા (ધ્યાન). સમાધિ અને સમ્યક સમાધિ બન્ને વચ્ચે ઘણો તફાવત છે. સમાધિ એટલે ચિતની એકાગ્રતા જયારે સમ્યક સમાધિ એટલે સજાગતા સાથેની એકાગ્રતા. માત્ર એકાગ્રતા નહિ પણ ભાવ સાથેની એકાગ્રતાથી પ્રજ્ઞાનો વિકાસ થાય છે. તેથી મનને હમેશને માટે કુશળ વિચારવાની ટેવ પાડે છે.મનને એવી શક્તિ આપે છે કે માનવી કલ્યાણ રત રહી શકે. આનાથી આપણે વર્તમાનમાં જીવી શકીએ છીએ. તથાગત બુદ્ધે આ તકનીકની વિશ્વમાં સૌપ્રથમ શોધ કરી હતી. આ પ્રક્રિયામાં, ભૂતકાળ તેની અસર ગુમાવે છે અને ભાવિ તેની ચિંતા ગુમાવે છે, જે ઉપ-સભાન મનમાં સંગ્રહિત બધી નકારાત્મકતાઓથી મન સંપૂર્ણપણે મુક્ત કરે છે અને મહત્વાકાંક્ષી, ઉત્સાહી અને આશાવાદી બનવા માટે હિંમત એકત્ર કરે છે. તમે તમારા જીવનમાં પરીક્ષણ કરો તો તમને નોંધપાત્ર ફેરફાર જોવા મળશે. આ તકનીકથી સંપૂર્ણ વ્યક્તિગત પરિવર્તન લાવી શકાય છે. કોઈપણ સામાજિક પરિવર્તન સફળતાપુર્વક કરવુ હોય, તો તે માટે વ્યક્તિગત પરિવર્તન તેનો પાયો છે, તે ભુલવુ જોઇએ નહી.

ડો. હિતેશ બી. શાક્ય,
પંજુરી પાર્ક-2, સાંગોડપુરા રોડ,આણંદ
shakya1970@gmail.com

સંદર્ભ:

 1. મનોવિજ્ઞાનની ટેક્સ્ટ બુક
 2. ડૉ. બી. આર. આંબેડકરના લખાણ અને ભાષણો
 3. ટાઇમ્સ ઓફ બહુજન (માસિક), વોલ્યુમ 1, નં. 8

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

 1. s shah says:

  Beautiful article Hiteshbhai
  A candle can light another candle without loosing its light
  Soceity is made of individual

Leave a Reply

Your email address will not be published.