103 – ફોલોવર માટે પાંચ સવાલ

Wjatsapp
Telegram

🤔 આજે ૧૦૩ મો દિવસ 🤔
૧ ફેબ્રુઆરી ૨૦૨૦
શનિવાર

આજની પોસ્ટ ગુજરાતના બુદ્ધિશાળી લોકો માટે.
જે પોતાને સમજતા હોય!! 😋😋

આ પોસ્ટ સાથે આવેદનપત્ર છે. જેમાં બે માંગણી છે.
૧) મંત્રી મંડળનું વિસ્તરણ, અને
૨) સંસદીય સચિવોની નિમણૂક.

આજે મારે કોઈ માહિતી નથી આપવી કે આવતી કાલે પણ આ બાબતે કોઈ માહિતી નહિ આપું. આજે તમને હોમવર્ક આપું છું. જોઈએ કેટલા લોકો આ હોમવર્ક કરી શકે છે.

કેટલાક સવાલો આપું છું. તેના જવાબો તમારે મને સોશિઅલ મીડિયામાં આપવાના. અને મને ટેગ પણ કરવાનો.
સવાલ ૧) મંત્રીમંડળના વિસ્તરણથી ગુજરાતની સાડા છ કરોડ જનતાને શુ ફાયદો?
સવાલ ૨) મંત્રીમંડળના વિસ્તરણથી ભાજપના નેતાઓને શુ ફાયદો?
સવાલ ૩)) સંસદીય સચિવોની નિમણુકથી ગુજરાતની સાડા છ કરોડ જનતાને શુ ફાયદો?
સવાલ ૪) સંસદીય સચિવોની નિમણુકથી ભાજપના નેતાઓને શુ ફાયદો?
સવાલ ૫) મંત્રીમંડળના વિસ્તરથી અને સંસદીય સચિવોની નિમણુકથી “સામાજિક એકતા જાગૃતિ મિશન”ને શુ ફાયદો?
અને,
છેલ્લો પ્રશ્ન,
સવાલ ૬) આ પાંચ પ્રશ્નોના જવાબ શોધવાથી તમારો શુ ફાયદો?

છેલ્લો પ્રશ્ન, નંબર ૬નો જવાબ હું આપી દઉં, બાકીના તમે શોધજો.

ઉપરના ૫ પ્રશ્નોના જવાબ શોધશો એટલે તમને ખબર પડશે કે લશ્કર ક્યાં લડે છે. લોકતંત્ર શુ છે. મંત્રીમંડળના વિસ્તરણથી શુ શુ, કોને કોને ફાયદા થાય છે. સંસદીય સચિવોની નિમણૂકથી શુ શુ, કોને કોને ફાયદા થાય.

તો હોધો,
ઉપરના પોન્ચ સવાલોના જવાબ…

કૌશિક શરૂઆત

જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?

🔴 વિશેષ નોંધ : સંવિધાન બચાવો… સંવિધાન બચાવો… સંવિધાનીક પદોનું મહત્વ જાણ્યા વગર… સંવિધાન બચાવો… 🤣😋😜)

You may also like...

Leave a Reply

Your email address will not be published.