હા સાહેબ હું પૈસો છું.

Wjatsapp
Telegram

મારાં સાહેબ
ભાઈ…આ.. બધી પૈસા ની માયા છે..
મારાં ભાઈ…પૈસાના પણ કેટલાં નામ..

મંદિરમાં આપો તો દાન
સ્કૂલમાં આપો તો ફી
લગ્નમાં આપો તો ચાંદલો
કન્યાને લગ્નમાં આપો તો દહેજ
છુટાં છેડામાં આપો તો જીવાય ભથ્થું
કોઈને આપો-લ્યો તો રૂણ
પોલીસ કે ઓફિસર કરે દંડ
સરકાર લ્યે તે કર
કર્મચારી મેળવે તે પગાર
નિવૃત્તિ માં આપે તે પેન્સન
અપહરણ કરીને માંગે તે ફિરૌતિ
હૉટલમાં આપો એ ટીપ
બેંકમાંથી ઉધાર લ્યો તે લોન
મજદુરને ચૂકવો તે મજુરી
ઑફિસરને છાનામાના આપો તે લાંચ
કોઈને પ્રેમથી આપો તે ભેટ

હા સાહેબ! હું પૈસો છું.
આપ મને મૃત્યુ પછી ઉપર નહી લઈ શકો.. પણ જીવતાં હું તમને બહુ ઉપર લઇ જાવ છું

હા સાહેબ હું પૈસો છું
મને પસંદ કરો એટલે સુધી કે લોકો તમને નાપસંદ કરી જ ન શકે.
હા સાહેબ હું પૈસો છું
હું ભગવાન નથી પણ લોકો મને ભગવાનથી ઓછો નથી માનતાં..

હા સાહેબ હું પૈસો છું
હું મીઠાં જેવો છું જે જરૂરી તો છે પણ જરૂરીઆતો કરતાં વધુ તો જીવન નો સ્વાદ બગાડુ છું

હા સાહેબ હું પૈસો છું.
ઈતિહાસ એવા કેટલાય ઉદાહરણ જોવા મળે છે જેની પાસે અઢળક સંપત્તિ હતી તેના મોત પછી રોવા વાળા કોઈ નહતાં

હા સાહેબ હું પૈસો છું.
હું કઈ જ નથી છતાં હું નક્કિ કરૂ છું કે લોકો તમારી કેટલી ઈજ્જત કરશે

હા સાહેબ હું પૈસો છું.
હુ તમારી પાસે છું તો તમારો છું.
તમારી પાસે નથી તો આપનો નથી . પણ હું તમારી પાસે છું તો સૌ તમારાં છે.

હા સાહેબ હું પૈસો છું.
હુ નવાં નવાં સંબંધો બનાવું છું..
પણ સાચા અને જુનાં બગાડુ છું.

હા સાહેબ હું પૈસો છું.
હુ જ બધા કજિયાનું મૂળ છું તો પણ કેમ બધા લોકો મારી પાછળ પાગલ છે???

પ્રવિણ મકવાણા
9687728914
premmakwana23@gmail.com

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.