113 – ફક્ત હા કે ના જવાબ આપો

આજે ૧૧૩ મો દિવસ
૧૩ ફેબ્રુઆરી ૨૦૨૦
ગુરુવાર
“હા” કે “ના”માં જવાબ આપો.
ખબર છે ને સ્કૂલમાં આવું પુછાતું હતું. આ વેલેન્ટાઈન પર પણ હા કે ના માં જ જવાબ માંગવામાં આવશે.
તો ચાલો થોડી પ્રેક્ટિસ કરી લઈએ.
૧) LRD માં ૩૩% મહિલા અનામત નથી, ૬૭% પુરુષ અનામત છે. હા કે ના?
૨) આ ૬૭% પુરુષ અનામત સામે OBC, SC, ST ની મહિલાઓ લડી રહી છે. હા કે ના?
૩) આ ૬૭% પુરુષ અનામતનું સવર્ણ હિંદુ મહિલાઓ સમર્થન કરી રહી છે. હા કે ના?
૪) LRD નો પરિપત્ર ગેરબંધારણીય છે. “તકની સમાનતા” વિરોધી છે. હા કે ના?
૫) કરણીસેના ભાજપનું પ્યાદુ છે. હા કે ના?
૬) દિનેશ બમણિયા સત્તા પક્ષનું પ્યાદુ છે. હા કે ના?
૭) વિજય રૂપાણીને મુખ્યમંત્રી પદ પરથી હટાવવા ભાજપના જ મંત્રીઓ, નેતાઓ સક્રિય છે. હા કે ના?
૮) ૧-૮-૨૦૧૮ના પરિપત્ર મુજબ ટોટલ ૯ ભરતીઓ થઈ છે. હા કે ના?
૯) જો ૧-૮-૨૦૧૮ નો પરિપત્ર રદ થાય તો ઉપરની ૯ ભરતીઓને અસર કરશે. હા કે ના?
૧૦) ૧-૮-૨૦૧૮ ના પરિપત્ર પર કોંગ્રેસ દોઢ વર્ષ મૂંગી રહી. હા કે ના?
૧૧) ૬૫ દિવસથી ચાલતા LRD આંદોલન પર કોંગ્રેસ અત્યાર સુધી મૂંગી રહી. હા કે ના?
૧૨) હિંદુઓમાં વફાદારી ફક્ત પોતાની જાતિઓ પ્રત્યે હોય છે, સમગ્ર હિંદુ સમાજ પ્રત્યે નથી હોતી. હા કે ના?
૧૩) હિંદુઓ પોતાની શક્તિ, આવડત, બુદ્ધિ ફક્ત અને ફક્ત પોતાની જાતિઓના વિકાસ પાછળ જ વાપરે છે. હા કે ના?
૧૪) જનરલ કેટેગરીમાં સવર્ણ હિંદુ સહિત OBC, ST, SC અને EWS ને પણ નોકરી, એડમિશન લેવાનો અધિકાર છે. હા કે ના?
૧૫) કિશોર મકવાણાને પાકિસ્તાનના દલિતોની ચિંતા છે પણ ગુજરાતના દલિતો પર અત્યાચાર, ભેદભાવ, શોષણ મામલે ચૂપ રહે છે. હા કે ના?
૧૬) ભાજપ સરકાર સવર્ણ Vs OBC કરાવી રહી છે. હા કે ના?
૧૭) ભાજપ સરકાર આદિવાસી Vs માલધારી સમાજ કરાવી રહી છે. હા કે ના?
૧૮) ભાજપ સરકાર હિંદુ Vs મુસ્લિમ કરાવી રહી છે. હા કે ના?
૧૯) ભાજપ સરકાર, RSS ના લોકો ચલાવે છે. હા કે ના?
૨૦) હિંદુઓમાં જાતિવાદ એટલો બધો ઓતપ્રોત છે કે હિંદુઓ ક્યારેય ન સુધરે. હા કે ના?
૨૧) જાતિ એ રાષ્ટ્રવિરોધી છે. હા કે ના?
૨૨) હિંદુઓ ક્યારેય જાતિ નહિ છોડે. હા કે ના?
૨૩) આદિવાસી એ હિંદુ નથી. હા કે ના?
૨૪) દલિત એ હિંદુ નથી. વર્ણ વ્યવસ્થા બહારના લોકો છે. હા કે ના?
૨૫) વેદ, પુરાણ, ગીતા, રામાયણ, મહાભારતમાં ક્યાંય હિંદુ લખેલું નથી. હા કે ના?
અને
છેલ્લો પ્રશ્ન,
૨૬) આ બધા પ્રશ્નોના જવાબ શોધવા તમે પ્રયત્ન કરશો. હા કે ના?
(કોમેન્ટમાં આ ૨૬માં નો જવાબ જરૂર આપજો.)
કૌશિક શરૂઆત
“જીજ્ઞેશ મેવાણી અલગ અલગ ચૂંટણીમાં, અલગ અલગ પાર્ટીઓમાં, દલિતોના વોટ કેમ નંખાવે છે?”
જીજ્ઞેશ મેવાણી દલિતોની રાજકીય તાકાત ઉભી નથી થવા દેતા. હા કે ના?