૬ ડિસેમ્બર, ૧૯૫૬ ક્રાંતિસૂર્યાસ્ત

Apurva Amin
Wjatsapp
Telegram

અપૂર્વ અમીન

૭૨૦૧૦૮૪૯૫૬

મંત્રી, ભારતીય દલિત પેંથર

રાજધાની દિલ્હી રાતનાં 12 વાગ્યા હતાં. રાતનો ઠંડો સન્નાટો અને અચાનક જ નાગપુર, દિલ્હી, મુંબઇ ચારેયબાજુ ફોનની ઘંટડીઓ ગુંજી ઉઠી. રાજભવન મૌન હતું. સંસદ મૌન હતું. રાષ્ટ્રપતિભવન મૌન હતું. દરેક જણ એક કસમક્સમાં હતું. લાગતું હતું કદાચ કોઈ ગંભીર આઘાત લાગ્યો હતો. અથવા કોઈ ગંભીર આઘાત કે અકસ્માતથી ઓછું ન હતું. કોઈ અચાનક અમને છોડીને જતું રહ્યું હતું કે જેમનાં જવાથી કરોડો લોકો દુઃખભર્યા આંસુઓથી વિલાપ કરી રહ્યા હતાં. જોતજોતાંમાં મુંબઈનાં બધાં જ રોડ, રસ્તા, ગલીઓ ભીડથી ખચોખચ ભરાઈ રહ્યાં હતાં. પગ મુકવાની પણ મુંબઈમાં જગ્યા રહી ન હતી. કેમકે અંતિમસંસ્કાર માટે દેહ મુંબઇ લાવવાનું હતું. પુના, નાગપુર, બેંગ્લોર, દિલ્હી અને આંખા દેશભરમાંથી આવનારી રેલગાડીઓ અને બસોમાં બેસવા સુધીની જગ્યા ન હતી. બધા જ ઝડપથી મુંબઈ પહોંચવા માંગતા હતાં. અને જોતજોતામાં અરબસાગરવાળું  મુંબઇ જનસાગરથી ભરાઈ ગયું.

કોણ હતાં તે વ્યક્તિ? કે જેમનાં અંતિમદર્શનની લાલચમાં જન-સૈલાબ રોતા-બીલકતાં મુંબઇ આવી રહ્યો હતો. દેશમાં આ પ્રથમ પ્રસંગ હતો કે જ્યારે ઘરડાં પુરુષ, નાનાં બાળકની જેમ છાતી કુટી-કુટીને રડી રહ્યાં હતાં. મહિલાઓ આંક્રોશ કરી રહી હતી અને કહી રહી હતી.. “હમારે પિતા ચલે ગયે. અબ કોણ હૈ હમારાં યહાઁ”

ચંદનની ચિંતા પર જ્યારે તેમને રાખ્યાં ત્યારે કરોડો દિલો ઢુંસકા ભરી ભરીને રડી પડ્યાં. અરબસાગર તેનાં મોજાંઓ સાથે કિનારાઓ પર ટકરાતો અને વળી જતો પાછો ફરી ટકરાતો અને પાછો વળી જાતો. કદાચ સમુદ્ર પણ અંતિમ દર્શન માંટે જોર લગાવી રહ્યો હતો. ચિતા સળગી અને અને કરોડો લોકો રડી પડ્યાં. કોની ચિંતાને સળગતી જોઈને સળગી રહ્યા હતાં કરોડો દિલોનાં અગ્નિકુંડ. કોણ હતા એ મહાપિતા? કોણ હતું એ અદભુત વ્યક્તિત્વ? કે જે છોડી ગયું હતું લાખો દિલોમાં દબાયેલા આવાજની આંધી. કોણ હતું કે જેનું નામ માત્ર લેવાથી ગરજી ઉઠતા હતાં વાદળ, વિજળીઓ. મનથી મષ્તિશ્ક સુધી દોડી જતો ઉર્જાનો પ્રવાહ. કોણ હતાં કે જેમણે ખાલી લાચાર હાથોમાં પકડાવી દીધી હતી કલમ લખવા માટે એક અદભુત ઇતિહાસ… આંખોમાં આપી ગયેલા નવા સપનાં, ધન્યથી પ્રવાહિત કરેલાં સ્વાભિમાન, અભિમાનને.  ગુલામીની હાથકળીઓ તોડવા આપેલું પ્રજ્ઞાશસ્ત્ર કોણ હતું આ.. ચિતા સળગી રહી હતી અરબસાગરનાં કિનારે અને સળગી રહ્યાં હતાં દરેક સ્મશાન ગામડાંઓનાં.. જે અરબસાગર કિનારે પહોંચી શક્યાં તે પણ એક ટકે જોઈ રહ્યાં હતાં, તેમની પ્રતિમાં અને ગામમાં રહેલા ઝંડાને કે જેમાં વાદળી ચક્ર ફરકતો હોય. અને ભૂખ, તરસ ભૂલીને બેઠા હતાં પોતાનાં સમૂહ સાથે કે જેને બુદ્ધ વિહાર કહેવાય છે.

કઈ આગ હતી કે તેઓ લગાવી ગયાં હતાં? શું વિદ્રોહની આંગ હતી? કે હતી સંઘર્ષની આગ? કે ભૂખ્યાં અને વસ્ત્રવિહીન વંચિતોને કપડાંથી ઢાંકવાની હતી આગઅસમનતાનાં ચીંરેચિંરા ઉડાવી સમાનતા પ્રસ્થાપિત કરવાની હતી આગચવદાર તળાવ પર સળગેલી આંગ ઓલવવાનું નામ હતી લેતી. સળગતી મનુસ્મૃતિ ધુમાડાની સાથે નષ્ટ પાંમી હતી. શું આગ હતી જે સળગાવી ગયાં હતાં મહાસૂર્ય

બધી જ કોલેજો, શાળાઓ, વિદ્યાપીઠો મૃતભુમી જેવાં લાગતાં હતાં. યુવાનોનો કલકલાટ મૌન હતો. ઓફીસ, મિલ્સ, કાર્યાલયો, કારખાનો શાંત અને સુમસામ થઈ ગયા હતાં. જેઓએ હાથમાં કલમ અપાવી અને જીવનનો મકસદ આપ્યો, રાષ્ટ્પ્રેમની ભાવનાં જગાડી એ યુન્ગધર, પ્રજ્ઞાસુર્ય, મહાસૂર્ય કાળનાં કપાળથી ઢળી રહ્યોં હતો. દેશમાં અતિ કસમક્સ હતી. ભારતનાં મહાન પત્રકાર, અર્થશાસ્ત્રી દૂરદૃષ્ટા શું શ્રુષ્ટિથી ઓઝલ થઈ રહ્યાં હતાં. બધી મિલ્સ, કારખાનાં બંધ થયાં જાણે હડતાળની યાદ અપાવતાં હતાં. સવાર-સાંજ આવાજ આપી જગાડનારી ધુમાડા ભરેલી ચીમનીઓ પણ આજે ચૂપચાપ હતી. સુમસામ અને સુનું એવું લાગતું કે જાણે દીકરીની વિદાય પછી થતું બાપનું આંગણું… દરેક જણ અવઢવમાં હતું કેમકે તેમનાં મષ્તિશ્ક પરનું એકમાત્ર છત્ર હવે રહ્યું ન હતું. ચંદનની ચિંતા પર તેજ હતા કે જેઓ અંખડ સંવિધાનની રચનાં કરી, મજૂર આંદોલનના પિતા અને આધુનિક ભારતનાં મસીહા…

આ બાજું નાગપુરમાં દીક્ષાભૂમિ પર શોક અને માતમ પ્રસરી ગયો હતો. લોકોની ચિચિયારીઓ સંભળાતી હતી.. “હમારે બાબા ચલે ગયે” આધુનિક ભારતનાં સુપુત્ર કે જેમણે સમગ્ર ભારતવર્ષમાં લોકતંત્રનું બીજારોપણ કર્યું હતું. જે વ્યક્તિએ બનાવ્યું હતું સંવિધાન, ભારતને બનાવ્યું ગણરાજ્ય, લોકોને અમૂલ્ય વોટ આપવાનો અધિકાર, શું એ ભારતનાં સુપુત્ર હાલ આપણી વચ્ચે ન હતાં. બધા જ કસમકસ ભર્યા શોકમાં હતાં. સહેજ અવિશ્વાસુ લાગતું હતું લોકોને કે “હમણાં તો અહિયાં બાબાની સફેદ ગાડી આવી હતી. બાબા ગાડીમાંથી ઉતર્યા હતા સફેદ પોશાકમાં.. જોવો હમણાં તો બાબાએ પંચશીલ આપ્યા હતાં. ૨૨ પ્રતિજ્ઞાઓની ગુંજ હજુ આકાશમાં તો ગુંજી રહી હતી. તે શાંત થાય તે પહેલાં બાબા શાંત ના થઇ શકે” ભારતીય ઇતિહાસે નવી કરવટ લીધી હતી. મુંબઈની સડકો પર જનશૈલાબ વહી રહ્યો હતો. ભારતીય ઇતિહાસમાં તુચ્છ ગણાતી નારી કે જેને બાબાએ હિંદુકોડ બિલ આપવા પ્રયત્ન કર્યા. અને સંવિધાનમાં તેના હકોને આરક્ષિત કર્યા. માંબહેન અનેક સ્ત્રીઓ લાખોની સંખ્યામાં સ્મશાનભૂમિ પર હતી. એક સડી ગયેલી સંસ્કૃતિનાં મોં પર એક સણસણાતો તમાચો હતો. કેમકે જે મહિલાઓને સ્મશાન જવાનો અધિકાર હતો, એવી 3 લાખ મહિલા બાબાનાં અંતિમ દર્શન માટે આવી પહોંચી હતી. જે પોતાનામાં એક વિશ્વવિક્રમ હતાં. ભારતનાં આ યુન્ગધર, સંવિધાન નિર્માતા, પ્રજ્ઞતેજ, પ્રજ્ઞાસુર્ય, ક્રાંતિસૂર્ય, મહાસૂર્ય, કલ્પપુરુષ, મહાનાયક, નવભારતને નવચેતના આપી ચાલ્યા ગયા હતા. એક ઉર્જાસ્ત્રોત આપીને સમાનતા, સ્વાતંત્રતા, ન્યાય, બંધુતાના પાઠ ભણાવીને ચાલ્યા હતા.

એ પ્રજ્ઞાસુર્યની પ્રજ્ઞતેજ કિરણોથી રોશન થશે આપણો સમાજ, આપણો દેશ અને આપણે. અને પુરા વિશ્વાસની સાથે અમે આગળ વધીશું હાથોમાં હાથ લઈને. માનવતાના રસ્તા પર કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય… કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય. કે જ્યાં ક્યારેય સૂર્યાસ્ત નહીં થાય…

ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર અમર રહો…

“જય ભીમ”

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.