૧૧/૧૪ – દેશસેવા કરવાં બોર્ડર પર જવાની જરૂર નથી

Wjatsapp
Telegram

૧૧ મી પોસ્ટ, ટોટલ ૧૪ પોસ્ટમાંથી

દેશસેવા કરવાં બોર્ડર પર જવાની જરૂર નથી. ઘર બેઠા પણ થઈ શકે, પોતાનું કામ કરતાં કરતાં પણ થઈ શકે.

આપણે ત્યાં એક સામાન્ય ખ્યાલ એવો છે કે આકસ્મિક, ગંભીર સ્થિતિ કે યુદ્ધ જેવી સ્થિતિમાં તમે કામ કરો તો એને દેશસેવા કહેવાય અથવા તો સવર્ણ હિંદુ મીડિયા જેને દેશસેવા કહે એને દેશસેવા કહેવાય. આ વાત તદ્દન ખોટી છે.

તમે કરતાં દરેક કામમાં દેશનું, સમાજનું ભલું થતું હોય એ દેશસેવા જ છે. દેશસેવાના કામોનું કોઈ અલગ લિસ્ટ નથી.

દા. ત. Hemantkumar Shah અર્થશાસ્ત્રી છે. જે સોશિઅલ મીડિયા, મીડિયાના માધ્યમથી સરકારની ટીકા કરે છે, સરકારની ભ્રામક જાહેરાતોની પોલ ખોલે છે, સાચી માહિતી, સાચા આંકડા લોકો સુધી પહોંચાડે છે અને દેશના લોકોને સતત જાગૃત કરે છે, આ દેશસેવા છે.
હવે, તમે વિચારો કે, આખા ગુજરાતમાં હેમંતકુમાર એકમાત્ર અર્થશાસ્ત્રના પ્રોફેસર તો નથી. આ સિવાય બીજા હજારો અર્થશાસ્ત્રી છે. મારો બાપો પણ અર્થશાસ્ત્રનો પ્રોફેસર છે. પણ શું આ બધા અર્થશાસ્ત્રી લોકો સમક્ષ સાચી આર્થિક સ્થિતિ, સાચા આંકડા મૂકે છે. લોકોને GDP, બેંકોમાં ચાલતા કૌંભાંડો, સરકારની આંકડાંની રમત, સમજાવે છે. મેં આજસુધી મારા અર્થશાસ્ત્રી બાપાની એકપણ પોસ્ટ અર્થશાસ્ત્રને લગતી, સરકારના જુઠ્ઠા દાવાની પોલ ખોલતી નથી જોઈ. અન્ય અર્થશાસ્ત્રીઓની પણ નથી જોઈ. હેમંતકુમાર સિવાય કદાચ બીજા ૫-૧૦ હોઈ શકે પણ હજારો અર્થશાસ્ત્રીઓ વચ્ચે આ આંકડો ૧% પણ ના ગણાય. તો ગુજરાતના અર્થશાસ્ત્રના વિદ્વાનો શુ કરી રહ્યા છે? શું અર્થશાસ્ત્ર એ ફક્ત કલાસરૂમ પૂરતો જ વિષય છે? તમે દેશની આર્થિક સ્થિતિ, આર્થિક નીતિ પર જાહેરમાં ટીકા, ટિપ્પણી, સમર્થન નહિ કરો તો કોણ કરશે?

આપણે ભક્ત નથી કે આપણે આ લોકોને દેશદ્રોહી કહીએ. પણ મારે તમને એ સમજાવવું છે કે તમે જે ફિલ્ડમાં કામ કરતાં હોવ એ ફિલ્ડમાં રહીને પણ દેશસેવા થઈ શકે છે. દેશસેવા કરવા સ્પેશિયલ ફોજમાં ભરતી થવું પડે, એવો કોઈ નિયમ નથી. જો અર્થશાસ્ત્રીઓ પોતાના ક્લાસમાં પણ વર્તમાન આર્થિક સ્થિતિ, નીતિ પર બોકી શકતા હોય તો એ દેશસેવા જ છે.

વળી,
એક બાબત આપણે સૌ ઘણીવાર કહેતા હોઈએ છીએ અને માનીએ પણ છીએ કે, “દેશ માટે જરૂર પડે તો આપણે જીવ આપી દઈએ.” ભાગ્યે જ કોઈ આમાં અસહમત હશે.
મોદીભક્તો તો ખાસ કહે છે ને, “#રાષ્ટ્રપ્રથમ”

તો,
દેશના લોકોને જગાડતા, આંદોલન ચલાવતા કે આંદોલનને સપોર્ટ કરતા, સરકારની ખોટી નીતિઓની ટીકા કરતાં, નોકરી જાય તો શું આટલું બલિદાન તમે ના આપી શકો? શુ તમારા જીવ કરતાંય નોકરી વધુ કિંમતી છે? દેશ માટે જીવ આપી શકાય તો નોકરી ખોવાનો ડર કેમ રાખવાનો?

ઉદ્યોગપતિઓ,
તમે દેશ માટે તમે લાખો કરોડો રૂપિયા દાન કરી શકો છો. તો સરકાર સામે પડ્યા હોઈએ અથવા સરકારની ખોટી નીતિ, ખોટા પગલાંની ટીકા કરો અને ધંધામાં મંદી આવી જાય કે તમારા વિરુદ્ધ કોઈ પગલાં લેવાય, તો ડર કેમ લાગે? દેશ માટે જીવ આપી શકાય તો શું થોડી આવક જતી ના કરી શકાય? એમ સજવાનું કે જે આવક ઘટી એ દાન કરી દીધી.

સરકારી નોકરી ભરતી કૌભાંડ વખતે આપણે ઘણા યુવાનોને સાંભળ્યા હશે કે, “અમારે તો ફક્ત આ(અમારી) ભરતી રદ કરાવવી છે. અમે સરકાર વિરોધી સૂત્રોચ્ચાર નહિ કરીએ.”
બોલો! જે સરકારે ભરતી કૌભાંડ પર કડક પગલાં નથી લીધા, ભરતી કરાવવા અને કૌભાંડ બાદ ભરતી કેન્સલ કરાવવા આંદોલન કરવા પડે એ સરકાર વિરોધી તમે સૂત્રોચ્ચાર ના કરી શકો? સરકારી નોકરી મેળવવાની આટલી બધી લાલચ? ફક્ત અમારી ભરતી, અન્ય ભરતી કૌભાંડનું કાંઈ નહિ? આમાં દેશપ્રેમ ક્યાં છે? આમાં તો નર્યો તમારો સ્વાર્થ છે. મારી નોકરી, મારી ભરતી.
દેશપ્રેમ તો એમાં હોત કે ગુજરાત રાજ્યની બધી જ સરકારી ભારતીયો કૌભાંડ, ગેરરીતિઓ વગર થાય. અને સરકારી ભરતી કૌંભાંડો વિરુદ્ધ અવાજ ઉપાડતા, આંદોલન કરતાં સરકાર તમારી જોડે કિન્નખોરી રાખે(એવો સામાન્ય ડર હોય છે.) કે તમારી ભરતી જ ન કરે, કે ભરતી કર્યા બાદ હેરાન કરે તો શું દેશ માટે, ગુજરાતના લાખો યુવાનોના ભલા માટે તમે આટલું સહન ન કરી શકો?
સાલું! દેશ માટે જીવ અપાય પણ દેશ માટે તકલીફો ના વેઠાય?

આ બાબત બધા જ ઉદ્યોગ, ધંધા, રોજગાર, નોકરી, ખેડૂત, કામદાર, ગૃહિણી, વિદ્યાર્થીઓ, વિગેરે એમ બધાને લાગુ પડે છે.

દેશસેવાનો તમારો સરહદી ખ્યાલ અધુરો છે. સરહદ પર લડવું ઘણું સરળ છે. દુષમનને ઓળખતા હોઈએ, એ આપણને મારે કે આપણે એને મારીએ, વાત ખતમ.
દેશની અંદર,
એક નાગરિક તરીકે અસંખ્ય તકલીફો ભોગવીને અવ્યવસ્થા, ભ્રષ્ટાચાર, ગેરરીતિઓ અને સરકારની તાનાશાહી વિરુદ્ધ લડવું સૌથી અઘરું છે. એક RTI નો જવાબ મેળવવા રાજ્યના આયોગ અને હાઈ કોર્ટ સુધી લડવું એ સેના પર એક ગોળી ખાઈને, એક મિનિટમાં મારવા કરતાં અઘરું છે. દેશસેવાના આપણા ખ્યાલો ઘણા ભ્રામક છે. પોતાના દરેક કામનો દેશના મહત્તમ લોકો સુધી લાભ પહોંચાડવો દેશસેવા જ છે.

મારા હિસાબે સૌથી સરળ અને સૌથી ઉત્તમ દેશસેવા છે, “તમારા વિચારો લખવા.”
તમે જ્યારે કાંઈ લખો છો, બોલો છો તો તમે માહિતી લોકો સુધી પહોંચાડો છો પણ સાથે સાથે તમે લોકોને લખવા, બોલવા માટે પણ પ્રેરણા આપો છો. તમે લોકોને નીડર બનાવો છો. નીડર સમાજ જ પ્રગતિ કરતો હોય છે, ડરપોક-કાયર લોકોની ભીડ પ્રગતિ નહિ પણ અધોગતિ કરે છે.

  • તમે નર્સ છો, ડોકટર છો, સ્વાસ્થ્ય વિભાગમાં છો તો તમારા અનુભવો, સરકાર તરફથી મળતી મદદ, પડતી તકલીફો, દર્દીઓએ શુ શુ ધ્યાન રાખવું, વિગેરે તમે લખીને અસંખ્ય લોકોને જાગૃત કરી શકો, કોરોના સંક્રમણને અટકાવી શકો, સરકારના ઢંગધડા વગરના આયોજનને ઉજાગર કરી સરકારને વધુ સારા પગલાં લેવા મજબુર કરી શકો.
  • શિક્ષકો જે અનાજ આપવા કે સર્વે કરવા જાય એ જમીની હકીકત લોકો સુધી, સરકાર સુધી પહોંચાડી વધુ સારી વ્યવસ્થા બનાવવામાં ભાગીદાર બની શકે.
  • આવું જ દરેક પોતપોતાના ફિલ્ડમાં કરી શકે.

બસ! તમારે દેશસેવાના ખોટા ખ્યાલો છોડી, સાચા અર્થમાં દેશસેવા સમજવાની જરૂર છે. બંધારણ, કાયદાના પુસ્તકોમાં તમને જે અધિકારો આપ્યા છે એને સાચા અર્થમાં સમજો અને તેનો ભરપૂર ઉપયોગ કરો.

અને હંમેશા આટલું યાદ રાખો કે,
“દેશ માટે જીવ આપી શકાય, તો થોડું લખી-બોલીને થોડુંક વેઠવાનું આવે તો વેઠી પણ શકાય. તકલીફો વેઠયા વગર પરિવર્તન શક્ય નથી.”

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

કૌશિક શરૂઆત
જય ભારત

નોંધ : જે લોકોને મોદી વિરોધી પોસ્ટ કરવાને લીધે સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યા છે, જવાબ લખાવી આવ્યા છે અને તોય હજુ મોદીનો વિરોધ કરવાનું ચાલુ છે, એ નીડર લોકો સાચા અર્થમાં દેશસેવા જ કરી રહ્યા છે, તમારી વાણી સ્વતંત્રતાના અધિકારનું રક્ષણ કરો અને અન્યોને પણ નીડર નાગરિક બનાવો.

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

1 Response

  1. Hemant says:

    સાચી વાત છે. વાચી ને બવ જાણકાર થયો છું. તમારા દરેક આર્ટિકલ તલવાર ની ધાર જેવા હોય છે. સાચું એ સાચું. મને ખુશી થાય છે. ને ભરપૂર જાણકારી મળી રહે છે. તમારા લખાણો થી.

Leave a Reply

Your email address will not be published.