108 – રામમંદિર ટ્રસ્ટના નામે નીચ હિંદુ રાજનીતિ
આજે ૧૦૮ મો દિવસ
૮ ફેબ્રુઆરી ૨૦૨૦
શનિવાર
રામમંદિર ટ્રસ્ટના નામે નીચ હિંદુ રાજનીતિ
- OBC પોતાને હિંદુ માને છે, શું સંધીઓએ રામમંદિર ટ્રસ્ટમાં એકપણ ઓબીસીને ટ્રસ્ટી બનાવ્યો છે?
- પાટીદાર પોતાને રામના પુત્રો, લવ-કુશના વંશજો માને છે, શું સંધીઓએ એકપણ પાટીદારને ટ્રસ્ટી બનાવ્યો છે?
- કેટલાંક આદિવાસીઓએ હિંદુત્વનો ઝંડો ઉપાડ્યો છે, શું સંધીઓએ આ આદિવાસીઓમાંથી એકપણ ટ્રસ્ટી બનાવ્યો છે?
- આ સિવાય સંધીઓએ, ક્ષત્રિય અને વૈશ્યમાંથી કેટલાં ટ્રસ્ટીઓ બનાવ્યા છે?
અને,
હવે જ્યારે દલિતો પોતાને હિંદુ માનવા તૈયાર નથી, મોટી સંખ્યામાં બૌદ્ધ બની રહ્યા છે, અન્ય ધર્મ તરફ વળી રહ્યા છે, ત્યારે સંધીઓ એક દલિતને જબરજસ્તી રામમંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી બનાવી, દલિતોને હિંદુ બનાવવા મથી રહ્યા છે.
મતલબ,
ઘરના છોકરા ઘંટી ચાટે…
રામમંદિર ટ્રસ્ટના નામે રાજનીતિ થઈ રહી છે. જે પોતાને હિંદુ માને છે તેમને કોઈ ભાગીદારી નહિ અને જે પોતાને હિંદુ નથી સમજતા તેઓને પરાણે ટ્રસ્ટી બનાવી, પરાણે હિંદુ બનાવવામાં આવે છે.
હિંદુ એ ધર્મ નહિ, રાજનીતિ છે. દુનિયાની એક નંબરની નીચ રાજનીતિ.
વિચારવાની વાત એ છે કે,
સુપ્રીમ કોર્ટમાં કેસ ફક્ત એક જમીનના ટાઇટલ મુદ્દે હતો. કોની માલિકી છે? તે બાબતે હતો. હિંદુ-મુસ્લિમ કે મંદિર-મસ્જિદ બાબતે નોહતો.
અને તેમછતાં સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું કે, કેન્દ્ર સરકાર રામમંદિર ટ્રસ્ટ બનાવે. અને મુસ્લિમોને અલગથી ૫ એકર જમીન આપે મસ્જિદ બનાવવા માટે.
મુદ્દો ૧)
જમીનની માલિકી વિવાદ મુદ્દે ચુકાદો આપવાના બદલે, સુપ્રીમ કોર્ટના જજોએ ધર્મને મુદ્દો બનાવ્યો. અને જજમેન્ટ પણ કોઈને જમીનનો માલિકી, હક આપવાને બદલે, મંદિર બનાવવા ટ્રસ્ટ બનાવવાનો આપ્યો. કોઈએક પક્ષની માલિકી તો આજે પણ સિદ્ધ નથી થઈ. છે ને સુપ્રીમ કોર્ટનું હિંદુકરણ!!!
મુદ્દો ૨)
સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ક્યાંય નથી લખ્યું કે ટ્રસ્ટી તરીકે એક દલિત ફરજીયાત લેવો પડશે.
તેમ છતાં સંધી સરકાર દલિતને ટ્રસ્ટી બનાવે, જબરજસ્ત પ્રચાર કરે છે.
જે ઓબીસી હિંદુ ધર્મમાં આંધળો બની સમર્થન કરે છે એનો ઠેંગો!, લવ-કુશના વંશજોને ઠેંગો! ક્ષત્રિય-વૈશ્યને ….!
મુદ્દો ૩)
જો જમીન પર મુસ્લિમ સમાજનો કોઈ દાવો, હક, માલિકી નથી તો ૫ એકર જમીન ક્યાં આધારે આપવામાં આવી? શુ આપણે એમ સમજવું કે જગ્યા મુસ્લિમોની હતી પણ બહુમતના નામે હિંદુઓને ખુશ કરવા જમીન હિંદુઓને આપી અને તેના પ્રાયશ્ચિતના ભાગ રૂપે સુપ્રીમ કોર્ટે ૫ એકર જમીન આપવાનું કહ્યું?
મુદ્દો ૪)
વિવાદમાં ક્યાંય કેન્દ્ર સરકાર પક્ષકાર નોહતી. તેમ છતાં ટ્રસ્ટ કેન્દ્ર સરકાર બનાવે તેવો ચુકાદો છે. હવે ટ્રસ્ટીઓ પણ કેન્દ્ર સરકાર નક્કી કરી રહી છે. અને ત્યાં કેવું મંદિર બનશે એ પ્લાન કોણ નક્કી કરશે? શુ રામમંદિર માટે રૂપિયા પણ કેન્દ્ર સરકાર આપશે?
સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ ભારતની કેન્દ્ર સરકારનું હિંદુકરણ કરી નાંખ્યું.
જાતિવાદ, કોમવાદ એ હિંદુઓની ખાસિયત છે. એ પછી પ્રધાનમંત્રી બને કે સુપ્રીમ કોર્ટના જજ… હિંદુ રાજનીતિ આ લોકો ક્યારેય છોડે જ નહીં… ક્યારેય સુધરે જ નહીં.. દેશની બધી જ સૈવિધાનીક સંસ્થાઓ બરબાદ કરવામાં આવા હિંદુઓનું ફાળો છે.
એટલે જ હું વારંવાર આ હિંદુ ધર્મનો, હિંદુ ધર્મ ગ્રંથોનો નાશ કરવા કહું છું. આ અધર્મ છે ત્યાં સુધી ભારતમાં એકતા, સમાનતા, ભાઈચારો, શાંતિ અને ન્યાય શક્ય જ નથી.
– કૌશિક શરૂઆત