૧/૧૪ – આંબેડકર યુગ આવ્યો છે.

Wjatsapp
Telegram

૧૪ સોનેરી કિસ્સામાંથી કિસ્સા નંબર એક.

આજે સવારે જનબંધુ કૌસંબીજીનો ફોન આવ્યો. અમે બન્નેએ એકબીજાને ભીમ જયંતીની શુભેચ્છા પાઠવી. વાતમાંથી વાત નીકળતા તેમણે જણાવ્યું કે,
“આંબેડકર જયંતિ ઉજવીએને અમે તો હારા ઝાડ પર ચડીને પથરાં મારે. એક ચાલીમાંથી બીજી ચાલી જઈએ તો કોડિયા હોય ને બાબાસાહેબના નામના એ બધા તોડી નાંખે. આજે બધા જ માનતા થઈ ગયા બાબાસાહેબને. બુદ્ધનું નામ લઈએ તો બુદ્ધુ બુદ્ધુ કરતાં હતાં, આજે બધાય બુદ્ધને માનતા થઈ ગયા.”

૧૯૫૬ થી ૧૯૮૧-૮૫ સુધી જે લોકો બાબાસાહેબની જયંતિ માનવતા એ લોકો અન્ય લોકોથી ઉપેક્ષા બહુ પામતા. લોકો ખૂબ મજાક ઉડાવતા, એમાં પોતાના ઘરના લોકો પણ શામેલ હોય. અને આજે જે “જય ભીમ” ના બોલે, બાબાસાહેબની પોસ્ટ ના મૂકે, એની લોકો ટીકા કરે. આને કહેવાય યુગ બદલાયો. “આંબેડકર યુગ” આવ્યો.

જય ભીમ
કૌશિક શરૂઆત

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

દિવસ દરમ્યાન આવી મહિતીસભર ૧૪ અલગ પોસ્ટ કરીશું.

ફોટો : ફેસબુક મિત્રની વોલ પરથી.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *