જાણો ખેડુતો અને મજુરો માટે રાષ્ટ્રપિતા જોતિરાવ ફુલેએ શું કહ્યું હતું?

રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફુલેને મોટાભાગે લોકો સ્ત્રીઓ માટે સૌપ્રથમ શાળાઓ શરૂ કરીને સ્ત્રીઓને શિક્ષણ આપનાર તરીકે ઓળખે છે. પરંતુ તે ઉપરાંત પણ ફુલે દંપતિનુ સમાજકાર્યના વિવિધ ક્ષેત્રોએ બહુ મોટું યોગદાન રહેલું છે.
નિરાધાર મહિલાઓ, ત્યક્તાઓ, વિધવાઓ, અનાથ તરછોડાયેલા બાળકો, દલિતો, પછાત સમુદાયો, દુઃખી પિડીત લોકો અને દીન-હીન ખેડુતો તથા મજુરોના હકો, હીતો માટે આજીવન સંઘર્ષ કરીને સામાજિક લડત ચલાવી હતી. લોકોમાં સામાજિક, શૈક્ષણિક અને વૈચારિક પરિવર્તન લાવવા જનજાગૃતિ ના કાર્યો કર્યા હતા. અંધશ્રદ્ધા નિવારણ અને કુરિવાજોમાથી મુક્તિ માટે સમાજમાં લોકજાગૃતિના કાર્ય શરુ કર્યા હતા. આજના “#વિશ્વમજદૂરદિવસ ” નિમિત્તે રાષ્ટ્રપિતા ફૂલે દ્વારા ખેડૂતો અને મજુરો માટે આપેલા યોગદાનને વિસરી ન શકાય.
જ્યોતિરાવ ફુલે સ્વયં ફૂલોની ખેતી સાથે સંકળાયેલા એક ખેડૂત પુત્ર હતા. આથી તેઓ ખેડૂતો સાથે થતા શોષણ અને ખેડૂતોની દીન-હીન પરિસ્થિતિઓથી બહુ સારી રીતે વાકેફ હતા. જમીનદારો અને વેપારીઓ દ્વારા નાના ખેડૂતો અને મજૂરોનુ કેવી રીતે શોષણ કરવામા આવે છે એ બધી બાબતોથી તેઓ અવગત હતા.
રાષ્ટ્રપિતા ફૂલેએ પોતાના પુસ્તક “કિસાન કા કોડા઼” અને “તૃતીય રત્ન” માં પણ ભારતીય કિસાનો અને મજૂરોની દીન-હીન વાસ્તવિક પરિસ્થિતિની કરુણ ઘટનાઓ જણાવી છે. ધનવાનો, માલિકો અને લંપટ મનુવાદીઓ તથા વેપારીઓ દ્વારા ગરીબો, મજૂરો અને ખેડૂતોનું કેવી રીતે શોષણ કરવામાં આવે છે તેની સત્ય હકીકત આ પુસ્તકમાં રજુ કરી છે. જે આજના સમયમાં પણ ખેડુતો અને મજુરોની વર્તમાન સ્થિતિ જોતાં એટલી જ વાસ્તવિક જણાઈ આવે છે.
ખેડુતો અને મજુરોની નિરક્ષરતાને કારણે શોષણકર્તાઓ તેમની અજ્ઞાનતાનો ફાયદો લઈને એનકેન પ્રકારે તેમની સાથે શોષણ કરતા હોય છે. આથી રાષ્ટ્રપિતા ફૂલેએ મજૂરો અને ખેડૂતોના શૈક્ષણિક ઉત્થાન માટે ઈ.સ.1855માં ભારતની સોપ્રથમ રાત્રીશાળાઓ અને પ્રોઢ શિક્ષણ શાળાઓ ખોલીને તેમને શિક્ષણ આપવાની શરૂઆત કરી હતી.
પોતાના દૈનિક ગૃહકાર્યોમા રહેતી મહીલાઓ તથા રોજીંદા કામોથી પરવારીને ખેડુતો અને મજુરો શિક્ષણ લેવા આવી શકે એટલા માટે તેમણે રાત્રીના સમયે આ શાળાઓ શરૂ કરી હતી. ફુલ દંપતીએ શરૂ કરેલી આ રાત્રિશાળાઓના કારણે ખેડુતો અને મજુરોમાં શિક્ષણની સાથે સાથે વૈચારિક ક્રાંતિની પણ શરૂઆત થઇ હતી. અને પછી તેઓ ફૂલદંપતિના સામાજિક આંદોલન જોડાયા હતા.
રાષ્ટ્રપિતા ફૂલે જ્યારે પૂના નગરપાલિકાના સદસ્ય હતા એ સમયે મુંબઈના મીલમજૂરોની સમસ્યાઓ તેમના ધ્યાન પર આવી હતી. આ મિલના માલિક દ્વારા #બાળમજૂરો અને મહિલાઓ પાસેથી પણ 14-14કલાક જેટલા લાંબા સમય સુધી દૈનિક કામ લેવામાં આવતું હતું. મહાત્મા જોતિરાવ ફૂલેએ પોતાના સાથી કાર્યકરો સાથે મીલ માલિકની આ શોષણ નીતિ વિરુધ આંદોલન ચલાવ્યું. “સત્ય શોધક સમાજ” સંસ્થા ના સક્રિય પ્રયાસો પછી જિલ્લા અધિકારી ડબલ્યુ.બી. મુલોચની અધ્યક્ષતા માં એક આયોગની રચના થઈ અને કામના કલાકો સવારના સાત થી સાંજના પાંચ વાગ્યે કરીને વચ્ચે એક કલાકનો વિરામ તથા સફાઇ વ્યવસ્થા વગેરે જેવી માંગોને પૂર્ણ કરવામાં આવી હતી
ઈ.સ.૧૮૭૭ માં મહારાષ્ટ્રમાં આવેલ ભયંકર દુષ્કાળની પરિસ્થિતિ વકરી હતી. ભૂખમરાની એવી પરીસ્થિતી ઉભી થઇ કે પશુ અમેત માનવોની જાનહાનીના બનાવો વકરવા લાગ્યા. “સત્ય શોધક સમાજ” ના કાર્યકરો દ્વારા મફત ભોજનાલયો શરૂ કરાયા. રાષ્ટ્રપિતા ફૂલેએ પોતના “દીનબંધુ” સમાચાર પત્ર દ્વારા ગરીબો અને દીન દુખિયા લોકો તથા મજુરો તેમજ ખેડુતોનો અવાજ બન્યા હતા. સરકારના ઉંઘતા તંત્ર ને જગાડીને દુષ્કાળની મહામારીમાં ફસાયેલા લોકો માટે રાહત કાર્ય શરૂ કરવા તંત્રને મજબૂર કર્યું.
પોતાના મૃત્યુના અંતિમ સમયે રાષ્ટ્રપિતા જ્યોતિરાવ ફુલે તેમના સાથીઓને પોતાના અધૂરા કાર્યો પૂર્ણ કરવા ઉદબોધન કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે પોતાનાએ અંતિમ સંદેશમાં પણ ખેડુતો અને મજુરો વિશે પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. ખેડૂતો અને મજુરોના ઉત્કર્ષ માટે સંસ્થાના સાથી કાર્યકરો ને સક્રિય રહેવા જણાવ્યું હતું. ખેડૂતો અને મજૂરો વિશે તેમણે પોતાના અંતિમ સંદેશ માં કહ્યું છે કે – “ખેડૂતો અને મહેનત કરનાર મજુર પોતે ભૂખ્યો તરસ્યો અને અર્ધનગ્ન રહીને આ જગતને જીવિત રાખે છે. તેને ભૂલી જવા નો મતલબ માનવતાનું ખૂન કરવા બરાબર છે. ખેડુતો અને મજુરો જ નવા જગતનું નિર્માણ કરશે”
નાચીઝ_મુસાફિર
01/05/2020 – આર્ટિકલ વિશે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ આપજો અને આર્ટિકલ સ્પ્રેડ કરવાનું બિલકુલ ના ભૂલતાં.