કૃષ્ણના ચરિત્ર તથા કૃષ્ણના વંશજ એવા યાદવો વિશે 10 રહસ્યમયી પ્રશ્નો

Wjatsapp
Telegram

મહામાનવ કૃષ્ણના ચરિત્રનું વસ્ત્રાહરણ કરવાની કથાઓ લખાનારાઓમાં એકેય યાદવો કેમ નથી?

ધર્મસંદેશ પૂર્તિ (સંદેશ ન્યૂઝ પેપર)

અહી ગુજરાત રાજ્યના પ્રખ્યાત સંદેશ ન્યુઝ પેપરના ધર્મસંદેશ પૂર્તિની એક કોપી છે. તેમાં મહામાનવ કૃષ્ણ દ્વારા ગોપીઓના વસ્ત્રાહરણને એક નવા બહાના સ્વરૂપે રજૂ કરવામાં આવ્યો છે. જેમાં આવી કથાઓને વર્ષોથી ચલાવનારા કથાકારોને હવે મહામાનવ કૃષ્ણ દ્વારા નિર્દોષ અબળા ગોપીઓના દેહના નગ્ન દર્શન કરવાની કથા કહેવામાં શરમ અનુભવવાને કારણે કોઈ તર્કની જરૂર પડી એટલે તેઓએ કોઈ નિર્જન જળાશયમાં નિર્વસ્ત્ર અને નગ્ન થઈને સ્નાન કરી રહેલી ગોપીઓએ આવું કૃત્ય કરીને જળદેવતાનું અપમાન કર્યું છે માટે મહામાનવ કૃષ્ણએ ઉદંડ ગોપીઓને સબક શીખવવા તેમના વસ્ત્રોની ચોરી કરી અને ત્યાર બાદ ગોપીઓને ખબર પડી કે તેમના વસ્ત્રો કોઈ લઈ ગયું ત્યારે તેમણે આજુબાજુ ઉપર નીચે જોયું તો તેમને કૃષ્ણ બધાના વસ્ત્રો ભેગા કરીને બેઠેલા નજર આવ્યા! ત્યાર પછી બધી જ ગોપીઓએ તેમને આવું કેમ કર્યું અને વસ્ત્રો પાછા આપી દેવા વિનંતિ કરી, ત્યારે તેમણે ગોપીઓને નિર્વસ્ત્ર અને નગ્ન થઈને ગોપીઓએ જળમાં સ્નાન કરવાથી જળદેવતાનું અપમાન કર્યું તે કહીને તેમની માફી માંગી ને તેમને દરેક ને નગ્ન હાલતમાં પોતાની પાસે આવીને પોતપોતાના વસ્ત્રો લઈ જવાનું કહ્યું.

અહી પ્રશ્ન થાય છે કે,

પ્રશ્ન-1) શુ જળદેવતા સ્વંય ગોપીઓને સજા દેવા માટે સક્ષમ ન હતા? કે પછી જળદેવતાને ખુદને ગોપીઓ નિર્વસ્ત્ર-નગ્ન થઈને સ્નાન કરે તે સામે કોઈ વાંધો ન હતો એટલે તેમને એ ગમતું હતું??!!

પ્રશ્ન-2) શું તત્કાલીન ભારતીય ગ્રામીણ વાતાવરણમાં કોઈ નિર્જન ગ્રામ્ય જળાશયોમાં મહિલાઓ આવી રીતે નિર્વસ્ત્ર સ્નાન નહિ કરતી હોય? શું એ તમામના વસ્ત્રોની ચોરી કરીને એ તમામ મહિલાઓ પાસે જળદેવતાઓનું અપમાન કરવા બદલ માફી મંગાવવા કૃષ્ણ જતા હશે?

પ્રશ્ન-3) શું ગોપીઓના વસ્ત્રાહરણને દ્રૌપદીના વસ્ત્રાહરણ કરનાર દુર્યોધન અને દુ:શાસન સાથે સરખાવી શકાય?

પ્રશ્ન-4) શું દ્રૌપદીના વસ્ત્રાહરણમાં એમને મદદ કરવા જનાર મહામાનવ કૃષ્ણ ખુદ બીજી મહિલાઓનું વસ્ત્રાહરણ કરે એવા નિમ્નકોટીના હોઈ શકે ખરા? તો પછી મહામાનવ કૃષ્ણનું ચરિત્ર હનન કરનારી આવી સ્ટોરી બનાવનારા હરામખોરો કોણ હોઈ શકે??

પ્રશ્ન-5) મહામાનવ કૃષ્ણ યુદ્ધ, દારૂ અને વ્યભિચાર વિરોધી વ્યક્તિ હતા. અંધવિશ્વાસના વિરોધી હોવાને કારણે તેમણે ઇન્દ્ર જેવા લુખ્ખા અને લંપટની પૂજા ઉપાસના બંધ કરાવી. આમ છતાં મહામાનવ કૃષ્ણના જીવનના સમાજોપયોગી કાર્યો, શાણપણ, ભાઈચારો, એકતા, શ્રમ વગેરે ની શિક્ષા આપવા જેવી કથાઓને બદલે મહામાનવ કૃષ્ણની પૂજા અને તેમના દ્વારા વ્યભિચારની કાલ્પનિક કથાઓનું નિર્માણ કરીને મહામાનવ કૃષ્ણ પ્રત્યે કોઈ દ્વેષ લેવાનું ષડયંત્ર કરવામાં આવ્યું હોય એવું નથી લાગતું?

પ્રશ્ન-6) મહામાનવ કૃષ્ણના નામે અનેક લીલાઓ કરવાની નવી-નવી કેટલીયે ચરિત્ર હનનની કેટલીય કથાઓનું આયોજન અને રચના કોઈ યાદવે કરી છે? જો ના તો કોણે કરી છે? કોંણ હોઈ શકે આ હરામખોરો??

પ્રશ્ન-7) મહામાનવ કૃષ્ણ દ્વારા ગોપીઓના વસ્ત્રાહરણ પ્રસંગ વડે કોણે સમાજમાં સ્વેચ્છાર અને વ્યભિચારનો પરવાનો લેવાનો હીન પ્રયાસ કર્યો છે??

પ્રશ્ન-8) જે મહામાનવ કૃષ્ણએ વૈદિક વ્યાભિચારી-ચરિત્રહીન ઇન્દ્ર જેવા લંપટની પૂજા અને ઉપાસનાની ના પાડીને ગોકુળ ગ્રામ વાસીઓને ગોવર્ધન પર્વત એટલે કે કૃષિ અને પ્રકૃતિ-સંસ્કૃતિના પૂજનની પરંપરા ઉભી કરી તેને કારણે ઇન્દ્ર જેવી લંપટ લીલાઓની ઈચ્છાઓ ધરાવનારાઓએ મહામાનવ કૃષ્ણનું ચરિત્ર હનન થાય એવી અનેક કથાઓ અને લીલાઓને નામે મંદિરો અને બીજા અનેક સંપ્રદાયોમાં વ્યભિચાર કરી શકે એવી અનેક પરંપરાઓ કેમ ઉભી કરી!?

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પ્રશ્ન-9) મહામાનવ કૃષ્ણના નામે એવું ખુબ રૂપિયા બનાવે એવું એક મંદિરનું નામ આપો જેનું મહામાનવ કૃષ્ણના વંશજો એવા યાદવો સંચાલન કરતા હોય! મહામાનવ કૃષ્ણ કોના પૂર્વજ છે? તો એના પૂજન અને તેના મંદિરો ઉપર કોનો કબજો હોવો જોઈએ?

પ્રશ્ન-10) મહામાનવ કૃષ્ણના મંદિરોમાં કોના રૂપિયા આવે છે? અને એ રૂપિયા કોણ લઈ જાય છે? શું એ રૂપિયા વડે મહામાનવ કૃષ્ણના ગરીબ યાદવ વંશજોનું જીવન નિર્વાહ થાય છે?

Author – Abhigam Maurya

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *