111 – વિજ્ઞાનમાં ભારત પછાત કેમ છે?

Wjatsapp
Telegram

આજે ૧૧૧ મો દિવસ
૧૧ ફેબ્રુઆરી
મંગળવાર

માતા, ભુવા, ચુડેલ, ડાકણ, ચમત્કાર અને કથાઓમાંથી ફુરસદ કાઢી વાંચવા જેવો આર્ટિકલ. વિજ્ઞાનમાં ભારત પછાત કેમ છે? તે જાણવા માટે આ આર્ટિકલ વાંચવો જોઈએ.

હેમંત પટેલે, ફેસબુક પર આર્ટિકલ લખ્યો છે. જરૂરથી વાંચો.

———————-Space Exploration—————–

ભારત સહિત ઘણાં દેશો વિવિધ ગ્રહોના અભ્યાસ અર્થે અંતરિક્ષમાં પોતાના યાનો મોકલે છે. અહીં સવાલ એ ઉઠે છે કે અંતરિક્ષમાં શું દાટ્યુ છે? space program ઉપર ખર્ચેલ રૂપીયા વડે અનેક ગરીબોને શિક્ષા, સ્વાસ્થ્ય, રહેઠાણ જેવી મૂળભૂત સુવિધાઓ આપી શકાઇ હોત. ભારતમાં હજારો ખેડૂતો આત્મહત્યા કરે છે, શૌચાલયોની કમી છે, પીવાના પાણીની ગંભીર સમસ્યા છે. ફક્ત ભારતમાંજ નહીં અમેરિકામાં પણ આજની તારીખે લાખો લોકો homeless છે. વિયેતનામ યુધ્ધના અસરગ્રસ્તો અમેરિકામાં હજી કરગરે છે કે અમને medicare/healthcare આપો. તો આટઆટલાં પ્રશ્નો છે છતાં આ બધા દેશો અંતરિક્ષમાં જઇ રહ્યા છે. અજુગતુ નથી લાગતું? હાં, સમસ્યાઓ અઢળક છે અને તેનું નિરાકરણ પણ કરવું જ જોઇએ પરંતુ space program પણ એટલાજ જરૂરી છે અને તેના ફાયદાઓ પણ અઢળક છે. આવો નજર કરીએ તેમના ફાયદાઓ ઉપર.

ભલે અમેરિકાની ચંદ્ર માટેની દોટ પોતાના સ્વમાન અને સ્વાર્થ માટેની રહી હોય પરંતુ મનુષ્યોના ચંદ્ર ઉપર જવાથી જે લાભ માનવજાતિને થયો છે તે અતુલનીય છે. શું માનવીને ચંદ્ર ઉપર જવાથી કોઇ લાભ થયો છે? આના જવાબમાં હું આપને ફક્ત એટલુંજ જણાવું કે અગર માનવી ચંદ્ર ઉપર ન ગયો હોત તો અત્યારસુધી લગભગ 50 કરોડથી વધુ લોકોએ પોતાના જીવન ગુમાવી દીધા હોત(what??). વિશ્વાસ નથી આવતો!! વાંચો આગળ…..ચંદ્ર મિશન માટે જ્યારે એપોલો રોકેટને લોન્ચ કરવામાં આવ્યું ત્યારે એન્જીનીયરો સમક્ષ એક મોટી સમસ્યા ઉદભવી. એ સમસ્યા હતી વાઇબ્રેશન(ધ્રુજારી)ની. જેના નિવારણ માટે shock absorber technique નો આવિષ્કાર થયો. આજ ટેકનિકનો ઉપયોગ આજે ઉંચી-ઉંચી ઇમારતોમાં ભૂકંપની અસરને રોકવા માટે થાય છે.

નાસાના જે અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઇ રહ્યા હતાં એમના સ્વાસ્થ્યની તપાસ માટે મેડિકલ મોનિટર બનાવવામાં આવ્યાં. જે આજે હર હોસ્પિટલમાં ધબકારા, લોહીનું સ્તર, પ્રેશર વગેરેના લાઇવ ટેલિકાસ્ટ ઉપલબ્ધ કરાવે છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-1). જે સમયે એપોલો ચંદ્ર ઉપર ઉતર્યુ હતું ત્યારે એસ્ટ્રોનોટ અને યાનને વિકિરણરોધી ચાદર વડે ઢાંકવામાં આવ્યાં. જેને રેડિયન્ટ બેરિયર ઇન્સ્યુલેશન કહેવામાં આવે છે. આજે આનો ઉપયોગ આગના સ્થળેથી લોકોને સુરક્ષિત રીતે કાઢવા માટે થાય છે. ફાયર ફાઇટર્સ પણ આનો ઉપયોગ કરે છે.

જ્યારે પણ કોઇ જગ્યાએ પૂર આવે છે ત્યારે NDRF ની ટીમ એક નારંગી કલરની બોટમાં સવાર હોય છે કે જેને હવા ભરીને ફુલવી શકાય. તેને Inflatable Raft કહેવામાં આવે છે(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-2). આનો આવિષ્કાર પણ એપોલો મિશનનો હિસ્સો જ હતો. અવકાશયાત્રીઓને પૃથ્વી ઉપર પાછા લાવવા માટે આને ડિઝાઇન કરાઇ હતી. એપોલો મિશનના અવકાશયાત્રીઓ માટે ખાસ પ્રકારના Hearing Gadgets બનાવવામાં આવ્યા. જે એમને સાંભળવામાં મદદરૂપ થતાં હતાં. આજે આજ સાધનનો ઉપયોગ દિવ્યાંગ ભાઇ-બહેનો કરે છે જેઓની સાંભળી શકવાની ક્ષમતા ઘણી ઓછી હોય.

જે ડાયપર આજે આપણે નાના છોકરાઓ માટે, બિમાર વ્યક્તિઓ માટે તેમજ વૃધ્ધો માટે ઉપયોગ કરીએ છીએ તે પણ સ્પેસ પ્રોગ્રામને આભારી છે. Velcro(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-3) જેનો ઉપયોગ બે ભાગને ચોટાડવા માટે થાય છે તે પણ સ્પેસ પ્રોગ્રામની દેન છે. Velcro નો ઉપયોગ આપણે બૂટ, સેન્ડલ, સ્કૂલબેગ, બારીના પડદા વગેરે વિવિધ જગ્યાએ કરીએ છીએ. MRI scanning, બેબી ફોર્મ્યુલા(નાના શિશુઓને અપાતો ખોરાક), Artificial Limbs એટલેકે કુત્રિમ પગ(જુઓ કમેન્ટબોક્ષની ઇમેજ-4), હાઇસ્પીડ ટ્રેનોની બ્રેક, લેસર સર્જરી વગેરે પણ સ્પેસ પ્રોગ્રામની દેન છે. લિસ્ટ ખુબજ લાંબુ છે. અંતે જે મોબાઇલને આજે આપણે મેગા પિક્સેલ જોઇને ખરીદીએ છીએ તે મોબાઇલના કેમેરા પણ સ્પેસ પ્રોગ્રામની જ દેન છે.

સાર:- બેશક, પ્રાથમિકતા મનુષ્યોની મૂળભૂત જરૂરિયાતોને જ આપવી જોઇએ પરંતુ જીજ્ઞાસાવૃત્તિ પણ એટલીજ જરૂરી છે. યાદરહે curiosity જ આપણને મનુષ્ય બનાવે છે. એક આડ વાત:- અમેરિકાનું વાર્ષિક સૈન્ય બજેટ લગભગ 700 અબજ ડોલર છે જ્યારે નાસા માટે ફાળવેલ બજેટ ફક્ત 20 અબજ ડોલર છે. એજ પ્રમાણે ભારતનું વાર્ષિક સૈન્ય બજેટ લગભગ 50 અબજ ડોલરથી વધુ છે જ્યારે ઇસરો માટે ફાળવેલ બજેટ ફક્ત 1.5 અબજ ડોલર છે. જરા વિચારો….આ રકમને આપણે સંશોધન અર્થે વાપરી હોત તો આપણે ક્યાં પહોંચી જાત. આજે દુનિયાભરમાં વિભિન્ન રાષ્ટ્રો દ્વારા સુરક્ષાના નામે 1800 અબજ ડોલરથી વધુ રકમ ખર્ચ કરવામાં આવે છે. આખરે આ સુરક્ષા આપણને શા માટે જોઇએ? આપણીજ પ્રજાતિના બીજા મનુષ્યોથી? ઉપરથી બુદ્ધિમાન હોવાનો આપણે દંભ પાળીએ છીએ. કેવો દુર્ભાગ્યપૂર્ણ વિરોધાભાસ છે!!!

(ઇમેજ સોર્સ ઇન્ટરનેટ)

(મિત્રો સાથેનો સત્સંગ)

ભાઈની ફેસબુક આઈડી.
https://www.facebook.com/profile.php?id=100003373615705

ભારતમાં સામાજિક પ્રશ્નો ના હોત તો હું રોજ આવું બધું લખતો હતો. હું પણ વિજ્ઞાનના બદલે, એક સામાજિક-રાજકીય પ્રશ્નનો જવાબ શોધી રહ્યો છું, જવાબ મળી જાય તો મારું નામ પણ વૈજ્ઞાનિકમાં લખાવું જોઈએ.
પ્રશ્ન તો તમને યાદ છે ને???

“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં દલિતોના વોટ કેમ નંખાવે છે?”

કૌશિક શરૂઆત

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.