104 – બહુજન સાહિત્ય અનુવાદ શિબિર – ૨

૨ ફેબ્રુઆરી ૨૦૨૦
રવિવાર
શરૂઆત પબ્લિકેશન દ્વારા, અમદાવાદ ખાતે એક દિવસીય, “બહુજન સાહિત્ય અનુવાદ શિબિર” યોજાયો.
આજથી લગભગ ત્રણ મહિના પહેલા, ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે “બહુજન સાહિત્ય અનુવાદ શિબિર” યોજાયો હતો. ત્યાર બાદ ૧૮ લોકોએ અનુવાદની પ્રક્રિયામાં ભાગ લઈ, ડૉ. બાબાસાહેબના લખાણોમાંથી એક એક આર્ટિકલ અનુવાદ કર્યો હતો. જેનું પરમાર્શન કરી, આજે, બીજા એક દિવસીય (સવારે ૧૦:૦૦ વાગ્યાથી બપોરે ૪:૦૦ કલાક સુધી) બહુજન સાહિત્ય અનુવાદ શિબિરનું આયોજન થયું હતું.

કાર્યક્રમની શરૂઆતમાં,
શરૂઆત પબ્લિકેશન તરફથી આયુ. કૌશિક શરૂઆતે ઉદ્દેશયો અને તેની પ્રાપ્તિ પર વક્તવ્ય આપ્યું હતું. ત્યાર બાદ પ્રો. યશવંત વાઘેલા ૪ અલગ અલગ શેશન લઈ, અનુવાદની સમગ્ર પ્રક્રિયા પર પ્રકાશ પાડ્યો હતો.
જેમાં, અનુવાદ : વ્યાખ્યાઓ, આવશ્યક તત્વો, સિધ્ધાંત, સમસ્યાઓ, ઉત્તમ અનુવાદકાર્ય, ઉદાહરણ સહિત સમજાવવામાં આવ્યા હતા.

શિબિરમાં ભાગ લેનાર શિબિરાર્થીઓને શરૂઆત પબ્લિકેશન તરફથી ઉપયોગી પુસ્તકો પુરા પાડવામાં આવ્યા હતા.
અનિવાર્ય સંજોગોને કારણે, જે લોકો ભાગ નોહતા લઈ શક્યા, તેમના માટે આગામી સમયમાં, અલગથી શિબિરનું આયોજન કરવામાં આવશે, તેવું જણાવ્યું હતું.
શરૂઆત પબ્લિકેશન
8141191311