100 – પ્રજાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે

૨૯ જાન્યુઆરી ૨૦૨૦
કેટલાક તો ૧૦૦ દિવસ પુરા થવાની, એક અઠવાડિયાથી રાહ જોઇને બેઠા છે.
પ્રજાની યાદદાસ્ત બહુ કમજોર હોય છે.
અને આનો જ ફાયદો ઉપાડી નેતાઓ મનફાવે તેવા ભાષણો કરે છે, પ્રોમિસ કરે છે અને પછી પલટી મારી દે છે. ૪-૫ વર્ષ છોડો ૨ મહિના પહેલા નેતાએ શુ કહેલું એ પણ લોકો યાદ રાખતા નથી. નેતા જોડે એક સેલ્ફી પડાવે એટલે કાર્યકર્તા, નેતાએ ૫ વર્ષ મેથી મારેલી, તે ભૂલી જાય છે. ૫ વર્ષ સરકાર તમને લૂંટે પણ હિંદુ ખતરે મેં હૈ, કોંગ્રેસ કો વોટ દો વરના ભાજપ જીત જાયેગી, ભાજપને પાડી દો (ઇંડાયરેકટલી કોંગ્રેસને જીતાડી દો), આવું કેટલાય દશકાઓથી ચાલ્યું આવે છે.
પણ,
હવે નથી ચાલવા દેવું.
આજે ૧૦૦ દિવસ થયા એક સવાલને,
ઘણા લોકો ભૂલી ગયા હશે કે મેટર શુ છે? વિવાદ શેનો છે? કૌશિકભાઈ દિવસો કેમ ગણે છે?
તો આજે ૧૦૦ માં દિવસે તમને યાદ કરાવવા જ આ આર્ટિકલ લખું છું. અને જૂનો આર્ટિકલ પણ વાંચવા આપુ છું.
તારીખ ૨૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ, સવારે ૮:૫૩ વાગે, ફેસબુક પર, વહોત્સએપ પર મેં એક પોસ્ટ કરેલી. જે ગુજરાતમાં ખૂબ વાઇરલ થયેલી. એટલે હું માનું છું કે, આ પોસ્ટમાં પૂછાયેલ સવાલ વ્યાજબી અને સૌને સ્પર્શતો છે. આ પોસ્ટ #RDAM ના કાર્યકર્તાઓએ RDAM ના ગ્રુપઓમાં પોસ્ટ કરી અને ભયંકર કજિયા થયા. ઘણાને ગ્રુપમાંથી કાઢવા પડ્યા.
શુ હતી એ પોસ્ટ. તમે પણ વાંચો અને જાતે વિચારો.
[23/10/2019, 8:53 AM] Kaushik Sharuaat: જીગ્નેશ મેવાણી,
કોંગ્રેસની ભીખની સીટ પરથી MLA બન્યા.
લોકસભા ૨૦૧૯ ચૂંટણીમાં સામ્યવાદી અને આપના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કર્યો.
આજે મહારાષ્ટ્રમાં NCP ના ઉમેદવારોનો ચૂંટણી પ્રચાર કરી આવ્યા.
પોતે કોંગ્રેસ પાસે MP ની સીટ માંગે છે.
આને સાચા અર્થમાં કહેવાય,
સબકા સાથ સબકા વિકાસ…
ફિર ભાડ મેં જાયે બહુજન સમાજ…
અને….
પાછું જીગ્નેશ પોતાના ભાષણોમાં સમાજને કહે છે કે સંસદ અને વિધાનસભામાં જવાથી કાંઈ નહિ થાય.
રોડ જામ કરો તો આ સરકાર સાંભળશે.
જીગ્નેશ મેવાણીના સંગઠન RDAM નો માણસ કલ્પેશ નંદુબેન ભાજપનો પ્રચાર કરે છે.
ગઈ કાલે,
જીગ્નેશને માથે લઈને ફરનાર મુસ્લિમ મિત્રોએ જણાવ્યું કે,
RDAM નાં બહેરામપુરા વોર્ડના લોકો ભાજપનો પ્રચાર કરે છે.
“કૂવામાં હોય એ હવાડામાં આવે”,
તે આનું નામ.
જ્યારે બધાને જીગ્નેશ પાસે આશા હતી અને તેની ભક્તિ કરતાં હતાં ત્યારે પણ હું તેનો વિરોધ કરતો હતો. મારો વિરોધ વ્યક્તિગત નહિ, વિચારધારા આધારિત છે. વાસ્તવિક છે.
અને કેટલાંય મિત્રોએ આવા ચમચાયુગના ચમચા માટે મારી સાથે સંબંધો બગાડ્યા.
હવે જેને સાચું ભાન થઈ ગયું હોય તે મને ફોન કરી માફી માંગે. જથ્થાબંધ ભાવમાં માફ કરવામાં આવશે.
“જે બહુજન મિશનનો નહિ, એ સમાજનો નહિ.” આ હંમેશા આપણે સૌએ યાદ રાખવું જોઈએ. બે સારા કામ તો ભાજપ-કોંગ્રેસ-આરએસએસ પણ કરે છે. તમારો વિશ્વાસ જીતી તમને મોટા પાયે છેતરવા માટે.
કૌશિક શરૂઆત
નોંધ : આ પોસ્ટ ટાંટિયા ખેંચવા માટે જ લખી છે.
જેની ભાવિક ભક્તોએ નોંધ લેવી.
#ચવાણાયુગ
બપોરે પછી RDAM ની સોશિઅલ મીડિયા ટિમ મને ટ્રોલ કરવા લાગી. મેં પણ તેના જવાબમાં વળતી પોસ્ટ કરી.
આ બધું ૨૩ થી ૨૬ રાત સુધી ચાલ્યું અને પછી કાળી ચૌદશ, જમાલપુર સ્મશાનવાળી ઘટના બની.
જાહેરજીવનમાં આવું બધું થયા કરે એટલે મેં લેટ ગો કર્યું. હું મારા કામથી અમરેલી, કોડીનાર જવા નીકળ્યો. બીજા દિવસે આ લોકોએ સોશિઅલ મીડિયામાં ઉજવણી કરી, “શરૂઆતને ભગાડ્યો. શરૂઆતને પડી.”
આ બળદીયાઓ પોતાની મોબ લિંચિંગ ઘટનાનો આખા ગુજરાતમાં પ્રચાર કર્યો. દલિત પેંથર, ભીમ આર્મી, ભીમ સેના, ઓબીસી મંચ, આદિવાસી સંગઠનો, કાંઈ કેટલાય લોકોએ મને ફોન કર્યા અને “તમારે જે કરવું હોય તે અમે સાથે છીએ”, તેવું જણાવ્યું.
આ પણ ઠીક જ છે. ચાલ્યા કરે આવું બધું.
પણ,
કેટલાક એવા ફોન પણ આવ્યા જેઓને RDAM ના લોકોએ ભૂતકાળમાં ધમકાવ્યા હતા. જીજ્ઞેશ મેવાણી, RDAM વિરુદ્ધ લખતા બંધ કર્યા હતા. તેમની પ્રવૃત્તિઓમાં ખલેલ પહોંચાડી હતી. ભૂતપૂર્વ RDAM વાળાઓએ પણ પોતાની વ્યથા જણાવી.
અને મને થયું કે બોસ!
આ મારા એકલાનો પ્રશ્ન નથી. આખા ગુજરાતનો છે. આ દુષણ આખા ગુજરાતમાં ફેલાયેલું છે. અને આની સામે લખવાનું બંધ કરવું મતલબ આ લોકોને ખુલ્લું મેદાન આપી દેવા બરાબર છે.
વીણી વીણીને મારવાની ઈચ્છા મને પણ થઈ. કોલેજમાં અમે આવું બધું કરી ચુક્યા છીએ. ૨૦૦૩ માં વલ્લભ વિદ્યાનગરની વી. પી. સાયન્સ કોલેજમાં, મારી એક હોકી આજે પણ જમા છે. વિશ્વાસ ન હોય તો ઈલેક્ટ્રોનિક્સ ડિપાર્ટમેનન્ટમાં જઈને પૂછી જોજો.
પણ,
આ તો થઈ વ્યક્તિગત વાત. સમગ્ર ગુજરાતનું શુ?
બહુજન સમાજનું શુ?
અને બહુજન આંદોલનમાં શક્ય હોય ત્યાં સુધી હિંસા ટાળવા પર ભાર મુકાયો છે. બાબાસાહેબે તો અસંવિધાનીક રસ્તાઓ અપનાવવાની સ્પષ્ટ ના પાડી છે.
And then i decided,
કે RDAM ના લુખ્ખાઓનો ત્રાસ બંધ કરાવીએ. હવે છોડવા નથી કે નથી કોઈ સમાધાન કરવું. અને ૨૬ ઓક્ટોબર ૨૦૨૦ ના દિવસે આ પોસ્ટ કરી.
જીગ્નેશ મેવાણીને એટલું જ પૂછ્યું કે, “અલગ અલગ ચૂંટણીમાં અલગ અલગ પાર્ટીઓનો પ્રચાર કરવા કેમ જાવ છો? જેમ કે AAP, CPI, કોંગ્રેસ, અને હાલમાં જ NCP. આટલો સવાલ પૂછ્યો તો એણે જવાબ આપવાના બદલે સમાજના લોકો પર ભક્તો છોડી મુક્યા.
આવું તો નરેન્દ્ર મોદી કરે છે.
રાફેલ, નોટબંધી, gst, કાશ્મીરનો જવાબ આપવાના બદલે સામાન્ય નાગરિકો પર ભક્તો છોડી મૂકીને લોકોના મોઢા બંધ કરાવે છે. કોંગ્રેસે શુ કર્યું? નેહરુએ શુ કર્યું?
આવું જ જીગ્નેશ મેવાણી જવાબ આપવાના બદલે, પોતાના ભક્તો પાસે આજે કરાવી રહ્યા છે.
શુ દલિત સમાજે મોદી જેવો તાનાશાહ પેદા કરવો છે કે જવાબદાર નેતા?
મોદીના ભક્તો મોદીના ભાષણોથી ખુશ થાય છે અને પછી મોદી દેશની બધી કંપનીઓ વેચી દે છે તો શું દલિત સમાજ જીગ્નેશ મેવાણીના ભાષણોથી જ ખુશ થશે? અને પછી ચૂંટણીમાં જીજ્ઞેશભાઈના કહેવા પર અલગ અલગ પાર્ટીઓમાં પોતાનો વોટ આપી દેશે?
બહુજન રાજનીતિના નામે અલગ અલગ પાર્ટીઓનો ચૂંટણી પ્રચાર ક્યાં સુધી ચાલશે?
હવે હું રોજ પૂછીશ.
રોજ સવારે પહેલી પોસ્ટ આ જ હશે.
જ્યાં સુધી જીગ્નેશ મેવાણી મોદીવેડા બંધ કરીને જવાબ નહિ આપે ત્યાં સુધી.
જેટલા ભક્તોએ ભોંકવું હોય ભોક્તા રહો.
જવાબ તો આપવો જ પડશે.
પછી 100 દિવસ થાય કે 200 દિવસ.
સવાલ મારો આ જ રહેશે કે,
આખરે જીગ્નેશ મેવાણી દલિતોના વોટ ક્યાં સુધી અલગ અલગ પાર્ટીઓમાં નંખાવ્યા કરશે?
કૌશિક શરૂઆત
8141191311
નોંધ : સ્પ્રેડ કરો. આ મેસેજ ગુજરાતના ખૂણે ખૂણે પહોંચાડો. આટલી જ મદદ જોઈએ છે.
મેં તે દિવસે પણ આ જ લખ્યું હતું કે ૧૦૦ દિવસ થાય કે ૨૦૦ દિવસ… પણ બધાને એમ કે ધાક ધમકી, માર મારીને બીજાને ચૂપ કરાવી શકાય એમ આને પણ ચૂપ કરી દઈશું.
ત્યાં જ ગોથું ખાઈ ગયા.
પેલા જે ચૂપ થઈ ગયા, સમાધાન કરી લીધું એ બધા દલિતો છે.
હું, કૌશિક શરૂઆત, બહુજન છું.
હું ગળથુથીમાં કે બાપ-દાદાની આંગળી પકડીને કે કોઈએ મને સમજાવીને આ મુવમેન્ટમાં નથી લઈ આવ્યું.
બાબાસાહેબ, કાંશીરામ, પેરિયાર, વિગેરેના લખાણો મેં સીધા વાંચ્યા છે, સમજ્યો છું, અને ત્યાર બાદ હું બહુજન મુવમેન્ટમાં જોડાયો છું.
એક તરફ ગુજરાતના દલિતોને સંસદ અને વિધાનસભામાં જવાની ના કહેવી અને બીજી તરફ બહુજન સિવાયની પાર્ટીઓના ઉમેદવારો જીતાડવા ભારત ભ્રમણ કરવું. શુ તમને આમાં કાંઈ ખોટું થઈ રહ્યું હોય એમ નથી લાગતું?
બાકી બધાથી હું જે અલગ પડું છું તે પેલા પુસ્તકોના લીધે, જે મોટેભાગે કોઈ વાંચતુ નથી, સમજતું નથી અને તેના પર ચિંતન કરતું નથી. (મોટેભાગે)
૨૦૧૪ માં આખું ગુજરાત મોદીમય હતું ત્યારે હું મોદી વિરોધમાં લખતો હતો. તો… આ તો એક સામ્યવાદીઓનું નાનું અમથું ટોળું છે. એટલે જવાબ નહિ મળે ત્યાં સુધી સવાલ ચાલુ રહેશે.
કાળી ચૌદશ, જમાલપુર સ્મશાનવાળી ઘટના બાદ અમિત ભારતીય અને અરુણ પટેલને સોશિઅલ મીડિયા, ફોન પર ધમકીઓ આ લોકો આપી ચુક્યા છે. મતલબ આ લોકો સુધરવા માંગતા જ નથી. સામ્યવાદીઓએ હંમેશા આવું જ તો કર્યું છે. વિશ્વાસ ન હોય તો જ્યાં સામ્યવાદી સરકારો છે કે હતી, ત્યાં તપાસ કરી જુઓ. ગુગલ ક્યાં છેટું છે!!
બસ! એટલે જ આપણે રોજ સવાલ પૂછીએ છીએ અને જવાબ નહિ મળે ત્યાં સુધી પૂછતાં રહીશું.
કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
વિશેષ નોંધ : તમને હવે જો ૧૦૦ માં દિવસે સવાલમાં સમજ પડી હોય તો આગળ ફોરવર્ડ કરજો.
નહીં તો આગળ ૨૦૦ મો દિવસ, ૩૦૦ મો દિવસ, … હું છું જ તમને સમજાવવા.