102 – જાણો, મૂકનાયકનો પહેલો આર્ટિકલ કેવો હતો?

🇪🇺 આજે ૧૦૨ મો દિવસ 🇪🇺
૩૧ જનયુઆરી ૨૦૨૦
શુક્રવાર
🔴 આજનો આર્ટિકલ દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સંદેશ જેવા જાતિગત અને ધાર્મિક ભેદભાવ કરતાં સવર્ણ હિંદુઓના સમાચાર પત્રો માટે.
મૂકનાયક પેપરના પહેલા અંકમાં, ડૉ. બાબાસાહેબે લખેલ આર્ટિકલના છેલ્લા ત્રણ પેરેગ્રાફનું ભાવાનુવાદ. —
અત્યારે આપણા લોકો પર થતાં અત્યાચારો અને ભવિષ્યમાં થનારા અત્યાચારો, અને તેના ઉપાયો અને સાધનોની ચર્ચા કરવા, સમાચાર પત્રો કરતાં અન્ય કોઈ સારું માધ્યમ નથી. જો આપણે બોમ્બે પ્રેસિડેન્સીમાં પ્રકાશિત થતાં સમાચાર પત્રો પર નજર નાંખીએ તો જાણવા મળશે કે આમાંના ઘણા સમાચાર પત્રો ફક્ત અમુક જાતિ(સવર્ણ)ઓના જ હિતનું રક્ષણ કરે છે. અને આ સમાચાર પત્રોને અન્ય જાતિઓના હિત સાચવવામાં કોઈ રસ નથી. એટલું જ નહીં, કેટલીકવાર તેઓ અન્ય જાતિઓના હિતની વિરુદ્ધમાં પણ જાય છે.આ અખબારોને અમે ચેતવણી આપીએ છીએ કે, કોઈ એક જાતિ પછાત રહી જાય તો તેની નુકશાનકારક અસર અન્ય જાતિઓને પણ થાય જ છે. સમાજ એ એક જહાજ(પાણીમાં ચાલતું) જેવું છે. માની લો કે કોઈ જહાજમાં પ્રવાસ કરતો પ્રવાસી, અન્ય પ્રવાસીઓને નુકશાન પહોંચાડવા કે તેમની મજાક ઉડાવવા, એ જોવા કે અન્યો કેવાં ડરે છે? બીજાના કંપાર્ટમેંટમાં કાણું પાડી દે છે. આવી નુકશાન પહોંચાડનારી માનસિકતાને લીધે અન્ય પ્રવાસીઓ સાથે તે પણ વહેલો કે મોડો ડુબશે. આ જ રીતે, જે જાતિઓ બીજી જાતિઓને પીડા આપે છે, તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પીડા ભોગવશે જ. તેથી, પોતાના સ્વાર્થમાં રાચતા છાપાઓએ, આવા બુદ્ધિશાળી મુર્ખઓનું અનુકરણ ના કરવું જોઈએ જે અન્યોને છેતરતા હોય અને પોતાના હિતોનું રક્ષણ કરતાં હોય. સદભાગ્યે, કેટલાક સમાચાર પત્રો છે, જે આપણી દલીલોની તર્કસંગતતાની પ્રશંસા કરે છે. દીન-મિત્રા, જાગરૂક, ડેક્કન રાયત, વિજય મરાઠા, દયાન-પ્રકાશ, સૂબોધ-પત્રિકા, વિગેરે ઘણીવાર તેમની કોલમમાં અસ્પૃષયોની સમસ્યા પર ચર્ચા કરે છે. પણ, એ સ્પષ્ટ છે કે, આ સમાચાર પત્રો બિન બ્રાહ્મણોની સમસ્યાઓથી ભરેલા હોય છે, જેની વસ્તી, સંખ્યાની દ્રષ્ટિએ મોટી છે.
તેથી, અસ્પૃશ્યઓની સમસ્યા માટે પૂરતી જગ્યા ફાળવવી તેમના માટે શક્ય નથી. આ તો કોઈપણ સ્વીકારશે કે એવાં એક સ્વતંત્ર સમાચાર પત્રની જરૂરિયાત છે જે ખાસ કરીને અસ્પૃસ્યોની દયનિય સ્થિતિની ચર્ચા કરે. અને આ સમાચારપત્રે(મુકનાયકે) આવી જરૂરિયાતને પહોંચી વળવા જ જન્મ લીધો છે.
અસ્પૃશ્ય લોકોની સમસ્યાઓ પર ચર્ચા કરવા સોમવમશીયા, મિત્ર, હિંદુ નાગરિક અને વિઠ્ઠલ વિદ્વમસ્ક જેવા સમાચારપત્રોનો જન્મ થયો હતો. પણ, તે લાંબુ જીવી શક્યા નહી. બહિસ્ક્રીત ભારત મુશ્કેલીઓ સાથે પણ ચાલુ છે. હું તમને ખાતરી આપતા, મારી વાત પૂરી કરું છું કે, જો લવાજમ આપનાર લોકો તરફથી બહોળો સહકાર પ્રાપ્ત થશે તો મૂકનાયક હિંમતભેર આપણા લોકોને સાચો રસ્તો બતાવવાનું મહાન કામ કરશે અને તેઓ અનુભવે કહેશે કે આપણી ખાતરી ખોટી નોહતી.
ભાવાનુવાદ : કૌશિક શરૂઆત
જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?
ઉપર ફક્ત છેલ્લા ત્રણ ફકરા, ભાવાનુવાદ કર્યા છે. પૂરો આર્ટિકલ નીચે આપેલ લિંક પરથી વાંચી શકાશે.